ખંડ ૫
કિઓન્જારથી ક્રિમોના
કિઓન્જાર
કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…
વધુ વાંચો >કિકુમારો
કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…
વધુ વાંચો >કિગાલી
કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…
વધુ વાંચો >કિઝીલકુમનું રણ
કિઝીલકુમનું રણ : જુઓ રણ.
વધુ વાંચો >કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા
કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…
વધુ વાંચો >કિટાગાવા, સુસુમા
કિટાગાવા, સુસુમા (Kitagawa, Susuma) (જ. 4 જુલાઈ 1951, ક્યોટો, જાપાન) : ધાતુ–કાર્બનિક (metal-organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને રિચર્ડ રૉબસન અને ઓમર એમ. યાગી સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. સુસુમા કિટાગાવાએ ક્યોટો યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને અહીંની જ 1979માં હાઇડ્રો-કાર્બન રસાયણશાસ્ત્રમાં…
વધુ વાંચો >કિડલૅન્ડ ફિન
કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી…
વધુ વાંચો >કોડીન
કોડીન : અફીણમાંનું એક પ્રકારનું આલ્કેલૉઇડ. પાપાવર સોમ્નીફેરમ નામના છોડનાં કાચાં ફળોમાંથી નીકળતા સૂકવેલા રસને અફીણ કહેવાય છે. અફીણમાં જુદાં જુદાં 24 આલ્કેલૉઇડ હોય છે. પોપીના છોડવા એશિયા માઇનોરમાં ઊગે છે (ખાસ કરીને તુર્કી, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, નેપાળ વગેરેમાં તે ગેરકાયદે ઉગાડવામાં આવે છે). અફીણમાંનાં આલ્કેલૉઇડ મુખ્યત્વે બે પ્રકારના સમૂહ…
વધુ વાંચો >કોડીન (આયુર્વિજ્ઞાન)
કોડીન (આયુર્વિજ્ઞાન) : અફીણાભ (opioid) જૂથનું ઔષધ. તે જૂથને નશાકારક પીડાનાશકો(narcotic analgesics)નું જૂથ પણ કહેવાય છે. તેનો મુખ્ય ઉપયોગ દુખાવો અને સતત રહેતી ઉધરસને કાબૂમાં લેવા માટે થાય છે. ઔષધરૂપે કોડીન સલ્ફેટ અને કોડીન ફૉસ્ફેટ એમ બે પ્રકારનાં રસાયણો 15થી 60 મિગ્રા.ની ગોળીઓ કે દ્રાવણરૂપે મળે છે, જે મુખમાર્ગે લઈ…
વધુ વાંચો >કોડીનાર
કોડીનાર : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં આવેલો તે જ નામ ધરાવતો તાલુકો અને તાલુકામથક. તાલુકાની વસ્તી : 2,28,809 (2024) જેટલી છે. જ્યારે મ્યુનિસિપાલિટીની વસ્તી 56 હજાર (2024) જેટલી છે. કોડીનાર તાલુકાનું ક્ષેત્રફળ 324.3 કિમી. છે. બાબરિયાવાડથી માંગરોળ સુધીના ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાતા લીલાછમ પ્રદેશમાં આ તાલુકો આવેલો છે. સમુદ્રકિનારો નજીક હોઈ…
વધુ વાંચો >કોઢ
કોઢ (vitiligo) : ચામડીનો રંગ નિશ્ચિત કરતા રંજક (વર્ણક) દ્રવ્ય (pigment) ધરાવતા કોષોની ઊણપથી થતો સફેદ ડાઘવાળો રોગ. સામાન્ય ચામડીનો રંગ લોહીમાંના હીમોગ્લોબિન તથા ચામડીમાંના કેરેટિન (પીતદ્રવ્ય) અને મેલેનિન(કૃષ્ણદ્રવ્ય)ને આભારી છે. પીતદ્રવ્ય (પીળો રંગ) અને કૃષ્ણદ્રવ્ય(શ્યામ રંગ)નું સાપેક્ષ પ્રમાણ ચામડીને શ્યામ, પીળી, શ્વેત કે ઘઉંવર્ણી બનાવે છે. આ પ્રકારનો તફાવત…
