૧૩.૦૬

બલરામદાસથી બહરામખાં

બસોલી

બસોલી : જુઓ ચિત્રકલા

વધુ વાંચો >

બસ્તર

બસ્તર  : મધ્ય ભારતના છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો. જે આ રાજ્યમાં વિસ્તારની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો જિલ્લો છે. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 19 10´ ઉ. અ. અને 81 95´ પૂ. રે. ઉપર આવેલો છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી 700 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની વાયવ્યે નારાયણપુર જિલ્લો, ઉત્તરે કોન્ડાગોન જિલ્લો,…

વધુ વાંચો >

બસ્તી

બસ્તી  (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26 23´   ઉ. અ.થી 27 30´ ઉ. અ. તેમજ 82 17´ પૂ. રે.થી 83 20´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 75 કિમી. અને પહોળાઈ પૂર્વ-પશ્ચિમ 70 કિમી. છે. આ જિલ્લાની પૂર્વે…

વધુ વાંચો >

બસ્તી

બસ્તી : જુઓ પંચકર્મ

વધુ વાંચો >

બહમની રાજ્ય

બહમની રાજ્ય (1347–1527) : ભારતમાં અલાઉદ્દીન બહમનશાહે દખ્ખણમાં સ્થાપેલું સ્વતંત્ર રાજ્ય. દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલુકની જુલમી નીતિ સામે દખ્ખણના અમીરોએ 1345માં બળવો કરી, શાહી સૈન્યને શિકસ્ત આપી દૌલતાબાદનો કિલ્લો કબજે કર્યો. તેમણે અફઘાન અમીર ઇસ્માઈલ મુખને દખ્ખણનો શાસક નીમ્યો. તેણે વધારે યોગ્યતા ધરાવતા અમીર હસનને સત્તા સોંપી. 1347માં તેને સુલતાન…

વધુ વાંચો >

બહમની સ્થાપત્યકલા

બહમની સ્થાપત્યકલા : 14મી–16મી સદી દરમિયાન દખ્ખણમાં બહમની સુલતાનોએ કરાવેલાં સ્થાપત્યોમાં પ્રગટ થયેલી ભારત અને વિદેશી કલાનું સમન્વિત રૂપ. બહમની રાજ્યો(ગુલબર્ગ, બિજાપુર, બીડર, દૌલતાબાદ)માં ઇજિપ્ત, ઈરાન તથા પશ્ચિમ એશિયાના દેશોમાંથી અનેક લોકો આવી વસ્યા હતા. તેમાં કેટલાક કારીગરો અને શિલ્પીઓ પણ હતા. તેમની મારફતે ઈરાન, ઇજિપ્ત, તુર્કસ્તાન વગેરે દેશોની કલા-પરંપરાઓ…

વધુ વાંચો >

બહરાઇચ

બહરાઇચ : ઉત્તરપ્રદેશ રાજ્યનો વિસ્તારની દૃષ્ટિએ ચોથા ક્રમે આવતો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27 58´ ઉ. અ. અને 81 59´ પૂ. રે.  પર આવેલો છે. તેમજ ઘાઘરા અને સરયૂ નદી વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે નેપાળ દેશની સીમા (નેપાળની સીમા સાથે જોડાયેલો છેલ્લો…

વધુ વાંચો >

બહરામખાં

બહરામખાં (જ. ?; અ. 1852) : ડાગર ઘરાણાની ધ્રુપદ સંગીતશૈલીના વિખ્યાત ગાયક. સંગીતની તાલીમ તેમણે પોતાના પિતા ઇમામબક્ષ તથા અન્ય કુટુંબીઓ પાસેથી મેળવી હતી. તેઓ સંસ્કૃત તથા હિંદી ભાષાના વિદ્વાન હોવાને કારણે તેમને ‘પંડિત’ની પદવી પ્રદાન થઈ હતી. સંગીતવિષયક અનેક સંસ્કૃત ગ્રંથોનું તેમણે અધ્યયન કર્યું હતું. તેઓ જયપુરનરેશ મહારાજા રામસિંગના…

વધુ વાંચો >

બલરામદાસ

Jan 6, 2000

બલરામદાસ (જ. 1470ના અરસામાં) : ઊડિયા ભાષાના પ્રસિદ્ધ ભક્તકવિ. સમગ્ર ભારતવર્ષમાં જ્યારે પંદરમી-સોળમી સદીમાં ભક્તિનો પ્રચંડ જુવાળ આવ્યો હતો ત્યારે ઓરિસામાં પણ ઉત્તમ ભક્ત કવિઓ પેદા થયા, જેમણે પરંપરાગત જાતિભેદનો વિરોધ કર્યો. બ્રાહ્મણોના અને એ સાથે સંસ્કૃતના આધિપત્યને અવગણી પોતાને નમ્રતાથી ‘શૂદ્ર’ કહી ‘દાસ’ (સેવક) અટકથી પોતાની સ્થાનિક ભાષામાં લખ્યું.…

