૧૨.૧૮
પ્રોટિસ્ટાથી પ્રૌઢાવસ્થા
પ્રોટિસ્ટા
પ્રોટિસ્ટા : સરળ દેહરચના ધરાવતા એકકોષી કે બહુકોષી પેશીરહિત સજીવોનો એક સમૂહ. જર્મન પ્રાણીવિજ્ઞાની હેકલે (1866) તેને ‘સૃષ્ટિ’નો દરજ્જો આપ્યો. એક વર્ગીકરણ પ્રમાણે આદિકોષકેન્દ્રી (prokaryotic) સજીવોને નિમ્ન પ્રોટિસ્ટામાં અને સુકોષકેન્દ્રી (eukaryotic) પ્રોટિસ્ટાને ઉચ્ચ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા. આ વર્ગીકરણ-પદ્ધતિ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે : સૃષ્ટિ : પ્રોટિસ્ટા; ઉપસૃષ્ટિ : નિમ્નપ્રોટિસ્ટા;…
વધુ વાંચો >પ્રોટીન
પ્રોટીન કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન તથા સામાન્યત: સલ્ફર ધરાવતા સંકીર્ણ ઉચ્ચ બહુલકો. (કેટલાંક પ્રોટીનમાં Fe, P જેવાં તત્વો પણ હોય છે.) પેપ્ટાઇડ સમૂહ (-CO-NH-) દ્વારા ઍમિનોઍસિડ એકબીજા સાથે જોડાઈને જે શૃંખલા બનાવે છે તેને પ્રોટીન બહુલક કહે છે. જીવંત પ્રાણીઓમાંનો આ મૂળભૂત એકમ (discrete entity) છે. તેનું નામ ગ્રીક શબ્દ ‘પ્રોટીઓસ’…
વધુ વાંચો >પ્રોટીન (આયુર્વિજ્ઞાન)
પ્રોટીન (આયુર્વિજ્ઞાન) : નાઇટ્રોજન તત્વવાળું મહત્વનું પોષણ ઘટક. તેને નત્રલ (protein) પણ કહે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, પાણી, વિટામિન, સ્વલ્પ (trace) તત્વો અને સ્વત્વ ધાતુઓ પોષણનાં મહત્વનાં વિવિધ ઘટકો બનાવે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી અને પ્રોટીન સેન્દ્રિય (organic) દ્રવ્યો છે. તેમાં ઑક્સિજન, કાર્બન અને હાઇડ્રોજનનાં તત્વો હોય છે. પ્રોટીનમાં…
વધુ વાંચો >પ્રોટીનમૂત્રમેહ (proteinuria)
પ્રોટીનમૂત્રમેહ (proteinuria) : પેશાબમાં પ્રોટીનનું વહી જવું તે. તે મોટાભાગના કિસ્સામાં મૂત્રપિંડનો કોઈ વિકાર સૂચવે છે. ઘણી વખતે મૂત્રપિંડના કોઈ વિકારનું તે એકમાત્ર ચિહ્ન હોય છે. સામાન્ય રીતે, પેશાબમાં રોજનું 150 મિગ્રા. જેટલું પ્રોટીન વહી જતું હોય છે. તેમાં મોટાભાગનું આલ્બ્યુમિન પ્રકારનું પ્રોટીન હોય છે. જોકે થોડા પ્રમાણમાં તેની સાથે…
વધુ વાંચો >પ્રોટીન-સંશ્લેષણ
પ્રોટીન-સંશ્લેષણ : m-RNAના નિયમનને આધીન કોષોમાં થતું પૉલિપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ. આમ તો પેશીઓના ભાગ રૂપે આવેલાં પ્રોટીનો ઉપરાંત ચયાપચયી પ્રક્રિયા માટે તેની જરૂરિયાત પ્રમાણે નિર્માણ થતા ઉત્સેચક જેવાં પ્રોટીનો સંકીર્ણ સ્વરૂપનાં હોય છે. સામાન્યપણે અનેક પૉલિપેપ્ટાઇડની શૃંખલાઓ ઉપરાંત જીવરસમાં આવેલ કાર્બોદિતો, લિપિડો, ખનિજ રસાયણો સાથે સંયોજાતા કોષરસમાં સંકીર્ણ સ્વરૂપનાં પ્રોટીનો…