વધુ વાંચો >કોણાર્ક
કોણાર્ક (1919) : ઊડિયા ભાષાની સાહિત્યકૃતિ. કૃપાસિંધુ મિશ્રનો રચેલો સાહિત્યિક ર્દષ્ટિએ મૂલ્યવાન એવો આ ઇતિહાસ વિશેનો નિબંધ છે. કોણાર્કના ઇતિહાસનું નિરૂપણ ક્યારેક વર્ણનશૈલીમાં તો ક્યારેક સંવાદશૈલીમાં તો ક્યારેક વાર્તાશૈલીમાં, એમ સાહિત્યિક સ્વાંગમાં કર્યું છે, એ એની વિશેષતા છે, એ કારણે એનું વાચન રસપ્રદ બને છે. એમાં કોણાર્કના સૂર્યમંદિરનો અથથી ઇતિ…
વધુ વાંચો >કોણીય વેગ
કોણીય વેગ (angular velocity) : વર્તુળ પથમાં ગતિ કરતા કણ કે પદાર્થે એક સેકન્ડમાં રેડિયન માપમાં આંતરેલો ખૂણો. તેની સંજ્ઞા ગ્રીક મૂળાક્ષર ઓમેગા (ω) છે અને તેને રેડિયન/સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર અને r ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર એકધારા (uniform) કોણીય વેગ wથી ગતિ કરતા કણ…
વધુ વાંચો >કોણીય વેગમાન
કોણીય વેગમાન (angular momentum) : રેખીય ગતિમાં રેખીય વેગમાન (p)ના જેવી જ, ભ્રમણગતિ(rotational motion)ની એક ભૌતિક રાશિ. જેમ રેખીય ગતિ બળ(F)ને લઈને ઉત્પન્ન થતી હોય છે તેમ આપેલા અક્ષ ઉપરની કોઈ પદાર્થની ભ્રમણગતિ બે સરખાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતાં બળની જોડને કારણે ઉદભવતી હોય છે. આ બળની જોડને ‘ટૉર્ક’…
વધુ વાંચો >કોતર મહાકોતર
કોતર, મહાકોતર (gorge, canyon) કોતર : ઊંડી અને સાંકડી, ઉપરથી નીચે સુધી સીધી બાજુઓવાળી ઊભી ખીણ. અંગ્રેજી શબ્દ ‘gorge’ જે અર્થમાં ઉપયોગમાં લેવાય છે તે મુજબ, બે પહાડી પ્રદેશો વચ્ચેનો, ખડકાળ બાજુવાળો સીધી ઊંડી કરાડ હોય એવો ઊભો સાંકડો માર્ગ. મહાકોતર : કોતર કરતાં વધુ ઊંડાઈ અને લંબાઈ ધરાવતી સીધી…
વધુ વાંચો >કોત્તાગુડમ
કોત્તાગુડમ : આંધ્રપ્રદેશના ખમ્મામ જિલ્લામાં ગોદાવરી નદીના જમણા કાંઠે આવેલું નગર. તે હૈદરાબાદથી 187 કિમી., વારંગલથી અગ્નિખૂણે 120 કિમી. દોણકિલ સ્ટેશનથી 55 કિમી. દૂર ભદ્રાચલ રોડ નજીકનું સ્ટેશન છે. વિજયવાડા તથા અન્ય શહેરો સાથે તે ધોરી માર્ગો દ્વારા જોડાયેલું છે. અહીં વીજળી ઉત્પન્ન કરતું વિદ્યુતમથક છે. ગોદાવરીની ખીણમાં આવેલ સિંગરેણીની…
વધુ વાંચો >કોથમીર (ધાણા)
કોથમીર (ધાણા) : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અંબેલીફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુંબરી; હિં. ધનિયા; બં. ધને; મ. કોથીંબર, ધણે; ક. હવ્વીજ, કોતંબરીકાળું; તે. કોથમીલું, ધણિયાલું; તા. ઉત્તંબરી; મલા. કોત્તમપાલરી; અં. કોરીએન્ડર) છે. તે એકવર્ષાયુ શાકીય, 30 સેમી. – 90 સેમી. ઊંચી વનસ્પતિ…
વધુ વાંચો >