૧૧.૦૬

પાટકર, મેધાથી પાદાંગુલિ વિકૃતિ (talipes), જન્મજાત

પાટકર મેધા

પાટકર, મેધા (જ. 1 ડિસેમ્બર 1954, મુંબઈ) : રાજકીય કાર્યકર અને નર્મદા-વિરોધી આંદોલનનાં અગ્રણી નેત્રી. પિતા વસંત ખાનોલકર હિંદ મજદૂર સભાના નેતા હતા અને ભારતના સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતા ઇન્દુમતી પોસ્ટ અને ટેલિગ્રાફ-વિભાગમાં કામ કરતાં પોસ્ટમાસ્ટર બનેલાં. સામાજિક કાર્યકર તરીકે તેમણે ઠીક ઠીક કામ કર્યું હતું. તેમણે શાલેય અને કૉલેજશિક્ષણ મુંબઈમાં…

વધુ વાંચો >

પાટણ

પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું મુખ્યમથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. ભૌ. સ્થાન : 23o 50′ ઉ. અ. અને 72o 07′ પૂ. રે. મહેસાણાથી તે વાયવ્યમાં 57 કિમી., સિદ્ધપુરથી અને ઊંઝાથી પશ્ચિમ તરફ અનુક્રમે 29 કિમી. અને 26 કિમી., અંતરે આવેલું છે. તે ખંભાતના…

વધુ વાંચો >

પાટલિપુત્ર

પાટલિપુત્ર : મગધનું પ્રાચીન પાટનગર. તે વૈશાલીના વજ્જીઓ(વૃજ્જીઓ)ના આક્રમણ સામે રક્ષણ કરવા ગૌતમ બુદ્ધના સમકાલીન મગધનરેશ અજાતશત્રુના અમાત્ય વસ્સકારે ઈ. પૂ. 480ના અરસામાં ગંગા-શોણ નદીના સંગમ પર બંધાવેલું. પ્રાચીન પાટનગર ગિરિવ્રજ-રાજગૃહ હતું, પરંતુ અજાતશત્રુના પૌત્ર ઉદયાશ્વે પાટનગર પાટલિપુત્રમાં ખસેડ્યું. પાટલિપુત્ર ‘કુસુમપુર’ ને ‘પુષ્પપુર’ પણ કહેવાતું. ‘પાટલિપુત્ર’માં પાટલિવૃક્ષનો ખાસ મહિમા હતો.…

વધુ વાંચો >

પાટીલ નાના

પાટીલ, નાના (જ. 3 ઑગસ્ટ 1900, યેડે મચિન્દ્ર, જિ. સાંગલી; અ. 6 ડિસેમ્બર 1976, મિરજ) : ‘ગ્રામ રાજ્ય’ની ધારણાને અમલમાં મૂકનાર મહારાષ્ટ્રના અગ્રણી દેશભક્ત તથા ક્રાંતિકારી નેતા. એક ગરીબ મરાઠા કુટુંબમાં જન્મ. માતાપિતા વારકરી પંથના. તેમનો ઉછેર ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં થયો હતો. 16 વર્ષની વયે પ્રાથમિક શાળાંત પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

પાટીલ પ્રતિભા

પાટીલ, પ્રતિભા (જ. 19 ડિસેમ્બર 1934, જળગાંવ, ખાનદેશ પ્રદેશ, મહારાષ્ટ્ર) : ભારતીય પ્રજાસત્તાકનાં 13મા અને સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બનીને બંને રીતે તેમણે ઇતિહાસ સર્જ્યો છે. તે પૂર્વે તેઓ રાજસ્થાનનાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. પ્રાથમિક, માધ્યમિક અને એમ.એ. સુધીનું શિક્ષણ મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં આવેલ જળગાંવ ખાતે. ત્યારબાદ…

વધુ વાંચો >

પાટીલ ભાઉરાવ પાયગૌંડા

પાટીલ, ભાઉરાવ પાયગૌંડા (જ. 1 સપ્ટેમ્બર 1887, કુંભોજ, જિ. કોલ્હાપુર; અ. 1 મે 1959, પુણે) : શિક્ષણપ્રસારક અને સમાજસુધારક. તેમણે સાંગલી જિલ્લાના ઐતવડે બુદ્રુક ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી કોલ્હાપુરમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંના રાજા શાહુ મહારાજના પ્રભાવ હેઠળ તેમણે સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો. એ અરસામાં 7મા…

વધુ વાંચો >

પાટીલ રાઘવેન્દ્ર

પાટીલ, રાઘવેન્દ્ર (જ. 1951, બેટાગેરી, જિ. બેલગામ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તેરુ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પ્રાણીવિજ્ઞાનમાં એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1973માં તેઓ અનાથ સેવાશ્રમ ટ્રસ્ટ પ્રિ. યુનિવર્સિટી કૉલેજ, મલ્લાડિહલ્લીમાં અધ્યાપક તરીકે જોડાયા અને ત્યાં (2008)માં પ્રિન્સિપાલ તરીકે જોડાયેલા…

