ખંડ ૫
કિઓન્જારથી ક્રિમોના
કિઓન્જાર
કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…
વધુ વાંચો >કિકુમારો
કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…
વધુ વાંચો >કિગાલી
કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…
વધુ વાંચો >કિઝીલકુમનું રણ
કિઝીલકુમનું રણ : જુઓ રણ.
વધુ વાંચો >કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા
કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…
વધુ વાંચો >કિડલૅન્ડ ફિન
કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…
વધુ વાંચો >કિતાઈ રોનાલ્ડ બ્રૂક્સ
કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 29 ઑક્ટોબર 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા; અ. 21 ઑક્ટોબર 2007, લોસ એન્જલિસ, કૅલિફોર્નિયા, યુ. એસ.) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી…
વધુ વાંચો >કોડિયાં
કોડિયાં (1934) : ગુજરાતી કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી(1911-1960)નો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં ગીતો, સૉનેટ અને કથામૂલક દીર્ઘ રચનાઓ છે. આ સંગ્રહ દ્વારા એક અત્યંત આશાસ્પદ ઊર્મિકવિ તરીકે શ્રીધરાણી બહાર આવ્યા. એમની કવિતાની સૌંદર્યાભિમુખતાએ વિવેચકો અને કાવ્યરસિકોનું ધ્યાન ખેંચ્યું. એમની ગણના ગાંધીવિચારધારાના સુન્દરમ્, ઉમાશંકર જોશી અને ‘સ્નેહરશ્મિ’ વગેરે કવિઓની સાથે થવા લાગી. એ…
વધુ વાંચો >કોડી
કોડી : મૃદુકાય સમુદાય, ઉદરપાદ (gastropoda) વર્ગ, prosobranchia શ્રેણી, cyproeidae કુળની cypraea પ્રજાતિનું દરિયાનિવાસી પ્રાણી. જાડું, આકર્ષક બાંધો, વિવિધ રંગોવાળું અને સામાન્યપણે ટપકાં વડે અંકિત થયેલ આ પ્રાણીનું કવચ લીસું, લંબગોળ અને ઉપરથી ઊપસેલું હોય છે. વક્ષ બાજુએ આવેલાં તેનાં દ્વારની બંને બાજુએથી અંદર વળેલા (inrolled) હોઠ આવેલા હોય છે.…
વધુ વાંચો >કોડીન
કોડીન : અફીણમાંનું એક પ્રકારનું આલ્કેલૉઇડ. પાપાવર સોમ્નીફેરમ નામના છોડનાં કાચાં ફળોમાંથી નીકળતા સૂકવેલા રસને અફીણ કહેવાય છે. અફીણમાં જુદાં જુદાં 24 આલ્કેલૉઇડ હોય છે. પોપીના છોડવા એશિયા માઇનોરમાં ઊગે છે (ખાસ કરીને તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ વગેરેમાં તે ગેરકાયદે ઉગાડવામાં આવે છે). અફીણમાંનાં આલ્કેલૉઇડ મુખ્યત્વે બે પ્રકારના સમૂહ…
વધુ વાંચો >કોડીન (આયુર્વિજ્ઞાન)
કોડીન (આયુર્વિજ્ઞાન) : અફીણાભ (opioid) જૂથનું ઔષધ. તે જૂથને નશાકારક પીડાનાશકો(narcotic analgesics)નું જૂથ પણ કહેવાય છે. તેનો મુખ્ય ઉપયોગ દુખાવો અને સતત રહેતી ઉધરસને કાબૂમાં લેવા માટે થાય છે. ઔષધરૂપે કોડીન સલ્ફેટ અને કોડીન ફૉસ્ફેટ એમ બે પ્રકારનાં રસાયણો 15થી 60 મિગ્રા.ની ગોળીઓ કે દ્રાવણરૂપે મળે છે, જે મુખમાર્ગે લઈ…
