ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વ્યાપાર
આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વ્યાપાર (international trade) : બે કે તેનાથી વધુ રાષ્ટ્રો વચ્ચે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણનો વ્યવહાર. તેનાં ત્રણ પાસાં છે : (1) પરદેશથી વસ્તુઓ આયાત કરવી (આયાતવેપાર), (2) પરદેશમાં વસ્તુઓ નિકાસ કરવી (નિકાસ વેપાર) (3) પરદેશથી વસ્તુઓ આયાત કરી તેના સ્વરૂપમાં પરિવર્તન કરીને અગર તો બારોબાર…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ
આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ (International Chamber of Commerce) (સ્થાપના 1919) : ખાનગી સાહસ તથા નિર્બંધ વ્યાપારી વ્યવસ્થાઓનું સમર્થન કરનારું વિશ્વવ્યાપી સર્વોચ્ચ વ્યાપારી મહામંડળ. ‘સરકારી નિયંત્રણો તથા નિયમનો’ને લીધે ઊભી થતી જટિલ અને અપરિવર્તનશીલ વ્યવસ્થાના પ્રત્યુત્તરરૂપ સ્વયંસંચાલિત વ્યાપારવ્યવસ્થામાં વિશ્વાસ એ આ આંતરરાષ્ટ્રીય સમવાયી વ્યાપારી મહામંડળની તમામ પ્રવૃત્તિઓની બુનિયાદ છે. સંસ્થાનું કેન્દ્રીય કાર્યાલય…
વધુ વાંચો >આંતરવિકાસ કણરચના
આંતરવિકાસ કણરચના (intergrowth texture) : કણરચનાનો એક પ્રકાર. તેમાં બે ખનિજોની અરસપરસ થયેલી ગૂંથણીનું માળખું જોવા મળે છે. મૅગ્માના ઘનીભવન દરમિયાન જુદાં જુદાં ખનિજ દ્રવ્યોના સહસ્ફટિકીભવન(eutectic crystallisation)ને કારણે ઉત્પન્ન થતી સ્ફટિકોની આંતરગૂંથણીભરી સ્થિતિની કણરચના માટે આ પર્યાય વપરાય છે. પર્થાઇટ આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે (જુઓ પર્થાઇટ). ગ્રાફિક, માઇક્રોગ્રાફિક, માઇક્રોપૅગ્મૅટાઇટિક…
વધુ વાંચો >આંતરવિગ્રહ
આંતરવિગ્રહ (civil war) : એક જ દેશની રાષ્ટ્રીયતા અને/અથવા નાગરિકત્વ ધરાવતી પ્રજાનાં જુદાં જુદાં જૂથો વચ્ચે તે જ દેશમાં ફાટી નીકળતો વ્યાપક સશસ્ત્ર સંઘર્ષ. આંતરવિગ્રહનાં ચાર મુખ્ય લક્ષણો છે, જે તેને જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે ખેલાતાં યુદ્ધથી જુદો પાડે છે : (1) તે એક જ દેશના નાગરિકો વચ્ચેનો આંતરસંઘર્ષ હોય…
વધુ વાંચો >આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ
આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ (Transactional Analysis-T. A.) : માનવીના વર્તનને સમજવાના એક બૌદ્ધિક અભિગમ તરીકે તેમજ જૂથ માનસોપચાર તરીકે આંતરવ્યવહારલક્ષી વિશ્લેષણ અર્વાચીન કાળમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. ટી. એ.માં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સામાજિક વ્યવહારોનું વિશ્લેષણ કરી તેનો માનસોપચાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ટી. એ.ની શરૂઆત કરવાનું માન એરિક બર્નને છે. તેના…
વધુ વાંચો >આંતરહેલોજન સંયોજનો
આંતરહેલોજન સંયોજનો (interhalogen compounds) : બે ભિન્ન ભિન્ન હેલોજન તત્વો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના ફળસ્વરૂપે મળતાં સંયોજનો. તેઓ હેલોજન હેલાઇડ તરીકે પણ ઓળખાય છે. તેમનું સામાન્ય સૂત્ર XYn લખી શકાય કે જેમાં n = 1, 3, 5, 7 એમ એકી સંખ્યા હોય છે. આમાંનાં મોટાભાગનાં ફ્લોરિન ધરાવે છે. ઉપરના સૂત્રમાં…
વધુ વાંચો >આંતરિક ઊર્જા
આંતરિક ઊર્જા (internal energy) : વિશ્વની કોઈ નિરાળી પ્રણાલી(isolated system)માંના અણુઓમાં સમાયેલી સ્થિતિજ (potential) અને ગતિજ (kinetic) ઊર્જાઓ. આવી પ્રણાલીમાંના અણુઓની સ્થાનાંતરીય (translational), કંપનીય (vibrational), ઇલેક્ટ્રૉનિક (electronic) અને ન્યૂક્લિયર (nuclear) ઊર્જાને આંતરિક ઊર્જા કહે છે. નિરાળી પ્રણાલીમાંની ઊર્જા નિયત (constant) હોય છે; કારણ કે આ પ્રણાલીમાં બહારથી ઊર્જા દાખલ થઈ…
વધુ વાંચો >આંત્રરોધ
આંત્રરોધ (intestinal obstruction) : આંતરડાના હલનચલનનું અટકી જવું. તે એક તત્કાલ સારવાર માગી લેતી ગંભીર સ્થિતિ છે. આંતરડાનું હલનચલન લહરીગતિ(peristalsis)ના રૂપમાં થાય છે, જેથી મોં વાટે લેવાયેલો ખોરાક જેમ જેમ પચતો જાય તેમ તેમ તે આગળ ને આગળ ધકેલાતો જાય છે. આંતરડાની આ ગતિ કોઈ ભૌતિક કારણસર અટકે તો જે…
વધુ વાંચો >આંત્રરોધ, સ્તંભજ
આંત્રરોધ, સ્તંભજ (paralytic ileus) : આંતરડાના ચેતા (nerves) અને સ્નાયુઓના કાર્યમાં વિક્ષેપ પડવાથી તેના હલનચલનનું અટકી જવું તે. (જુઓ આંત્રરોધ આકૃતિ.). આંતરડાના હલનચલનનું નિયમન કરવા માટે બે ચેતાજાળાં (plexuses) કાર્ય કરે છે : ઑરબેક(Auerbach)નું આંત્રપટ જાળું (mesenteric plexus) અને મિસ્નેર(Meissner)નું અવશ્લેષ્મકલા જાળું (submucosal plexus). આ બંને ચેતાજાળાંની કાર્યશીલતામાં વિક્ષેપ પડે…
વધુ વાંચો >આંત્રવાત
આંત્રવાત (intestinal gas) : આંતરડામાં વાયુનો પ્રકોપ. પેટમાં વાયુ ત્રણ રીતે થાય છે : (1) હવા ગળવાથી, (2) અર્ધપચેલા ખોરાક કે આંતરડામાંના જીવાણુઓ(bacteria)થી અને (3) લોહીમાંના વાયુઓનું આંતરડાની અંદર પ્રસરણ (diffusion) થવાથી. સામાન્ય રીતે જઠર અને આંતરડામાં વાયુ 200 મિલિ.થી વધુ હોતો નથી. દિવસ દરમિયાન ગુદા વાટે 7થી 20 વખતની…
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >