ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >ઇથાઇલ આલ્કોહૉલ
ઇથાઇલ આલ્કોહૉલ : C2H5OH સૂત્ર ધરાવતો એક કાર્બનિક પદાર્થ. આલ્કોહૉલ શ્રેણીનો આ સૌથી વધુ જાણીતો આલ્કોહૉલ છે. તે આલ્કોહૉલ, ઇથેનોલ, અનાજ-આલ્કોહૉલ, ઔદ્યોગિક આલ્કોહૉલ અને આથવણ આલ્કોહૉલ તરીકે પણ ઓળખાય છે. તેનું ઉ. બિં. 78.4o સે., ગ. બિં., -112.3o સે., અને વિ. ઘ., 0.7851 (20o સે.) છે. તે બાષ્પશીલ, તીખા સ્વાદવાળું,…
વધુ વાંચો >ઇથાઇલ ક્લોરાઇડ
ઇથાઇલ ક્લોરાઇડ : રંગવિહીન, બાષ્પશીલ, ઈથર જેવી વાસ ધરાવતું લીલી કિનારીવાળી જ્યોતથી સળગતું, દાહક સ્વાદવાળું, જ્વલનશીલ કાર્બનિક પ્રવાહી. સૂત્ર, C2H5Cl ઉ. બિં. 12.5o સે., વિ. ઘ. 0.33. મોટા ભાગે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, પાણીમાં નહિવત્ પ્રમાણમાં દ્રાવ્ય. ઇથિલિન અને હાઇડ્રોજન ક્લોરાઇડ વચ્ચે AlCl3ની હાજરીમાં પ્રક્રિયા થતાં બને છે : ઇથેનોલ અને…
વધુ વાંચો >ઇદા સ્વાતંત્ર્યમ્
ઇદા સ્વાતંત્ર્યમ્ (1953) : તેલુગુ નાટક. લેખક રામરાઉ પડવલ. આ નાટક રંગમંચ પર અનેક વાર અનેક સ્થળે ભજવાયું છે. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, રાજકારણવિષયક અનેક નાટકો લખેલાં છે, પણ એ સર્વમાં ‘ઇદા સ્વાતંત્ર્યમ્’ શ્રેષ્ઠ ગણાયું છે. એને આંધ્ર સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ નાટકમાં સ્વતંત્ર ભારતનું જે સ્વપ્ન…
વધુ વાંચો >ઇદરીસી
ઇદરીસી (જ. 1100, ક્યુટા, સ્પેન; અ. 1161, સિસિલી) : અરબી ભૂગોળવેત્તા. અબૂ અબ્દુલ્લાહ મુહંમદ ઇબ્ન મુહંમદ અલ્-ઇદરીસી સ્પેનના સમ્રાટ રૉજર બીજાના દરબારમાં મુખ્ય આભૂષણરૂપ હતો. પોતાની ભૂગોળ વિશેની કૃતિ ‘નુઝ્હતુલ્-મુશ્તાક ફી ઇખ્તિરાકિલ આફાક’ એણે આશ્રયદાતા રૉજર બીજાને અર્પણ કરી હતી. આ પુસ્તકના ભારત વિશેના ભાગનું ડૉ. સૈયદ મકબુલ અહમદ દ્વારા…
વધુ વાંચો >ઇન કૅમેરા (નો એક્ઝિટ)
ઇન કૅમેરા (નો એક્ઝિટ) (1940) : સુપ્રસિદ્ધ ફ્રેન્ચ અસ્તિત્વવાદી સાહિત્યકાર જ્યૉં પૉલ સાર્ત્રનું ઍબ્સર્ડ પ્રકારનું નાટક. માનવી પોતાના જીવનનું નિયંત્રણ અને સંચાલન કરી શકતો નથી, કોઈ અર્દશ્ય શક્તિ કઠપૂતળીની જેમ તેને દોરી ખેંચીને નચાવ્યા કરે છે. માણસની એ લાચારીનું આ નાટકમાં નિરૂપણ કર્યું છે. એમાં લેખકે નરકાગારનું સ્થળ નાટ્યપ્રયોગ માટે…
વધુ વાંચો >ઇન મેમોરિયમ એ. એચ. એચ