વધુ વાંચો >કોડીનાર
કોડીનાર : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં આવેલો તે જ નામ ધરાવતો તાલુકો અને તાલુકામથક. તાલુકાની વસ્તી : 2,28,809 (2024) જેટલી છે. જ્યારે મ્યુનિસિપાલિટીની વસ્તી 56 હજાર (2024) જેટલી છે. કોડીનાર તાલુકાનું ક્ષેત્રફળ 324.3 કિમી. છે. બાબરિયાવાડથી માંગરોળ સુધીના ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાતા લીલાછમ પ્રદેશમાં આ તાલુકો આવેલો છે. સમુદ્રકિનારો નજીક હોઈ…
વધુ વાંચો >કોઢ
કોઢ (vitiligo) : ચામડીનો રંગ નિશ્ચિત કરતા રંજક (વર્ણક) દ્રવ્ય (pigment) ધરાવતા કોષોની ઊણપથી થતો સફેદ ડાઘવાળો રોગ. સામાન્ય ચામડીનો રંગ લોહીમાંના હીમોગ્લોબિન તથા ચામડીમાંના કેરેટિન (પીતદ્રવ્ય) અને મેલેનિન(કૃષ્ણદ્રવ્ય)ને આભારી છે. પીતદ્રવ્ય (પીળો રંગ) અને કૃષ્ણદ્રવ્ય(શ્યામ રંગ)નું સાપેક્ષ પ્રમાણ ચામડીને શ્યામ, પીળી, શ્વેત કે ઘઉંવર્ણી બનાવે છે. આ પ્રકારનો તફાવત…
વધુ વાંચો >કોણાર્ક
કોણાર્ક (1919) : ઊડિયા ભાષાની સાહિત્યકૃતિ. કૃપાસિંધુ મિશ્રનો રચેલો સાહિત્યિક ર્દષ્ટિએ મૂલ્યવાન એવો આ ઇતિહાસ વિશેનો નિબંધ છે. કોણાર્કના ઇતિહાસનું નિરૂપણ ક્યારેક વર્ણનશૈલીમાં તો ક્યારેક સંવાદશૈલીમાં તો ક્યારેક વાર્તાશૈલીમાં, એમ સાહિત્યિક સ્વાંગમાં કર્યું છે, એ એની વિશેષતા છે, એ કારણે એનું વાચન રસપ્રદ બને છે. એમાં કોણાર્કના સૂર્યમંદિરનો અથથી ઇતિ…
વધુ વાંચો >કોણીય વેગ
કોણીય વેગ (angular velocity) : વર્તુળ પથમાં ગતિ કરતા કણ કે પદાર્થે એક સેકન્ડમાં રેડિયન માપમાં આંતરેલો ખૂણો. તેની સંજ્ઞા ગ્રીક મૂળાક્ષર ઓમેગા (ω) છે અને તેને રેડિયન/સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર અને r ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર એકધારા (uniform) કોણીય વેગ wથી ગતિ કરતા કણ…
વધુ વાંચો >કોણીય વેગમાન
કોણીય વેગમાન (angular momentum) : રેખીય ગતિમાં રેખીય વેગમાન (p)ના જેવી જ, ભ્રમણગતિ(rotational motion)ની એક ભૌતિક રાશિ. જેમ રેખીય ગતિ બળ(F)ને લઈને ઉત્પન્ન થતી હોય છે તેમ આપેલા અક્ષ ઉપરની કોઈ પદાર્થની ભ્રમણગતિ બે સરખાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતાં બળની જોડને કારણે ઉદભવતી હોય છે. આ બળની જોડને ‘ટૉર્ક’…
વધુ વાંચો >કોતર મહાકોતર
કોતર, મહાકોતર (gorge, canyon) કોતર : ઊંડી અને સાંકડી, ઉપરથી નીચે સુધી સીધી બાજુઓવાળી ઊભી ખીણ. અંગ્રેજી શબ્દ ‘gorge’ જે અર્થમાં ઉપયોગમાં લેવાય છે તે મુજબ, બે પહાડી પ્રદેશો વચ્ચેનો, ખડકાળ બાજુવાળો સીધી ઊંડી કરાડ હોય એવો ઊભો સાંકડો માર્ગ. મહાકોતર : કોતર કરતાં વધુ ઊંડાઈ અને લંબાઈ ધરાવતી સીધી…
વધુ વાંચો >