ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
દવે, સોમનાથ પ્રભાશંકર
દવે, સોમનાથ પ્રભાશંકર (જ. 18 ઑક્ટોબર 1906, રાણપુર; અ. 5 જાન્યુઆરી 1959, મુંબઈ) : ગુજરાતના મજૂર સંગઠન મજૂર મહાજનના ગાંધીવાદી કાર્યકર. વિ. સં. 1963ના બેસતા વર્ષના દિવસે નબળા દેહ સાથે જન્મ. સૌની ચિંતા દૂર કરતાં મોટાબાપા નારણજીએ તેમના વિશે ઊજળી ભવિષ્યવાણી ભાખેલી. તેમનું બાળપણ વિકટ સંજોગોમાં પસાર થયું. માતા મરકીનો…
વધુ વાંચો >દવે, હરીન્દ્ર જયંતીલાલ
દવે, હરીન્દ્ર જયંતીલાલ (જ. 19 સપ્ટેમ્બર 1930, ખંભરા, કચ્છ; અ. 29 માર્ચ 1995, મુંબઈ) : ગુજરાતના અગ્રણી કવિ અને નવલકથાકાર. માતા સવિતાબહેન. ભાવનગરથી 1947માં મૅટ્રિક, મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. (1951) અને એમ.એ. (1961). દરમિયાન, 1951થી 1962 ‘જનશક્તિ’ના ઉપતંત્રી. 1962થી 1968 ‘સમર્પણ’ના સંપાદક. 1968થી 1973 યુસિસ(મુંબઈ)માં ગુજરાતી વિભાગના તંત્રી.…
વધુ વાંચો >દવે, હંસા
દવે, હંસા (જ. 18 જાન્યુઆરી 1946, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ જિતેન્દ્રલાલ અને માતાનું નામ યમુનાબહેન. શૈશવમાં બાળમંદિરની પ્રાર્થનાથી એમની સંગીતયાત્રાનો આરંભ થયો. નાગર-પરિવારમાં ઉછેર હોવાને કારણે સંગીત પ્રત્યે બાળપણથી જ લગાવ ધરાવતાં આ ગાયિકાએ પદ્ધતિસરનો સંગીત-અભ્યાસ મોડો મોડો કર્યો. અમદાવાદની સુગમ સંગીતની જાણીતી સંસ્થા ‘શ્રુતિ’ના…
વધુ વાંચો >દશકુમારચરિત
દશકુમારચરિત : સંસ્કૃત કથા. કથા કે આખ્યાયિકાના ચુસ્ત માળખામાં ન બંધાતી, ગદ્યકાર દંડીની આ રચના છે. શાસ્ત્રગ્રંથ ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીએ, પ્રો. આપ્ટે નિર્દેશે છે તેમ, ઈ. સ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો હશે. તેમાં માલવ પ્રદેશના રાજવી માનસાર સાથેના યુદ્ધમાં રાજહંસ હારી ગયો. તેની આપન્નસત્વા રાણીને વિંધ્યવનમાં મોકલી દેવાઈ.…
વધુ વાંચો >દશ-દ્વાર
દશ-દ્વાર : મનુષ્ય શરીરનાં દશ છિદ્રો. મુખનું એક છિદ્ર, નાસિકાનાં બે છિદ્રો, બે આંખો, બે કાન, એક પાયુ(ગુદા)નું છિદ્ર, એક ઉપસ્થનું છિદ્ર અને એક મસ્તક પરની મધ્યનું બ્રહ્મરંધ્ર. આ દશ દ્વારોને ‘પિંડસ્થદ્વાર’ કહેવામાં આવે છે. સંત સાહિત્યમાં જ્યાં એક મહેલને દસ દરવાજાનો ઉલ્લેખ કરે છે તેનું તાત્પર્ય પણ આ શરીરના…
વધુ વાંચો >દશમ ગ્રંથ
દશમ ગ્રંથ : શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદસિંહજીની પ્રસિદ્ધ કાવ્યરચનાઓનો ગ્રંથ, જેના કેટલાક ભાગમાં ગુરુજીના દરબારી કવિઓની રચનાઓ પણ છે. ગુરુજીની પોતાની જે રચનાઓ છે, તેના ઉપર ‘શ્રી મુખ્યવાક્ પાતશાહી 10મીં’ લખેલ છે. અવતારો અને દેવીઓના વિષયની રચનાઓ, યુદ્ધવિષયક કાવ્યરચનાઓ તથા ‘સ્ત્રીચરિત્ર’વાળા ભાગો દરબારી કવિઓના છે. આ ગ્રંથ ગુરુમુખી…
વધુ વાંચો >દશમ સ્કંધ
દશમ સ્કંધ : શ્રીમદભાગવતના દશમ સ્કંધ પરથી મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલ કાવ્યગ્રંથ. મધ્યકાળના ગુજરાતી સાહિત્ય ઉપર શ્રીમદભાગવતની અસર પ્રબળ રૂપે જોવા મળે છે. એમાંયે તેના દશમ સ્કંધની તો કવિઓને લગની જ લાગેલી હોય એમ જણાય છે. કૃષ્ણની બાળલીલા, જસોદાનાં હાલરડાં, દાણ અને રાસલીલા, રાધા–કૃષ્ણનાં રૂસણાં અને મનામણાં વગેરેનું કાવ્યોમાં જે નિરૂપણ…
વધુ વાંચો >દશમૂલ ક્વાથ
દશમૂલ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. શાલિપર્ણી, પૃશ્નિપર્ણી, ઊભી ભોરીંગણી, બેઠી ભોરીંગણી, ગોખરુ, બીલી, અરણિ, શ્યોનાક, કાળીપાટ તથા ગંભારી એ દશ ઔષધિઓનાં મૂળ પાણીથી ધોઈ સાફ કરી સૂકવી, ખાંડણીદસ્તા વડે ખાંડીને અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકામાંથી 25 ગ્રામ જેટલો ભૂકો લઈ તેમાં 16 ગણું પાણી નાખી ઉકાળવામાં આવે…
વધુ વાંચો >દશરથ રાજા
દશરથ રાજા : પ્રાચીન ભારતના પ્રતાપી સૂર્યવંશી રાજા. સૂર્યથી ઉત્પન્ન થયેલા વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુના નામ પરથી ‘ઇક્ષ્વાકુ વંશ’ પ્રચલિત થયો. તે પ્રથમ એવો સૂર્યવંશી રાજા હતો, જેણે અયોધ્યામાં શાસન કર્યું. આ ઇક્ષ્વાકુના કુળમાં દિલીપ રાજા પછી રઘુ નામે પ્રતાપી રાજા થયો અને તે વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. રઘુનો…
વધુ વાંચો >દશરૂપક
દશરૂપક : દશમી સદીના અંતભાગમાં ધનંજયે રચેલો રૂપકના 10 પ્રકારની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. રાજા મુંજ(974થી 995)ના દરબારમાં આદર પામેલા લેખક ધનંજયે 300 જેટલી કારિકાઓ રચેલી છે, જ્યારે તેના ભાઈ ધનિકે તેના પર ઘણાં ઉદાહરણો આપી વૃત્તિ રચેલી છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રના 20મા અધ્યાયનું નામ દશરૂપવિધાન કે દશરૂપવિકલ્પન એવું છે તેના…
વધુ વાંચો >તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >