૨૪.૦૯

સ્ટૅગ (શૅરબજાર)થી સ્ટૉર્મર, હૉર્સ્ટ એલ

સ્ટૅગ (શૅરબજાર)

સ્ટૅગ (શૅરબજાર) : કંપનીએ બહાર પાડેલા નવા શૅરો અરજી કરીને ખરીદ્યા પછી તુરત જ વેચી કાઢીને નફો કમાવાના હેતુવાળો સટોડિયો. શૅરબજારના ખેલાડીઓની ઓળખ અંગ્રેજી ભાષામાં કેટલાંક પ્રાણીઓનાં નામથી આપવામાં આવે છે; દા. ત., તેજીવાળાને ‘Bull’ એટલે કે ‘સાંઢ’થી ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે તાજાં ઘાસ અને કૂંપળ ખાતા ‘Stag’…

વધુ વાંચો >

સ્ટેટન આઇલૅન્ડ

સ્ટેટન આઇલૅન્ડ : ન્યૂયૉર્ક શહેરના પાંચ વિભાગો પૈકીનો એક વિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 35´ ઉ. અ. અને 74° 09´ પ. રે.. તે ન્યૂયૉર્ક ઉપસાગરમાં મૅનહટ્ટન ટાપુથી નૈર્ઋત્યમાં 8 કિમી.ને અંતરે ટાપુ રૂપે આવેલો છે. તે ન્યૂયૉર્ક શહેરનો ઝડપથી વિકસતો જતો વિસ્તાર ગણાય છે. આ ટાપુ મૅનહટ્ટન સાથે ફેરીસેવાથી સંકળાયેલો…

વધુ વાંચો >

સ્ટેટ મ્યુઝિયમ પટણા

સ્ટેટ મ્યુઝિયમ, પટણા (બિહાર) (સ્થાપના 1917) : બિહાર રાજ્ય-હસ્તકનું કલા-સંગ્રહાલય. તેમાં મૌર્યકાળ અને ત્યાર પછીના સમયનાં પથ્થર અને ટેરાકોટાની ઉત્તમ શિલ્પકૃતિઓનો સંગ્રહ છે. આ સંગ્રહને 1930માં યુરોપિયન, મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલી મુજબ બાંધેલા નવા મકાનમાં ખસેડવામાં આવ્યો હતો. સ્ટેટ મ્યુઝિયમ, પટણા (બિહાર) 1930માં યુરોપિયન, મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલી…

વધુ વાંચો >

સ્ટેટ મ્યુઝિયમ લખનૌ

સ્ટેટ મ્યુઝિયમ, લખનૌ (સ્થાપના 1863) : માનવવિદ્યાવિષયક મ્યુઝિયમ. આ મ્યુઝિયમની સ્થાપના પ્રારંભમાં મ્યુનિસિપલ મ્યુઝિયમ તરીકે થયેલી. ત્યારે તેમાં પુરાતત્વ અને પ્રાકૃતિક ઇતિહાસના વિભાગ હતા. પછી પ્રાંતના જુદા જુદા ભાગમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ દ્વારા 1883માં તે પ્રાદેશિક મ્યુઝિયમ બન્યું. સ્ટેટ મ્યુઝિયમ, લખનૌમાં સ્તૂપ 1911માં તેને 4 મુખ્ય વિભાગોમાં પુનર્વ્યવસ્થિત કરવામાં આવ્યું…

વધુ વાંચો >

સ્ટેટીસ (statice)

સ્ટેટીસ (statice) : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની વનસ્પતિ. તેના મુખ્ય બે પ્રકાર છે : (1) બહુવાર્ષિક અને (2) વાર્ષિક (annual). મોટા ભાગની જાતો વાર્ષિક છે. તેનાં પુષ્પો ફૂલદાનીમાં લાંબો વખત ટકે છે. પુષ્પ શિયાળામાં બેસે છે. સ્ટેટીસને ‘sea lavender’ અથવા ‘sea pink’ પણ કહે છે. suworowy 40 સેમી.થી 45…

વધુ વાંચો >

સ્ટેટેનિયસ એડ્વર્ડ રીલી

સ્ટેટેનિયસ, એડ્વર્ડ રીલી (જ. 22 ઑક્ટોબર 1900, શિકાગો; અ. 31 ઑક્ટોબર 1949, ગ્રીનવિચ) : અમેરિકાના રાજનીતિજ્ઞ અને ઉદ્યોગપતિ. પ્રારંભે ઉદ્યોગપતિ તરીકેની કારકિર્દીના કારણે ખ્યાતનામ જનરલ મોટર્સ કૉર્પોરેશનમાં તેમણે 1926–1934 દરમિયાન અનેક વહીવટી હોદ્દા ભોગવ્યા હતા. 1938માં તેઓ યુ.એસ. સ્ટીલ કૉર્પોરેશનના બોર્ડના અધ્યક્ષ બન્યા. 1940–1943 નૅશનલ ડીફેન્સ એડ્વાઇઝરી કમિશનમાં કામ કર્યું.…