વધુ વાંચો >

પાટીલ વસંતરાવ

પાટીલ, વસંતરાવ (જ. 13 નવેમ્બર 1917, કોલ્હાપુર; અ. 1 માર્ચ 1989, કોલ્હાપુર) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી રાજકીય નેતા. ‘વસંતદાદા’ નામથી લાડીલા બનેલા આ નેતાનો જન્મ ખેડૂત કુટુંબમાં થયેલો. પિતાનું નામ બંડૂજી અને માતાનું નામ રુક્મિણીબાઈ. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ. 1937માં રાજકારણમાં પ્રવેશ. મહાત્મા ગાંધીની હાકલ પર 1940ના…

વધુ વાંચો >

પાટીલ વિશ્વાસ મહિપાલ

પાટીલ, વિશ્વાસ મહિપાલ (જ. 28 નવેમ્બર 1959, નેર્લે, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : ખ્યાતનામ મરાઠી નવલકથાકાર. મરાઠીની તેમની જાણીતી નવલકથા ‘ઝાડાઝડતી’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ નેર્લેમાં અને માધ્યમિક શિક્ષણ કોક્રુડમાં. શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુરમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવીઓ મેળવ્યા પછી રાજ્ય મુલકી સેવાની પરીક્ષા…

વધુ વાંચો >

પાટીલ સદોબા કન્હોબા

પાટીલ, સદોબા કન્હોબા (જ. 14 ઑગસ્ટ 1900, માલવણ, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 જૂન 1981, મુંબઈ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. મહારાષ્ટ્ર રાજ્યને કૉંગ્રેસનો ગઢ બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. પિતા પોલીસ અમલદાર હતા. કૉલેજકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ યુવાનોને અસહકારની…

વધુ વાંચો >

પાઠક હીરાબહેન રામનારાયણ

Jan 6, 1999

પાઠક, હીરાબહેન રામનારાયણ (જ. 12 એપ્રિલ 1916, મુંબઈ; અ. 15 સપ્ટેમ્બર 1995, મુંબઈ) : ગુજરાતી લેખિકા અને વિવેચક. હીરાબહેન ‘પાઠક’ થયાં એ પહેલાં હીરા કલ્યાણરાય મહેતા હતાં. 1945માં તેમણે રામનારાયણ વિ. પાઠક સાથે લગ્ન કર્યું. તેઓ પાઠકસાહેબનાં વિદ્યાર્થિની હતાં. પાઠકસાહેબના આ દ્વિતીય લગ્ને ઘણી ચકચાર જગાવેલી. પ્રાથમિક શિક્ષણ તેમણે મુંબઈની…

વધુ વાંચો >

પાઠું (carbuncle)

Jan 6, 1999

પાઠું (carbuncle) : મોટાભાગે ડોકના પાછલા ભાગમાં થતું ગૂમડું. તે લાલ ચામડીવાળું, કઠણ અને દુખાવો કરતું હોય છે. સ્ટેફાયલોકૉકસ પ્રકારના જીવાણુ(bacteria)થી થતો ચેપ આમાં કારણભૂત હોય છે. તે જીવાણુથી ચામડીની નીચેની પેશીનો નાશ (gangrene) કરે છે. સામાન્ય રીતે તે 40 વર્ષથી ઉપરના મધુપ્રમેહવાળા પુરુષોમાં જોવા મળે છે. જો યોગ્ય ઍન્ટિબાયૉટિક…

વધુ વાંચો >

પાડગાંવકર મંગેશ

Jan 6, 1999

પાડગાંવકર, મંગેશ (જ. 10 માર્ચ 1929, વેંગુર્લા; અ. 29 ડિસેમ્બર 2015, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લા ખાતે અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા 1956માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પસાર કરી અને તર્ખડકર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1958માં તે જ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં…

વધુ વાંચો >

પાણકંદો

Jan 6, 1999

પાણકંદો : એકદળી (લીલીઓપ્સીડા) વર્ગમાં આવેલા લીલીએસી-(લસુનાદિ)ની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Urginea indica (Roxb.) Kunth (સં. કોલકંદ, વનપલાંડુ, પટાલુ; હિં. જંગલી પ્યાઝ, રાનકાંદા, કોલકાંદા; બ. વનપિયાજ; મ. રાનકાંદા; ગુ. જંગલી કાંદો, પાણકાંદો, કોળકંદ; તા. નારીવગયામ્; તે અદાવિતેલગડા, નાક્કાવુલ્લી ગડ્ડા; મલ. કટ્ટુલ્લી; કટુતિક્ત; ક. આદાઇરીરુલ્લી, બનપ્રાણ; અ. ઉન્મુલ; ફા. પિયાજ…

વધુ વાંચો >

પાણકુંભો (જળશૃંખલા)

