બેકર, સૅમ્યુઅલ (સર)

January, 2000

બેકર, સૅમ્યુઅલ (સર) (જ. 1821, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1893) : અંગ્રેજ સાહસવીર. તેમણે નાઈલ નદીનાં મૂળ સ્થાનોની શોધ માટે સાહસપ્રવાસ ખેડ્યો અને 1864માં ગૉન્ડોકૉરો ખાતે સ્પેક તથા ગ્રાન્ટ સાથે ભેટો થયો. 1864માં નાઈલ નદી જેમાં આવી ભળે છે તે અંતરિયાળ દરિયા (inland sea) સુધી પહોંચ્યા અને તેને ‘ઍલ્બર્ટ ન્યાન્ઝા’ એવું નામ આપ્યું. 1866માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો.

મહેશ ચોકસી