ઇન મેમોરિયમ એ. એચ. એચ. (1833-1850) : કરુણપ્રશસ્તિ. અંગ્રેજ કવિ લૉર્ડ ટેનિસનનો ખાસ મિત્ર આર્થર હેન્રી હેલામ બાવીસ વર્ષની વયે 1833માં વિયેનામાં એકાએક અવસાન પામ્યો. મિત્રના મૃત્યુના આઘાતે કવિને ક્ષુબ્ધ કર્યા. તેને પરિણામે ‘ઇન મેમોરિયમ’ દીર્ઘ કાવ્યની શરૂઆત કરી અને સત્તર વર્ષે તેને પૂરું કરી પ્રગટ કર્યું (1850). આ કાવ્યને…
વધુ વાંચો >ઇનામગાંવ
ઇનામગાંવ : મહારાષ્ટ્રના જિલ્લા મથક પુણેથી પૂર્વમાં 80 કિમી. દૂર ઘોડ નદીના જમણા કાંઠા ઉપર આવેલું ગામ. અહીં 1970-84 દરમિયાન મધ્ય પાષાણયુગથી માંડીને ઈ. સ. પૂ. 700 સુધીના વિવિધ અવશેષો મળી આવ્યા છે. મધ્ય પાષાણયુગ અને આદ્ય પાષાણયુગનાં ફળાં, રંદા, પતરીઓ, છીણી વગેરે તથા કાચબાની પીઠના અશ્મીભૂત ટુકડા અને લઘુપાષાણયુગના…
વધુ વાંચો >ઇનામદાર વ્યંકટ માધુરાવ
ઇનામદાર વ્યંકટ માધુરાવ (1903, બૅંગાલુરુ) : કન્નડ નવલકથાકાર. બૅંગાલુરુ(બૅંગ્લોર)ના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૈસૂર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં એમ.એ.માં પ્રથમ આવ્યા. પછી બૅંગાલુરુમાં અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી જ નવલકથાલેખનની શરૂઆત કરેલી. એમની લગભગ 15 નવલકથાઓ પ્રગટ થયેલી છે. તેમાં અત્યંત લોકપ્રિય બનેલી કૃતિઓ ‘શાપ’, ‘કનસિનમને’, ‘ઉર્વશી’ તથા ‘મુરાબુટ્ટે’ છે. નવલકથાઓમાં…
વધુ વાંચો >ઇનાયતખાં
ઇનાયતખાં (જ. 16 જૂન 1865, ઇટાવા; અ. 11 નવેમ્બર 1938, ગૌરીપુર, પશ્ચિમ બંગાળ) : વિખ્યાત સિતારવાદક તથા પ્રયોગશીલ સંગીતજ્ઞ. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પોતે સારા સિતારવાદક હતા, જેમની પાસેથી ઇનાયતખાંએ સિતારવાદનની તાલીમ લીધી. ઇટાવાથી તેઓ ઇન્દોર ગયા, જ્યાં થોડોક સમય રહ્યા. ત્યારબાદ તેઓ કૉલકાતા ગયા. ત્યાં તેમને માનસન્માન મળ્યાં. તેમના…
વધુ વાંચો >ઇનાયતહુસેનખાં
ઇનાયતહુસેનખાં (જ. 1849, લખનૌ; અ. 1919, હૈદરાબાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક કલાકાર. તેમના નાના ફત્બુદ્દૌલા તથા પિતા મહબૂબખાં – બંને શાસ્ત્રીય સંગીતના સારા જાણકાર હોવા ઉપરાંત બંને સારા ગાયક પણ હતા; તેથી ઇનાયત-હુસેનને સંગીતની પ્રારંભિક તાલીમ આ બંને પાસેથી ખૂબ નાની ઉંમરમાં પ્રાપ્ત થઈ હતી. તેમના નાના…
વધુ વાંચો >