ગુર્જરમંડળ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો પ્રદેશ. જૂના સમયમાં ‘ગુર્જરમંડળ’ સંજ્ઞા જોવા મળતી નથી. એનું સ્વરૂપ ‘ગુર્જરત્રામંડલ’ તરીકે સુલભ છે. ઈ. સ. 850ના એક અભિલેખમાં જયપુરના પ્રદેશમાં આવેલા ‘મંગલાનક’ને ‘ગુર્જરત્રામંડલ’માં ગણવામાં આવ્યું છે. એ પહેલાં મહોદયના ભોજદેવ પહેલા(ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવ્યો છે. એ બંને પશ્ચિમ મારવાડ માટેના ઉલ્લેખ છે.

‘ગુર્જરમંડળ’ મળે છે તે ઈ. સ. 1139–40ના સિદ્ધરાજ જયસિંહના દાહોદના અભિલેખમાં જે હવે નિશ્ચિત રીતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને માટે છે.

કે. કા. શાસ્ત્રી