ગિયાનાનો ઉચ્ચપ્રદેશ (Guiana highlands) : દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં ઓરનોકો નદીની દક્ષિણે, વાયવ્યથી પૂર્વ તરફ આશરે 1800 કિમી. વિસ્તારમાં પથરાયેલો વિશાળ ઉચ્ચપ્રદેશ. તે પૂર્વમાં વેનેઝુએલાથી ઉત્તર બ્રાઝિલ, ગિયાના, સુરિનામ, ગિયાના (ફ્રેન્ચ) સુધી પૂર્વ તરફ વિસ્તરેલો છે.

તેની જંગલઆચ્છાદિત ટેકરીઓ બૉક્સાઇટ, લોહ અને મૅંગેનીઝ જેવાં ખનિજોથી સમૃદ્ધ છે. 2810 મી. ઊંચાઈ ધરાવતો રૉરાઇમા તેનો સૌથી ઊંચો અને સપાટ મથાળાવાળો ભાગ છે. તે બ્રાઝિલ, વેનેઝુએલા અને ગિયાનાની સરહદોને છેદે છે.

આ ઉચ્ચપ્રદેશ અનેક નદીઓનું ઉદગમસ્થાન અને સ્રોતપ્રદેશ છે, દક્ષિણ તરફ ઍમેઝોન અને ઉત્તર તરફ ઓરનોકો તેનાં ર્દષ્ટાંત ગણાય.

નિયતિ મિસ્ત્રી