ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >ઑસ્ટિન હર્બટ ઑસ્ટિન બૅરન
ઑસ્ટિન, હર્બટ ઑસ્ટિન બૅરન (જ. 8 નવેમ્બર 1866, બકિંગહૅમ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 23 મે 1941, બર્મિંગહામ, ઇંગ્લેન્ડ) : મોટરકારના નામી નિર્માતા. તેમણે બ્રૅમ્પટન કૉલેજ ખાતે અભ્યાસ કર્યો. 1884માં તેઓ ઑસ્ટ્રેલિયા ગયા અને ઇજનેરી કારખાનામાં કામ કર્યું. 1893માં તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા; 1895માં વુલ્ઝલી કંપનીના સહયોગમાં સૌપ્રથમ 3 પૈડાંવાળી મોટરકારનું નિર્માણ કર્યું.…
વધુ વાંચો >ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારા (અર્થશાસ્ત્ર)
ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારા (અર્થશાસ્ત્ર) : ઓગણીસમી સદીના અંતમાં ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓના પ્રદાનમાંથી વિકાસ પામેલી તથા તુષ્ટિગુણના આત્મલક્ષી ખ્યાલ પર રચાયેલી આર્થિક વિચારધારા. વિયેના યુનિવર્સિટીના અર્થશાત્રના પ્રોફેસર કાર્લ મેંજર (1840-1921) આ વિચારધારાના પ્રણેતા હતા. તેમના અનુગામી અર્થશાસ્ત્રીઓ ફ્રેડરિક વૉન વાઇઝર (1851-1926) અને યુજિન વૉન બોહમ બેવર્કે (1851-1914) આ વિચારધારાને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો…
વધુ વાંચો >ઑસ્ટ્રિયા
ઑસ્ટ્રિયા મધ્યયુરોપનાં આધુનિક રાષ્ટ્રો પૈકીનું એક ભૂમિબંદીસ્ત રાષ્ટ્ર. ભૌ. સ્થાન : 470 20′ ઉ. અ. અને 130 20′ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ લગભગ 83,850 ચોકિમી. અને વસ્તી 8.64 લાખ (2017) છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 96.5 છે. તેની પશ્ચિમે સ્વિટ્ઝર્લૅન્ડ, પૂર્વે હંગેરી, ઉત્તરે જર્મની અને ચેકોસ્લોવૅકિયા તથા દક્ષિણે ઇટાલી અને યુગોસ્લાવિયા…
વધુ વાંચો >ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન
ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન (જ. 14 ઑગસ્ટ 1777, રુડકોલિંગ, ડેન્માર્ક; અ. 9 માર્ચ 1851, કૉપનહેગન) : ડેનિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી. તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ચુંબકીય સોયનું વિચલન (deflection) કરી શકે છે એની શોધ તેમણે કરી. આ ઘટનાનું મહત્વ ઝડપથી સ્વીકૃતિ પામ્યું, જેથી વીજચુંબકીયવાદ(electro-magnetic theory)ના વિકાસને પ્રેરણા મળી. 1806માં ઓર્સ્ટેડ કૉપનહેગન યુનિવર્સિટીમાં પ્રૉફેસર…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયન આલ્પ્સ
ઑસ્ટ્રેલિયન આલ્પ્સ : ઑસ્ટ્રેલિયાના પૂર્વકિનારે ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ(પૂર્વનો પહાડી પ્રદેશ)નો સૌથી ઊંચો અગ્નિકોણીય વિસ્તાર (જે મહદ્અંશે પૂર્વ વિક્ટોરિયા અને દ. પૂ. ન્યૂ સાઉથવેલ્સ રાજ્યોમાં પથરાયેલો છે). વિશાળ કદ ધરાવવા ઉપરાંત તેના ઊંચા ભાગો પાંચ-છ માસ સુધી હિમાચ્છાદિત રહે છે, જેને આધારે તેને ઑસ્ટ્રેલિયન આલ્પ્સ નામ અપાયું છે. તેનાં…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયન ચલચિત્ર
ઑસ્ટ્રેલિયન ચલચિત્ર : 1970 પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકેલો ઑસ્ટ્રેલિયાનો ચલચિત્ર-ઉદ્યોગ. ઑસ્ટ્રેલિયાના ચલચિત્ર-ઉદ્યોગની પ્રગતિ એક લાંબા સંઘર્ષ પછી થઈ છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરતાં તેને ઘણો સમય લાગ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં જોકે વૃત્તાંતચિત્રો અને દસ્તાવેજી ચિત્રોની સમૃદ્ધ પરંપરા રહી છે. ચલચિત્રોનો પ્રારંભ ઑસ્ટ્રેલિયામાં પણ 1896માં થઈ ચૂક્યો હતો. એ વખતે થોડાં સમાચાર-ચિત્રો…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયન બાવળ
ઑસ્ટ્રેલિયન બાવળ : વનસ્પતિઓના દ્વિદળી વsર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia auriculiformis A. Cunn. syn. A. moniliformis Griseb છે. ખીજડો, વિલાયતી આંબલી, ચંદુ ફળ, રાતો શિરીષ, લજામણી વગેરે તેના સહસભ્યો છે. તે સીધું, મધ્યમકદનું, 16 મી. જેટલી ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે. તેની ઉપશાખાઓ ખૂણાવાળી હોય છે.…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયન સાહિત્ય
ઑસ્ટ્રેલિયન સાહિત્ય : ઑસ્ટ્રેલિયા ખંડમાં વસતા અંગ્રેજી ભાષા બોલતા-લખતાં માણસોએ અંગ્રેજીમાં રચેલું સાહિત્ય. ઑસ્ટ્રેલિયન સાહિત્યને કેટલાંક આગવાં લક્ષણો છે. વિશાળ જમીન, અમાપ ખુલ્લો પ્રદેશ, તેમાં વસતાં જાતજાતનાં પશુપંખીઓ, કીટકો, સામાન્ય માણસો માટેનો આદર અને યુરોપની પરંપરાઓમાંથી છૂટા થઈને આગવાં જીવનમૂલ્યોની સ્વતંત્રતા ભોગવતાં મનુષ્યો વગેરે તેના સાહિત્યમાં છતાં થાય છે. જોકે…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓ
ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓ : નિગ્રોઇડ પ્રજાતિમાંથી ઊતરી આવેલી જાતિઓ. પ્રશાંત મહાસાગરમાં આવેલ ઑસ્ટ્રેલિયા મહાદ્વીપ, ન્યૂઝીલૅન્ડ, ન્યૂગિની, પૉલિનેશિયા અને અન્ય નાનામોટા ટાપુઓનો બનેલો છે. શરીરવિજ્ઞાનની ખાસિયતોને ધ્યાનમાં લેતાં તેમને ઑસ્ટ્રેલૉઇડનું ખાસ નામ આપવામાં આવ્યું છે. એમનો રંગ કથ્થાઈ-કાળો હોય છે. તેમના શરીર ઉપર ભરાવદાર વાળ હોય છે. તેઓ પહોળું મોઢું,…
વધુ વાંચો >