વધુ વાંચો >પ્રોટીન, સીરમ સપાટી
પ્રોટીન, સીરમ સપાટી : રુધિરરસમાં પ્રોટીન(નત્રલ)ની સપાટીની જાણકારી. લોહીના પ્રવાહી ભાગને રુધિરપ્રરસ (blood plasma) કહે છે. ગઠ્ઠા રૂપે જામી ગયેલા લોહીમાંથી જે પ્રવાહી છૂટું પડે છે તેને રુધિરરસ (blood serum) કહે છે. તેથી રુધિરરસમાં લોહીને ગંઠાવનારાં પ્રોટીનો હોતાં નથી. રુધિરરસમાંના પ્રોટીનની સપાટી જાણવાથી ઘણી વખત દર્દીની પોષણલક્ષી સ્થિતિ, યકૃત(liver)ના રોગોની…
વધુ વાંચો >પ્રોટૅક્ટિનિયમ
પ્રોટૅક્ટિનિયમ : આવર્ત કોષ્ટકના III ब સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી રાસાયણિક તત્વ. સંજ્ઞા Pa; પરમાણુક્રમાંક 91; પરમાણુભાર 231.0359. આ ધાતુ કુદરતમાં રેડિયમ કરતાં પણ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય છે. કુદરતી વિપુલતા 0.87 × 10–6 ppm. યુરેનિયમની સઘળી ખનિજોમાં તે હોય છે અને એક ટન ખનિજમાંથી આશરે 0.34 ગ્રા. Pa મળે છે.…
વધુ વાંચો >પ્રૉટેસ્ટન્ટ
પ્રૉટેસ્ટન્ટ : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ઈ. સ.ની સોળમી સદીમાં પશ્ચિમના ખ્રિસ્તી ધર્મમાં માર્ટિન લ્યૂથર(1483–1546)ની રાહબરી હેઠળ એક ધાર્મિક ક્રાંતિ થઈ, જેને કારણે ખ્રિસ્તી ધર્મની ત્રણ મુખ્ય શાખાઓમાંની જે એક શાખા અસ્તિત્વમાં આવી, તેનું નામ પ્રૉટેસ્ટન્ટ. આ સંપ્રદાય રોમના ખ્રિસ્તી ધર્મથી તબક્કાવાર અલગ થઈ ગયો. ખ્રિસ્તી ધર્મસંઘ અને વિશેષ કરીને…
વધુ વાંચો >પ્રોટૉન (Proton)
પ્રોટૉન (Proton) : ધન વિદ્યુતભારિત મૂળભૂત કણ. તે હાઇડ્રોજન પરમાણુની ન્યૂક્લિયસ છે. ઉપરાંત તે તમામ ન્યૂક્લિયસનો અંગભૂત કણ છે. હાઇડ્રોજન પરમાણુની ન્યૂક્લિયસમાં પ્રોટૉન અને તેની આસપાસ ઇલેક્ટ્રૉન ભ્રમણ કરતો હોય છે. પ્રોટૉન ઇલેક્ટ્રૉન કરતાં આશરે 1,837ગણો વધારે ભારે હોય છે. આથી હાઇડ્રોજન પરમાણુનું દળ પ્રોટૉનને કારણે હોય છે એમ કહી…
વધુ વાંચો >પ્રોટૉન-ક્ષય (proton decay)
