ખંડ ૨૫
હક, ઝિયા-ઉલથી હવાંગ
હાફિઝ અલીખાન
હાફિઝ અલીખાન (જ. 1888, ગ્વાલિયર; અ. 1962) : સરોદના અગ્રણી વાદક. પિતાનું નામ નન્હેખાન. તેમના દાદાના પિતા ઉસ્તાદ ગુલામ બંદેગી તેમના જમાનાના કુશળ રબાબ-વાદક હતા. તેમના પુત્ર ગુલામઅલી પણ રબાબના નિષ્ણાત વાદક હતા. રબાબ વગાડવાની તાલીમ તેમણે તેમના પિતા પાસેથી લીધેલી. ઉસ્તાદ ગુલામઅલીએ રબાબમાં કેટલાક ફેરફારો કરી તેને જે રૂપ…
વધુ વાંચો >હાફિઝ અહમદખાં
હાફિઝ અહમદખાં (જ. 15 માર્ચ 1926, સહસવાન, જિ. બદાયૂં, ઉત્તરપ્રદેશ) : ઉત્તર હિંદુસ્તાની શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉપશાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક. સંગીતની પ્રાથમિક શિક્ષા પિતા ઉસ્તાદ રશીદ અહેમદખાંસાહેબ પાસેથી પ્રાપ્ત કરી હતી. શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉપરાંત તેમણે ઠૂમરી જેવી ઉપશાસ્ત્રીય ગાયનશૈલીની તાલીમ પણ પોતાના પિતા પાસેથી લીધી હતી. તેઓ ભજન…
વધુ વાંચો >હાફિઝ ઔર ઇકબાલ (1976)
હાફિઝ ઔર ઇકબાલ (1976) : ઉર્દૂના વિદ્વાન. વિવેચક યૂસુફ હુસેન ખાન(જ. 1942)નો અભ્યાસગ્રંથ. ખ્વાજા હાફિઝ શિરાલી તથા મોહમદ ઇકબાલ ફારસી ભાષાના મહાન શાયરો છે. એ બંનેની કાવ્ય-વિશેષતાઓના સામ્ય-વૈષમ્યની રસપ્રદ ચર્ચા અને છણાવટ તુલનાત્મક પદ્ધતિએ આ પુસ્તકમાં કરવામાં આવી છે. હાફિઝની શાયરી-શૈલીની ઇકબાલની શાયરી-રચનાઓ પર જે પ્રભાવ પડ્યો છે તેનું તેમણે…
વધુ વાંચો >હાબરલાં જી.
હાબરલાં, જી. (જ. 28 નવેમ્બર 1854; અ. 30 જાન્યુઆરી 1945) : ઑસ્ટ્રિયન વનસ્પતિવિજ્ઞાની. તેમણે સૌપ્રથમ વાર દર્શાવ્યું કે અલગ કરેલી પેશીઓના સંવર્ધનની શક્યતાઓ છે (બોનર, 1936). તેમણે પેશીસંવર્ધન દ્વારા વ્યક્તિગત કોષોની ક્ષમતાઓનો નિર્દેશ કર્યો અને જણાવ્યું કે આ પદ્ધતિથી પેશીઓની પારસ્પરિક અસરો નક્કી થઈ શકે છે. હાબરલાંની પેશી અને કોષસંવર્ધનની…
વધુ વાંચો >હાબર વિધિ (Haber Process)
હાબર વિધિ (Haber Process) : ઔદ્યોગિક દૃષ્ટિએ ખૂબ ઉપયોગી એવા એમોનિયા વાયુના નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી સંશ્લેષણ માટેની પ્રવિધિ. જર્મન વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ હાબરે 1908માં નાના પાયા પર એમોનિયાના સંશ્લેષણ માટેની આ પદ્ધતિ શોધી હતી અને તે બદલ તેમને 1918નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. અન્ય જર્મન વૈજ્ઞાનિક કાર્લ બોશે એમોનિયાના ઉત્પાદન…
વધુ વાંચો >હાબેરમાસ યુરગન
હાબેરમાસ યુરગન (જ. 18 જૂન 1929, ડૂસલડૉર્ફ, જર્મની) : વીસમી સદીના ઉત્તરાર્ધના ખૂબ જ પ્રભાવક જર્મન ચિન્તક. તેમણે ગોટિન્જન, ઝ્યૂરિક અને બૉન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો. 1956માં તેમણે ફ્રેન્કફર્ટની સામાજિક સંશોધનની સંસ્થામાં એકૉર્નો અને હૉર્કહાયમર પાસે અભ્યાસ કર્યો હતો. 1971થી 1983 સુધી હાબેરમાસે માર્કસ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધનકાર્ય કર્યું હતું. 1983થી…
વધુ વાંચો >હાયડન ફ્રાન્ઝ જૉસેફ (Haydn Franz Joseph)
