પ્રોદાતુર : આંધ્રપ્રદેશ રાજ્યના કડાપ્પા જિલ્લામાં આવેલું નગર. ભૌ.  સ્થાન : 14° 44’ ઉ. અ. અને 78° 33’ પૂ. રે. તે કડાપ્પાથી વાયવ્યમાં તથા ગુંટકલથી અગ્નિ દિશામાં પેન્નર નદીને કાંઠે વસેલું છે. આ નગર તાલુકામથક પણ છે. 1991 મુજબ તેની વસ્તી 1,33,860 જેટલી નોંધાયેલી છે.

ગિરીશભાઈ પંડ્યા