Jan 6, 1999

પાણકુંભો (જળશૃંખલા) : એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા એરેસી (સૂરણાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pstia stratiotes Linn. (સં. જલકુમ્ભિકા, વારિપર્ણો, હિં. જલકુમ્ભી; બં. ટાકાપાના; મ. પ્રાશની, પાણકુંભી, ગોંડાલી, સેડવેલ, શેર્વળ; ગુ. પાણકુંભો, જળશૃંખલા; તા. આગમાતમારાઈ; તે. આનેટેરીટામાર; મલ. કુટાપાયલ, મુટ્ટાપાયલ; ક. આંતરાગંગે; ઉ. બોરાઝાંઝી; અં. વૉટર લેટિસ, ટ્રૉપિકલ ડકવીડ) છે.…

વધુ વાંચો >

પાણિગ્રહી સંયુક્તા

Jan 6, 1999

પાણિગ્રહી, સંયુક્તા (જ. 24 ઑગસ્ટ 1944, બિશમપુર, ઓરિસા; અ. 24 જૂન 1997, ભુવનેશ્વર) : ઓડિસી નૃત્યશૈલીને ભારતની શાસ્ત્રીય નૃત્યશૈલીઓમાં માનવંતું સ્થાન અપાવનાર નૃત્યાંગના. પિતાનું નામ અભિરામ મિશ્રા અને માતાનું નામ શકુન્તલા. શિક્ષણ સિનિયર કેમ્બ્રિજ સુધી. બાળપણમાં ઓડિસીની પ્રારંભિક તાલીમ લીધા પછી વિખ્યાત નૃત્યકલાગુરુ રુક્મિણીદેવી ઍરુંડેલના ચેન્નઈ ખાતેના કલાક્ષેત્રમાં ભરતનાટ્યમ્ની વિશેષ…

વધુ વાંચો >

પાણિનિ (ઈ. પૂ. ચોથી સદી)

Jan 6, 1999

પાણિનિ (ઈ. પૂ. ચોથી સદી) : સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી. પાણિનિ શલાતુર (હાલનું લાહોર) ગામમાં જન્મ્યા હોવાથી ‘શાલાતુરીય’ એવા નામે ઓળખાય છે. તેમની માતાનું નામ દાક્ષી હતું. ‘મહાભાષ્ય- પ્રદીપ’ ટીકાના લેખક કૈયટના મત મુજબ તેમના દાદાનું નામ ‘પણિન્’ અને તેમના પિતાનું નામ ‘પાણિન્’ હોવાથી તેમનું નામ ‘પાણિનિ’ પડેલું. ‘આહિક’ અને…

વધુ વાંચો >

પાણિનીય પ્રદ્યોતમ્ (1955)

Jan 6, 1999

પાણિનીય પ્રદ્યોતમ્ (1955) : મલયાળમ લેખક આઇ. સી. ચાકો (1876-1966) કૃત અભ્યાસગ્રંથ. ‘પાણિનીય પ્રદ્યોતમ્’ (પાણિનિકૃત ગ્રંથ વિશે પ્રકાશ) એ પાણિનિએ સ્થાપેલી સંસ્કૃત વ્યાકરણ-પદ્ધતિ વિશે મલયાળમમાં લખાયેલો સર્વપ્રથમ અભ્યાસપૂર્ણ ગ્રંથ છે. લેખક પોતે સંસ્કૃત વ્યાકરણના પારંગત વિદ્વાન છે અને વૈજ્ઞાનિક વલણ ધરાવે છે. તેમનો પ્રાચીન વ્યાકરણ-પદ્ધતિ પરત્વેનો અભિગમ નવીન અને મૌલિક…

વધુ વાંચો >

પાણિપત

Jan 6, 1999

પાણિપત : દિલ્હીની ઉત્તરે આવેલ ઐતિહાસિક યુદ્ધમેદાન. વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના પાણિપત જિલ્લાનું એક નગર. તે દિલ્હીથી ઉત્તરે આશરે 80 કિમી. અંતરે જમના નદીના ખુલ્લા મેદાનમાં, ઉત્તરપ્રદેશ અને હરિયાણાની રાજ્ય-સરહદની નજીક પશ્ચિમ તરફ આવેલું છે. ભૌગોલિક સ્થાન : 29º23′ ઉ. અ. અને 76o 58′ પૂ. રે. આ નગરમાં સુતરાઉ…

વધુ વાંચો >

પાણી

Jan 6, 1999

પાણી પૃથ્વી ઉપરનું સૌથી વધુ અગત્યનું અને જીવન-આવશ્યક પ્રવાહી. હિન્દુ માન્યતા પ્રમાણે પાણી પંચમહાભૂતો પૈકીનું એક તત્વ છે. ભારતીય પુરાણો મુજબ સૌપ્રથમ જળ ઉત્પન્ન થયું અને તેમાંથી આખી સૃષ્ટિ ઉદભવી. પૃથ્વી પર આવેલાં મહાસાગરો (oceans), સમુદ્રો (seas), નદીઓ, સરોવરો, બરફ, ભૂગર્ભજળ (~4,000 મી. ઊંડાઈ સુધીનું) વગેરેમાં સમાયેલા પાણીને પૃથ્વીનું જલાવરણ…

વધુ વાંચો >