ખંડ ૬(૧)
ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ
ક્રિયા
ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ક્રિયાત્મક સંશોધન
ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…
વધુ વાંચો >ક્રિયા-વિભવ (action potential)
ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રિયેટિનીન, સીરમ-સપાટી
ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…
વધુ વાંચો >ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)
ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…
વધુ વાંચો >ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર
ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…
વધુ વાંચો >ક્રિસૅન્થમમ પ્રજાતિ
ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી
વધુ વાંચો >ક્રિસ્ટલગ્રોથ
ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…
વધુ વાંચો >ગિયાના
ગિયાના (Guyana) : દક્ષિણ અમેરિકાના ઈશાન ખૂણા પરનો પ્રજાસત્તાક દેશ. તે 5° ઉ. અ. અને 60° પ. રે. પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં આટલાન્ટિક મહાસાગર, અગ્નિ દિશામાં સુરિનામ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં બ્રાઝિલ અને વાયવ્ય સરહદે વેનેઝુએલા આવેલાં છે. તેનું ક્ષેત્રફળ 2,14,999 ચોકિમી. છે. પ્રાકૃતિક રીતે દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલ…
વધુ વાંચો >ગિયાનાનો ઉચ્ચપ્રદેશ
ગિયાનાનો ઉચ્ચપ્રદેશ (Guiana highlands) : દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં ઓરનોકો નદીની દક્ષિણે, વાયવ્યથી પૂર્વ તરફ આશરે 1800 કિમી. વિસ્તારમાં પથરાયેલો વિશાળ ઉચ્ચપ્રદેશ. તે પૂર્વમાં વેનેઝુએલાથી ઉત્તર બ્રાઝિલ, ગિયાના, સુરિનામ, ગિયાના (ફ્રેન્ચ) સુધી પૂર્વ તરફ વિસ્તરેલો છે. તેની જંગલઆચ્છાદિત ટેકરીઓ બૉક્સાઇટ, લોહ અને મૅંગેનીઝ જેવાં ખનિજોથી સમૃદ્ધ છે. 2810 મી. ઊંચાઈ…
વધુ વાંચો >ગિયોહમ, શાર્લ આયદવાર
ગિયોહમ, શાર્લ આયદવાર (જ. 15 ફેબ્રુઆરી 1861, ફલરિએ, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 13 જૂન 1938, સેવ્ર, ફ્રાન્સ) : સ્વિસ ભૌતિકશાસ્ત્રી અને 1920ના ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમના પિતા ઘડિયાળી હતા. પ્રારંભિક શિક્ષણ ન્યુશાતેમાં લઈ 1878માં ઝૂરિકની પૉલિટેકનિકમાં પ્રવેશ મેળવી ત્યાંથી પીએચ.ડી. થયા, આર્ટિલરીના અફસર તરીકે લશ્કરમાં જોડાયા. ટૂંકી લશ્કરી કારકિર્દી દરમિયાન યંત્રશાસ્ત્ર…
વધુ વાંચો >ગિરજાદેવી
ગિરજાદેવી (જ. 8 મે 1929, વારાણસી; અ. 24 ઑક્ટોબર 2017, કોલકાતા) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખ્યાલ ગાયનની સાથે ઠૂમરી, દાદરા, ગઝલ તથા ટપ્પા ગાયનનાં નિપુણ કલાકાર. પિતા બાબા રામદાસ રાય સંગીતના અનન્ય પ્રેમી અને સંગીતના પંડિત હતા. ગિરજાદેવી પર ઘરના સંગીતમય વાતાવરણનો પ્રભાવ બાળપણથી જ હતો. સંગીતના પાઠ નાનપણમાં…
વધુ વાંચો >ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી)
ગિરધરભાઈ બાળસંગ્રહાલય (અમરેલી) : મુખ્યત્વે બાળકોને અનુલક્ષીને રચાયેલું સંગ્રહાલય. 1934માં સ્થાનિક પુસ્તકાલયના એક ખંડમાં, તેના પુરાતત્વીય સંગ્રહનાં પગરણ થયાં પછી આ મ્યુઝિયમની સ્થાપના 1955માં થઈ. પુરાતત્વ અને મ્યુઝિયમમાં રસ ધરાવનાર પ્રતાપરાય ગિરધરભાઈ મહેતાએ સૌપ્રથમ 1921માં અમરેલીની આ પ્રકારની અગત્ય તરફ સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. પરિણામે પુરાતત્વીય ઉત્ખનનમાંથી પ્રાગૈતિહાસિક અને પ્રાચીન…
વધુ વાંચો >ગિરનાર
ગિરનાર : ગુજરાતનો એક ઊંચામાં ઊંચો અને પવિત્ર ગણાતો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે.. તે જૂનાગઢની પૂર્વમાં 3.62 કિમી. દૂર આવેલો છે. ગિરનાર વાસ્તવિક રીતે ગિરિમાળાનો એક સમૂહ છે, જેમાં અનેક ડુંગર-ડુંગરીઓ છે. તેમાં અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય તથા કાલિકા એ પાંચ…
વધુ વાંચો >ગિરનારા, દયાશંકર વસનજી
ગિરનારા, દયાશંકર વસનજી (જ. 1864, જૂનાગઢ; અ. 27 નવેમ્બર 1909, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના અભિનેતા. માતાનું નામ વ્રજકુંવર હતું. એમના ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. તે પાંચ વર્ષની નાની વયે હલકદાર કંઠે ભજનો ગાતા. સાત વર્ષની વયે શાળાપ્રવેશના પ્રથમ દિને એમણે સુરદાસનું પદ ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો’ આંસુ સાથે…
વધુ વાંચો >ગિરમીટ
ગિરમીટ (hand auger) : લાકડામાં મોટા અને લાંબા બોલ્ટ બેસાડવા સારુ ઊંડાં કાણાં પાડવા માટે વપરાતું, સુથારીકામમાં વપરાતાં વિવિધ હાથ-ઓજારોમાંનું એક. આ ઓજારનો મુખ્ય ભાગ પોલાદના લાંબા સળિયામાંથી બનાવેલ 40થી 60 સેમી. લાંબી દાંડી હોય છે. દાંડીનો ઉપરનો ભાગ વધુ જાડો અને ચોરસ બનાવવામાં આવે છે. આ ભાગ હાથો ભરાવવાના…
વધુ વાંચો >ગિરિદિહ
ગિરિદિહ : ઝારખંડ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 11´ ઉ. અ. અને 86° 18´ પૂ. રે.ની આજુબાજુનો 4,887 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવાડા અને જામુઈ, પૂર્વ તરફ જામુઈ અને દેવઘર, અગ્નિ તરફ ડુમકા, દક્ષિણ તરફ…
વધુ વાંચો >ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન
ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન : લાખો વર્ષના સમયગાળા દરમિયાન થયેલી પર્વતરચના. ગિરિનિર્માણ ભૂસંચલન એ પર્વતરચનાની એવા પ્રકારની તબક્કાવાર ઘટના છે, જેમાં વિવિધતાવાળાં વિરૂપક બળોની અસર હેઠળ પર્વત-હારમાળાઓનું ઉત્થાન થાય છે અને તેના પરિણામસ્વરૂપ ઘનિષ્ઠ રીતે વિરૂપતા પામેલા જાતજાતની ગેડવાળા, સ્તરભંગ તેમજ ધસારા રચનાવાળા ખડકપટ્ટાઓની રચના થાય છે. પૃથ્વીના પટ પર જોવા…
વધુ વાંચો >