ઇદરીસી (જ. 1100, ક્યુટા, સ્પેન; અ. 1161, સિસિલી) : અરબી ભૂગોળવેત્તા. અબૂ અબ્દુલ્લાહ મુહંમદ ઇબ્ન મુહંમદ અલ્-ઇદરીસી સ્પેનના સમ્રાટ રૉજર બીજાના દરબારમાં મુખ્ય આભૂષણરૂપ હતો. પોતાની ભૂગોળ વિશેની કૃતિ ‘નુઝ્હતુલ્-મુશ્તાક ફી ઇખ્તિરાકિલ આફાક’ એણે આશ્રયદાતા રૉજર બીજાને અર્પણ કરી હતી. આ પુસ્તકના ભારત વિશેના ભાગનું ડૉ. સૈયદ મકબુલ અહમદ દ્વારા કરેલું ભાષાંતર વિસ્તૃત ટિપ્પણી-નોંધો સાથે ‘ઇન્ડિયા ઍન્ડ ઇટ્સ નેબરિંગ ટેરિટરીઝ’ના નામે પ્રગટ થયું છે.

એણે શહેનશાહ રૉજર માટે ખગોળના અને એવી જ રીતે દુનિયાના નકશા રજતપટ પર બનાવ્યા હતા.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી