ખંડ ૬(૨)

ગુજરાતથી ઘોળ

ગુર્જર દેશ ભૂપાવલી

ગુર્જર દેશ ભૂપાવલી : ગુજરાતના રાજાઓની વંશાવળીઓને લગતી કૃતિ. જૈન મુનિ પં. રંગવિજયે વિ. સં. 1865(ઈ. સ. 1809)માં યવન રાજા રોમટના આદેશથી અને ક્ષાત્ર ભગવંતરાયના કહેવાથી ભૃગુપુર(ભરૂચ)માં તે 95 શ્લોકોમાં રચી હતી. એમાં ભગવાન મહાવીરના નિર્વાણથી માંડીને કર્તાના સમય સુધીની ગુર્જર દેશની રાજવંશાવળીઓ આપી છે. આ પરંપરા મેરુતુંગસૂરિએ ‘વિચારશ્રેણી’માં આપેલી…

વધુ વાંચો >

ગુર્જર પ્રતિહારો

ગુર્જર પ્રતિહારો : શિલાલેખો પ્રમાણે રઘુવંશી રાજા રામચંદ્રના પ્રતિહાર બનેલા લક્ષ્મણના મનાતા વંશજો. વસ્તુત: તેઓ હરિચન્દ્ર નામે કોઈ પ્રતિહારના વંશજ હોવાનું પ્રતીત થાય છે. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના પતનકાળે અનેક રાજસત્તાઓ સ્થપાઈ તેના ઉપક્રમમાં દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર રાજવંશ સ્થપાયો. આ ગુર્જરો હૂણોની સાથે વિદેશથી આવેલા હોવાનું અનુમાન છે;…

વધુ વાંચો >

ગુર્જર ભૂમિ

ગુર્જર ભૂમિ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ભૂમિ. આ સંજ્ઞા આ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. સં. ‘ગુર્જરત્રા ભૂમિ’ના સ્વરૂપનો પહેલો ઉલ્લેખ મહોદયના ભોજદેવ પહેલા (ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવે છે. પછી ડેંડવાણક (હાલના જોધપુરના પ્રદેશના) મિહિરભોજ(ઈ. સ. 844)ના અભિલેખમાં પણ જોવા મળ્યો છે. આ અભિલેખોમાં સ્પષ્ટ રીતે તે પશ્ચિમ…

વધુ વાંચો >

ગુર્જરમંડળ

ગુર્જરમંડળ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ. જૂના સમયમાં ‘ગુર્જરમંડળ’ સંજ્ઞા જોવા મળતી નથી. એનું સ્વરૂપ ‘ગુર્જરત્રામંડલ’ તરીકે સુલભ છે. ઈ. સ. 850ના એક અભિલેખમાં જયપુરના પ્રદેશમાં આવેલા ‘મંગલાનક’ને ‘ગુર્જરત્રામંડલ’માં ગણવામાં આવ્યું છે. એ પહેલાં મહોદયના ભોજદેવ પહેલા(ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવ્યો છે. એ બંને પશ્ચિમ મારવાડ માટેના…

વધુ વાંચો >

ગુર્જર વંશ

ગુર્જર વંશ : પશ્ચિમ ભારતમાંના કેટલાક રાજવંશ. એ વંશના રાજાઓ પોતે ગુર્જર જાતિના હતા કે તેઓ ગુર્જરદેશ પર રાજ્ય કરતા હોવાથી એ રીતે ઓળખાયા એ વિવાદાસ્પદ છે. રાજસ્થાનમાં છઠ્ઠી સદીના મધ્યમાં વિપ્ર હરિચન્દ્રનો વંશ સત્તારૂઢ થયો. એને ક્ષત્રિય રાણીથી થયેલ પુત્રો અને તેમના વંશજો પ્રતિહારો તરીકે ઓળખાયા. આ વંશના રાજા…

