બેકેનબાવર, ફ્રાન્ઝ

January, 2000

બેકેનબાવર, ફ્રાન્ઝ (જ. 1945, મ્યૂનિક, જર્મની) : ફૂટબૉલની રમતના મહાન ખેલાડી. આ રમતના ખેલાડી બનવા ઉપરાંત પ્રશિક્ષક (coach), મૅનેજર અને વહીવટકર્તા તરીકે – એમ વિવિધ રીતે તેઓ 1970ના દાયકા દરમિયાન જર્મનીમાં ફૂટબૉલ રમતના ક્ષેત્રે એક પ્રભાવક અને જોશીલું પ્રેરકબળ બની રહ્યા.

1972માં યુરોપિયન નૅશન્સ કપમાં પશ્ચિમ જર્મનીની રાષ્ટ્રીય ટીમને તેમના સુકાનીપદ હેઠળ સારી સફળતા મળી. તે જ ટીમ 1974માં વર્લ્ડ કપની વિજેતા બની, તેમાં પણ તેઓ સુકાનીપદે હતા. 1972માં સંબંધિત વર્ષના યુરોપિયન ફૂટબૉલર તરીકે તેમની ગણના થઈ હતી. 1986માં તેઓ જર્મનીની ટીમના મૅનેજર બન્યા. તે પછી તેઓ બેયર્સ મ્યૂનિકના પ્રેસિડન્ટ તરીકે કામગીરી બજાવે છે.

મહેશ ચોકસી