હાયડન, ફ્રાન્ઝ જૉસેફ (Haydn, Franz Joseph) [જ. 31 માર્ચ 1732, રોહ્રો (Rohro), ઑસ્ટ્રિયા; અ. 31 મે 1809, વિયેના, ઑસ્ટ્રિયા] : પ્રશિષ્ટ યુરોપિયન સંગીતના એક અગ્રણી સંગીતકાર અને સંગીતનિયોજક તથા સિમ્ફનીના આધુનિક સ્વરૂપના ઘડવૈયા. હાયડનનું બાળપણ ગરીબી અને રઝળપાટમાં વીતેલું. તેમના પિતા ગાડાનાં પૈડાં બનાવનાર સુથાર હતા તથા માતા ધનિકોને ત્યાં…
વધુ વાંચો >હાયડેટિડ રોગ
હાયડેટિડ રોગ : એકિનોકોકસ જૂથના પટ્ટીકૃમિથી થતો રોગ. તેમાં જલબિન્દુસમ (hydatid) પ્રવાહી ભરેલી પોટલી (કોષ્ઠ, cyst) બને છે માટે તેને બિંદ્વાભ કોષ્ઠ(hydatid cyst)નો રોગ કહે છે. દરેક કોષ્ઠમાં ફક્ત એકજલપુટિ (unilocule) એટલે કે પ્રવાહી ભરેલી પુટિકા હોય છે. તેને એકિનોકોકોસિસ પણ કહે છે; કેમ કે તે એકિનોકોકસ જૂથના પરોપજીવીના ડિમ્ભ(larva)થી…
વધુ વાંચો >હાયડેન્ટોઇન
હાયડેન્ટોઇન : આંચકી (ખેંચ) થાય તેવા અપસ્માર (epilepsy) નામના રોગમાં તથા હૃદયનાં ક્ષેપકનાં કાલપૂર્વ સંકોચનો ઘટાડવામાં અને કર્ણક-ક્ષેપક ઉત્તેજનાવહન વધારવામાં અસરકારક ઔષધોનું જૂથ. વ્યક્તિ બેભાન થઈ જાય અને તેને વારંવાર સ્નાયુસંકોચનો થયાં કરે તો તેને આંચકી, ખેંચ (convulsion) કે સંગ્રહણ (seizure) કહે છે. આવું વારંવાર થાય તેવા મગજના રોગને અપસ્માર…
વધુ વાંચો >હાયપરસ્થીન
હાયપરસ્થીન : પાયરૉક્સિન સમૂહનું ખનિજ. ઑર્થોપાયરૉક્સિન. રાસા. બં. : (Mg·Fe) SiO3 અથવા (Mg·Fe)O SiO2. સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા, પ્રિઝમેટિક ઓછા પ્રમાણમાં મળે; સામાન્ય રીતે દળદાર, પર્ણવત્; પારભાસકથી અપારદર્શક. યુગ્મતા (100) ફલક પર સાદી અને પર્ણ જેવી. સંભેદ : (210) સારી; (100) અને (010) ફલકો પર…
વધુ વાંચો >હક ઝિયા-ઉલ
હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા…
વધુ વાંચો >હકનો ખરડો
હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી…
વધુ વાંચો >હકીકત
હકીકત : જાણીતું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1964. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માતા, દિગ્દર્શક અને પટકથા-લેખક : ચેતન આનંદ. ગીતકાર : કૈફી આઝમી. છબિકલા : સદાનંદ દાસગુપ્તા. સંગીત : મદનમોહન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય, સુધીર, જયંત, મેકમોહન, ઇન્દ્રાણી મુખરજી, અચલા સચદેવ. આઝાદ…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હકીમ રૂહાની સમરકંદી
હકીમ રૂહાની સમરકંદી : બારમા સૈકાના ફારસી કવિ. તેમનું પૂરું નામ અબૂ બક્ર બિન મુહમ્મદ બિન અલી અને ઉપનામ રૂહાની હતું. તેમનો જન્મ અને ઉછેર આજના અફઘાનિસ્તાનના ગઝના શહેરમાં થયો હતો. તેઓ શરૂઆતમાં ગઝનવી વંશના સુલતાન બેહરામશાહ(1118–1152)ના દરબારી કવિ હતા. પાછળથી તેઓ પૂર્વીય તુર્કસ્તાનના પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર સમરકંદમાં સ્થાયી…
વધુ વાંચો >હકીમ સનાઈ (બારમો સૈકો)
હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની…
વધુ વાંચો >હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના)
હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ…
વધુ વાંચો >હકોની અરજી
હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હક્સલી આલ્ડસ (લિયૉનાર્ડ)
હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ…
વધુ વાંચો >