પ્રોટૉન-ક્ષય (proton decay) : પ્રોટૉન(P)નું વિભંજન થઈ પૉઝિટ્રૉન (e+) અને વિદ્યુત-તટસ્થ પાયૉન(πo)માં રૂપાંતર થવાની ઘટના. P → e+ + π0 અહીં પૉઝિટ્રૉન ઇલેક્ટ્રૉનનો પ્રતિકણ (antiparticle) છે; પાયૉન (πo) એટલે કે પાઇ-મેસૉન (pimeson-pion) ઇલેક્ટ્રૉન કરતાં ભારે અને પ્રોટૉન કરતાં હલકો એવો વિદ્યુતતટસ્થ કણ છે. મહાએકીકૃત સિદ્ધાંત(grand unification theory –GUT)ને આધારે પ્રોટૉન-ક્ષયની આગાહી…
વધુ વાંચો >પ્રોટૉનમંડળ (protonosphere)
પ્રોટૉનમંડળ (protonosphere) : પૃથ્વીના ઉચ્ચતર વાતાવરણનો વિસ્તાર જેના મુખ્ય ઘટકોમાં હાઇડ્રોજનના (તટસ્થ) પરમાણુ અને પ્રોટૉન (હાઇડ્રોજનના આયન) હોય છે; અને જેને આયનમંડળનો સૌથી બહારનો વિસ્તાર પણ ગણી શકાય. 100 કિમી. ઊંચાઈ સુધીના વાતાવરણના સૌથી નીચેના સમમંડળ(homosphere)માં વિક્ષોભને લીધે વાતાવરણના ઘટકોનું સતત મિશ્રણ થતું હોય છે, જ્યારે 100 કિમી.થી ઉપર વિષમમંડળ(heterosphere)માં…
વધુ વાંચો >પ્રોત્સાહન-વેતન
પ્રોત્સાહન-વેતન : કામદારો/કર્મચારીઓએ સ્વપ્રયત્નથી પોતાની વધારેલી કાર્યક્ષમતા માટે તેમને ધંધાકીય એકમો દ્વારા આપવામાં આવતો નાણાકીય પુરસ્કાર. જુદી જુદી વેતનપ્રથાઓ અસ્તિત્વમાં હોવા છતાં કામદારોને કાર્યદક્ષ બનાવવા માટે તેમને પ્રોત્સાહન-વેતન આપવાની યોજના કેટલાક ધંધાકીય એકમો કાર્યાન્વિત કરે છે. જો કોઈ કામદાર નિશ્ચિત કરેલા લઘુતમ એકમો કરતાં વધારે એકમોનું ઉત્પાદન કરે તો ઠરાવેલા…
વધુ વાંચો >પ્રોથ્રૉમ્બિનકાળ
પ્રોથ્રૉમ્બિનકાળ : વિટામિન ‘કે’ સાથે સંબંધિત લોહીને ગંઠાવનારા ઘટકોની કાર્યક્ષમતા જાણવાની કસોટી. સામાન્ય માણસમાં તે 10થી 14 સેકન્ડનો હોય છે. જુદા જુદા 13 પ્રકારનાં પ્રોટીનો લોહીના ગંઠાવાની ક્રિયામાં સક્રિય હોય છે. તેમને રુધિરગંઠક ઘટકો અથવા રુધિરગઠનકારી ઘટકો (blood clotting factors) કહે છે. તેમાંના કેટલાક ઘટકો માટે વિટામિન ‘કે’ની જરૂરિયાત હોય…
વધુ વાંચો >પ્રોદાતુર
પ્રોદાતુર : આંધ્રપ્રદેશ રાજ્યના કડાપ્પા જિલ્લામં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 14 44´ ઉ. અ. અને 78 33´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની નજીક પેન્ના નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તે સમુદ્ર સપાટીથી 158 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર કડાપ્પા જિલ્લાનું વસ્તીની દૃષ્ટિએ દ્વિતીય ક્રમે આવતું…
વધુ વાંચો >પ્રોપર્શિયસ, સેકસ્ટસ
પ્રોપર્શિયસ સેકસ્ટસ [જ. આશરે ઈ. પૂ. 50, ઍસિસિયમ (ઍસિસી), અમ્બ્રિઆ; અ. આશરે ઈ. પૂ. 16] : પ્રાચીન રોમના લૅટિન કવિ. શોક-કાવ્ય(elegies)ના રચયિતા. તેમના જીવન વિશેની માહિતી તેમનાં કાવ્યો અને તેમના પછીના લૅટિન લેખકોનાં લખાણોમાં છૂટાછવાયા સંદર્ભોમાંથી મળી આવે છે. પિતાના મૃત્યુ બાદ ઈ. પૂ. 41માં તેમની મોટાભાગની મિલકત ટાંચમાં લેવાઈ…
વધુ વાંચો >પ્રોપિલાઇટીકરણ (propylitisation)
પ્રોપિલાઇટીકરણ (propylitisation) : ઉષ્ણજળજન્ય દ્રાવણો (hydrothermal solutions) દ્વારા અગ્નિકૃત ખડકમાં થતી પરિવર્તન-પ્રક્રિયા. મુખ્યત્વે મધ્યમ કે બેઝિક બંધારણવાળા સૂક્ષ્મ દાણાદાર અગ્નિકૃત ખડક (દા.ત., એન્ડેસાઇટ) પર જ્વાળામુખીના પ્રસ્ફુટન દરમિયાન છૂટતું કાર્બોનેટજન્ય ઉષ્ણ જળ પ્રક્રિયા કરે ત્યારે કણશ: વિસ્થાપન થાય છે અને આ પ્રકારના ખડકો પરિવર્તન પામે છે. તેમાં રહેલાં અસરગ્રાહ્ય મૂળ ખનિજો…
વધુ વાંચો >પ્રોપેન
પ્રોપેન : આલ્કેન શ્રેણીના હાઇડ્રોકાર્બનોમાંનો ત્રીજો ઘટક. અણુસૂત્ર C3H8; તેનો અણુભાર 44.09; ઉ.બિં., –42.1° સે., ગ.બિં., –190° સે. અને પ્રજ્વલનાંક (flash point) –105° સે. છે. ઇથર અને આલ્કોહોલમાં તે દ્રાવ્ય છે, જ્યારે પાણીમાં તે અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. તે એક શ્વાસરોધક (asphyxiant) રંગવિહીન વાયુ છે. પ્રાકૃતિક વાયુ અને પેટ્રોલિયમમાંથી તે…
વધુ વાંચો >પ્રોમીથિયમ
પ્રોમીથિયમ : લૅન્થેનાઇડ દુર્લભ મૃદા (rare earth) શ્રેણીનું અનુપસ્થિત રાસાયણિક તત્વ. સંજ્ઞા Pm. માનવજાતના લાભાર્થે પવિત્ર અગ્નિ પૃથ્વી ઉપર લાવનાર ગ્રીક દેવતા પ્રોમીથિયસના નામ ઉપરથી આ તત્વનું નામ પ્રોમીથિયમ પાડવામાં આવ્યું છે. તે આવર્તકોષ્ટકના IIIb સમૂહનાં સંક્રાંતિક તત્વોની એકમાત્ર આંતરિક સંક્રાંતિક (inner transition) ધાતુ છે. તે કુદરતમાં મળી આવતું નથી.…
વધુ વાંચો >પ્રૉવિડન્સ
પ્રૉવિડન્સ : યુ.એસ.ના ઈશાન ભાગમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા ‘રહોડ આઇલૅન્ડ’ રાજ્યનું પાટનગર. ભૌ. સ્થાન. 41° 49´ ઉ. અ. અને 71° 24´ પૂ. રે. તે નૅરાગનસેટ ઉપસાગરના શિરોભાગ પરની પ્રૉવિડન્સ નદીના કાંઠા પરનું એક કાર્યરત બંદર પણ છે. વધુમાં તે રહોડ આઇલૅન્ડ રાજ્યનું મહત્ત્વનું ઔદ્યોગિક, વાણિજ્યિક અને સાંસ્કૃતિક મથક…
વધુ વાંચો >પ્રોસેસિંગ ઉદ્યોગો
પ્રોસેસિંગ ઉદ્યોગો : જુઓ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ
વધુ વાંચો >