વધુ વાંચો >

બલવાણી, હુંદરાજ

Jan 6, 2000

બલવાણી, હુંદરાજ (ડૉ.) [જ. 9 જાન્યુઆરી 1946, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી સિંધી–હિંદીમાં એમ.એ.; મુંબઈ યુનિવર્સિટીમાંથી સિંધી બાલસાહિત્યમાં પીએચ.ડી., ગુજરાત યુનિવર્સિટીમાંથી હિંદી–અંગ્રેજીમાં બી.એડ. અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે. તેમણે સાહિત્યની તમામ શાખાઓમાં લેખનકાર્ય કર્યું છે. સિંધીમાં બાળકોના માસિક…

વધુ વાંચો >

બલશ્રી ગૌતમી

Jan 6, 2000

બલશ્રી ગૌતમી : ઈસવી સનની બીજી સદીમાં સાતવાહન વંશના રાજા શાતકર્ણિની માતા. અનુ-મૌર્ય કાલમાં દક્ષિણાપથમાં સાતવાહનો(શાલિવાહનો)ની રાજસત્તા પ્રવર્તતી હતી. પહેલી સદીમાં ક્ષહરાત ક્ષત્રપોએ ગુજરાત, માળવા અને મહારાષ્ટ્રના પ્રદેશો પર પોતાની સત્તા જમાવી ત્યારે સાતવાહનોની સત્તા દક્ષિણી પ્રદેશો પૂરતી સીમિત થઈ ગઈ હતી; પરંતુ રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરાત વંશની સત્તાનો અંત…

વધુ વાંચો >

બલા (ખપાટ, ખરેટી, બળબીજ)

Jan 6, 2000

બલા (ખપાટ, ખરેટી, બળબીજ) : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sida cordifolia Linn. (સં. बला; ગુ. બલા, લાડુડી, મામા સુખડી, ખપાટ, બળ, કાંસકી; હિં. खिरैटी, वरियारा; મ. ચીકણી, લઘુચીકણા; બં. રવેતબેરેલા; અં. country-mallow) અને S. rhombifolia Linn. (મહાબલા) છે. આ વનસ્પતિ ભારતમાં ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં…

વધુ વાંચો >

બલાઝુરી

Jan 6, 2000

બલાઝુરી (જ. ?, બગદાદ; અ. આશરે 892) : અરબ ઇતિહાસકાર. મૂળ નામ અબુલ હસન એહમદ બિન યહ્યા બિન જાબિર બિન દાઊદ. તેમનાં બે પુસ્તકો : (1) ‘ફતવહલ બુલ્દાન’ અને (2) ‘અન્સાબુલ અશરાફ’ ભૂગોળ તથા ઇતિહાસના સંદર્ભમાં આધારભૂત ગ્રંથો ગણાય છે. મોટાભાગનું જીવન તેમણે બગદાદમાં વિતાવ્યું હતું. તેમના દાદા મિસરમાં અલ-ખસીબની…

વધુ વાંચો >

બલાલી સન

Jan 6, 2000

બલાલી સન : જુઓ સંવત

વધુ વાંચો >

બલિ

Jan 6, 2000

બલિ : ભારતીય પૌરાણિક પરંપરાનો પ્રસિદ્ધ દૈત્યરાજ. તે પ્રહલાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેની પત્નીનું નામ વિન્ધ્યાવલી હતું. ઉગ્ર તપસ્યા કરીને પ્રાપ્ત કરેલી શક્તિ વડે તેણે ઇંદ્રને પરાજિત કરી ત્રિલોક પર પ્રભુત્વ સ્થાપ્યું હતું અને એના ઉપલક્ષ્યમાં નર્મદાકાંઠે ભૃગુક્ષેત્રમાં અશ્વેમેધ યજ્ઞનું આયોજન કરી તે નિમિત્તે દાન દેવાનું શરૂ કર્યું.…

વધુ વાંચો >

બલિયા

Jan 6, 2000

બલિયા : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા પર બિહારની સરહદ નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 33´થી 26° 11´ ઉ. અ. અને 83° 38´થી 84° 39´ પૂ. રે. વચ્ચેનો 2,988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દેવરિયા જિલ્લો, ઈશાન, પૂર્વ અને…

વધુ વાંચો >

બલીપીઠમ્

Jan 6, 2000

બલીપીઠમ્ (1959) : તેલુગુ કૃતિ. સ્વાતંત્ર્યોત્તર કાળનાં તેલુગુ લેખિકા રંગનાથમ્માની સ્ત્રીઓની સમસ્યા અને પુરુષો સામેના વિદ્રોહનું એલાન કરતી આ નવલકથાને આંધ્રપ્રદેશની સરકાર તરફથી 1966માં પારિતોષિક માટે પસંદ કરવામાં આવી હતી. રંગનાથમ્મા પુરુષો સામે બંડ કરવા પ્રેરતી લેખિકા તરીકે જાણીતાં છે. એમની આ નવલકથામાં એક કન્યા આંતરજાતીય લગ્ન કરવા ઇચ્છે છે.…

વધુ વાંચો >

બલૂચ અલીખાન ઉસ્માનખાન

Jan 6, 2000

બલૂચ અલીખાન ઉસ્માનખાન : જુઓ શૂન્ય પાલનપુરી

વધુ વાંચો >