વધુ વાંચો >

ગુર્જર સંસ્કૃત રંગમ્

ગુર્જર સંસ્કૃત રંગમ્ : શાસ્ત્રીય સંસ્કૃત નાટકો ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણિત નાટ્યશૈલી મુજબ સંસ્કૃતમાં જ ભજવવા અને એ રીતે સંસ્કૃત નાટકોની સાચી પરખ મેળવવા 1990માં સ્થપાયેલી સંસ્થા. તેનું કેન્દ્ર અમદાવાદમાં છે. તેના ટ્રસ્ટીઓમાં નિરંજન ભગત અને રાજેન્દ્ર શુક્લ જેવા ખ્યાતનામ કવિઓ, અમિતભાઈ અંબાલાલ જેવા કલાકાર, પ્રહલાદભાઈ પટેલ જેવા સમાજસેવક અને…

વધુ વાંચો >

ગુર્જરો

ગુર્જરો : જાતિવાચક તેમજ પ્રદેશવાચક સંજ્ઞા. સંભવત: ભારતમાં આવી વસેલી મધ્ય એશિયાની કોઈ વિદેશી જાતિના નામનું રૂપાંતર. ‘ગુર્જર’ નામ પહેલવહેલું સાતમી સદીના સાહિત્યમાં દેખા દે છે. એ પહેલાંની સાહિત્યિક તથા આભિલેખિક નામાવલીઓમાં તે પ્રયોજાયું નથી. ‘ગુર્જર’ શબ્દ જાતિવાચક નહિ, પણ પ્રદેશવાચક હોવાનુંય સૂચવાયું છે; પરંતુ એ તર્ક ગ્રાહ્ય જણાતો નથી.…

વધુ વાંચો >

ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના

ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના : ગુર્જર દેશના રાજવીઓનો વંશ. છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ગુર્જરનૃપતિવંશની સત્તા સ્થપાઈ. આ વંશના 13 દાનશાસન મળ્યાં છે, જેમ કલચુરિ વર્ષ 380થી 486(ઈ. સ. 629થી 736)ના છે. દાનશાસનોમાં આ રાજવંશને ‘ગુર્જર નૃપતિવંશ’ કહ્યો છે. એની રાજધાની શરૂઆતમાં નાંદીપુરી  – નાંદીપુર(નાંદોદ)માં હતી. આ વંશનો…

વધુ વાંચો >

ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ

ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ (જ. 28 નવેમ્બર 1877, ઍલેક્સાન્ડ્રોલ, આર્મીનિયા, રશિયા; અ. 28 ઑક્ટોબર 1949, પૅરિસ, ફ્રાંસ) : વિખ્યાત રશિયન રહસ્યવાદી. ગ્રીક અને આર્મીનિયન દંપતીનું સંતાન. તેમના પૂર્વજીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે; પરંતુ યુવાવસ્થામાં તેમણે પૂર્વ અને પશ્ચિમના અનેક પ્રવાસો ‘સત્યશોધક’ (Seekers of Truth) નામના જૂથથી ઓળખાતા લોકો સાથે…

વધુ વાંચો >

ગુર્ટુ, શોભા

ગુર્ટુ, શોભા (જ. 8 ફેબ્રુઆરી 1925, બેલગામ, કર્ણાટક; અ. 27 સપ્ટેમ્બર 2004, મુંબઈ) : ઠૂમરી, ગઝલ અને દાદરા શૈલીનાં નામી ગાયિકા. શોભાનાં માતા મેનકાબાઈ શિરોડકર શાસ્ત્રીય તેમજ સુગમ સંગીત ઉત્તમ રીતે ગાતાં. ઉપરાંત નૃત્ય અને વાદ્યવાદનમાં પણ તેઓ માહેર હતા. એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ જયપુર-અતરોલી ઘરાણાના ઉસ્તાદ નથ્થનખાં પાસેથી તથા…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

Feb 1, 1994

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

Feb 2, 1994

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

Feb 3, 1994

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

Feb 4, 1994

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

Feb 5, 1994

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

Feb 6, 1994

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (રમતગમત અને યુવાપ્રવૃત્તિથી પરિશિષ્ટ)

Feb 7, 1994

ગુજરાત રમતગમત અને યુવાપ્રવૃત્તિ રમતગમત પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

Feb 8, 1994

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

Feb 8, 1994

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ

Feb 8, 1994

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…

વધુ વાંચો >