વધુ વાંચો >

સ્ટેટ્સમૅન ધ

સ્ટેટ્સમૅન ધ : કોલકાતા અને નવી દિલ્હી, સિલિગુડી અને ભુવનેશ્વરથી એકસાથે પ્રકાશિત થતું અંગ્રેજી દૈનિક. કોલકાતામાં તેની સ્થાપના 1875માં થઈ હતી, અને 1818માં સ્થપાયેલા ‘ધ ફ્રેન્ડ ઑવ્ ઇન્ડિયા’માંથી સીધું રૂપાંતર થયું હતું. તે ઉપરાંત 1821માં સ્થપાયેલા ‘ધી ઇંગ્લિશમૅન’ અખબારનું 1834માં ‘ધ સ્ટેટ્સમૅન’માં વિલીનીકરણ થયું હતું. ‘ધ સ્ટેટ્સમૅન’ માટે અન્ય તારીખો…

વધુ વાંચો >

સ્ટૅધૅમ બ્રિયાન

સ્ટૅધૅમ, બ્રિયાન (જ. 17 જૂન 1930, ગૉર્ટન મૅન્ચૅસ્ટર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. 1950ના દાયકામાં તેઓ ઇંગ્લૅન્ડ માટે ખૂબ ચોકસાઈપૂર્વકના ઝડપી ગોલંદાજ બની રહ્યા તેમજ ફ્રેન્ક ટાયસન તથા ફ્રેડ ટ્રુમૅન સાથે તેમની અતિખ્યાત ભાગીદારી બની રહી. અમુક ભાગની સીઝનમાં એક વખત તેમણે લૅન્કેશાયર માટે 37 વિકેટ ઝડપી હતી. તે પછી…

વધુ વાંચો >

સ્ટેન એડિથ

સ્ટેન, એડિથ (જ. 12 ઑક્ટોબર 1891, બ્રેસ્લૉ, જર્મની; અ. 9/10 ઑગસ્ટ 1942, ઑશ્ચવિટ્ઝ, પોલૅન્ડ) : મૂળ જૂડેઇઝમ – યહૂદીઓના એકેશ્વર ધર્મનાં, પરંતુ પાછળથી રોમન કૅથલિક બનેલા અને કઠોર વ્રતધારી કાર્મેલાઇટ સાધ્વી, તત્વચિંતક અને આધ્યાત્મિક લેખનમાં રુચિ ધરાવનાર લેખિકા. ઉપનામ ટેરેસા બેનિડિક્ટા ઑવ્ ધ ક્રૉસ. (લૅટિનમાં ટેરેશિયા બેનિડિક્ટા અ ક્રૂસ.) મૂળ…

વધુ વાંચો >

સ્ટેન-ગન

સ્ટેન-ગન : મધ્યમ કદનાં શસ્ત્રોમાં ગણાતી સ્વયંચલિત બંદૂક. તે સ્ટેન મશીન ગન (LMG) અથવા સ્ટેન મશીન કાર્બાઇન (SMC) નામથી પણ ઓળખાય છે. સામાન્ય રીતે તેની લંબાઈ 30 ઇંચની અથવા 76.2 સેન્ટિમીટર જેટલી હોય છે. આ બંદૂકની નળી (બૅરલ) 7.5 ઇંચની લંબાઈ ધરાવે છે. તેના મૅગઝીનમાં 32 જેટલી ગોળીઓ (rounds) એકસાથે…

વધુ વાંચો >

સ્ટૅમ્પ

Jan 9, 2009

સ્ટૅમ્પ : સરકાર વતી પૈસા લઈને માગણી કરનાર નાગરિકને આપેલ દસ્તાવેજ માટેની કે ટપાલની ટિકિટ. ગુજરાતી ભાષામાં તે સામાન્ય રીતે ટિકિટ તરીકે ઓળખાય છે. તેમાં મુખ્યત્વે ટપાલ પર ચોંટાડવાની ટિકિટો, કોઈ દસ્તાવેજને કાયદેસરતા બક્ષવા માટે તેના પર ચોંટાડેલી અથવા છાપેલી ટિકિટો, મહેસૂલી ટિકિટો વગેરેનો સમાવેશ થાય છે. ઇન્ડિયન સ્ટૅમ્પ-ઍક્ટ 1899ની…

વધુ વાંચો >

સ્ટૅમ્પ ઍલ. ડડલી

Jan 9, 2009

સ્ટૅમ્પ, ઍલ. ડડલી (જ. 1898; અ. 1967) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવિદ. સ્ટૅમ્પે તેમના અભ્યાસકાળ દરમિયાન ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળનું શિક્ષણ મેળવેલું. 1923–1926ના સમયગાળામાં મ્યાનમારની રંગૂન યુનિવર્સિટીમાં ભૂગોળ વિષયના વ્યાખ્યાતા તરીકે અને પછીથી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. લંડન યુનિવર્સિટીમાં પણ 1926થી 1965 સુધી સેવાઓ આપેલી. દુનિયાની જાણીતી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને ક્લાર્ક, સ્ટૉકહોમ…

વધુ વાંચો >

સ્ટૅમ્પ-ડ્યૂટી

Jan 9, 2009

સ્ટૅમ્પ-ડ્યૂટી : સરકારે નક્કી કરેલા આર્થિક વ્યવહારો સહિત ભિન્ન ભિન્ન પ્રકારના વ્યવહારો-પ્રસંગે તે વ્યવહારોને કાયદાનું પીઠબળ મળે તે માટે નિયત રકમના સ્ટૅમ્પ કે સ્ટૅમ્પ-પેપરના ઉપયોગ દ્વારા નાગરિકો તરફથી ચૂકવવામાં આવતો વેરો. મિલકતોના ખરીદ-વેચાણ-પ્રસંગે પક્ષકારો વચ્ચે થતો કરાર નિયત રકમના સ્ટૅમ્પ-પેપર પર જ થવો જોઈએ. અંગ્રેજોએ જાહેર વિત્તવ્યવસ્થાને ભારતમાં દાખલ કરી…

વધુ વાંચો >

સ્ટૅમ્ફર્ડ થૉમસ રૅફલ (સર)

Jan 9, 2009

સ્ટૅમ્ફર્ડ, થૉમસ રૅફલ (સર) (જ. 5 જુલાઈ 1781; અ. 5 જુલાઈ 1826) : સિંગાપોરના આદ્યસ્થાપક. 14 વર્ષની નાની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લંડન ખાતેની મધ્યસ્થ કચેરીમાં કારકુન તરીકે જોડાયા. કેટલાંક વર્ષો પછી જાવા(ઇન્ડોનેશિયા)ના ગવર્નર બન્યા. ત્યાં રહીને તેમણે ત્યાંના સમાજજીવનમાં ઘણા વિકાસલક્ષી સુધારા કર્યા. ડચ લોકોને હંફાવવા કંપનીના નિર્ણયની પરવા…

વધુ વાંચો >

સ્ટેરૉઇડ્ઝ (steroids)

Jan 9, 2009

સ્ટેરૉઇડ્ઝ (steroids) : 17 કાર્બન પરમાણુઓ પરસ્પર જોડાયેલા ચાર વલયોની શ્રેણીમાં ગોઠવાવાથી રચાતા સાઇક્લોપેન્ટિનોપર-હાઇડ્રૉફિનાન્થ્રીન નામનો બંધારણીય એકમ ધરાવતાં કુદરતી (પ્રાણીજ અથવા વાનસ્પતિક) સંયોજનો. આ સંયોજનો એક સાઇક્લોપેન્ટેન અને ત્રણ સાઇક્લોહેક્ઝીન વલય ધરાવે છે. આમ સ્ટેરૉઇડ્ઝ એ નીચે દર્શાવેલી પરહાઇડ્રૉસાઇક્લોપેન્ટેનોફિનાથ્રીન વલય-પ્રણાલી ધરાવે છે. એક અન્ય વ્યાખ્યા મુજબ સ્ટેરૉઇડ એટલે એવો પદાર્થ…

વધુ વાંચો >

સ્ટૉઇકવાદ

Jan 9, 2009

સ્ટૉઇકવાદ : પ્રાચીન ગ્રીસ અને રોમનયુગમાં પ્રચલિત થયેલો તત્વચિંતનનો એક સંપ્રદાય. ગ્રીક શબ્દ ‘Stoa’, બહારથી ખુલ્લો પૉર્ચ હોય તેવી પણ અનેક સ્તંભોની હારમાળાવાળી કેટલીક જાહેર ઇમારતો માટે પ્રયોજાતો હતો. એથેન્સના આવા એક ‘Stoa’માં કાઇટિયમ(Citium)ના ઝેનો (Zeno : 333–264 BC) વ્યાખ્યાનો આપતા હતા; તેથી જ, ઝેનોની અને તેમના અનુયાયીઓની તાત્વિક વિચારસરણીને…

વધુ વાંચો >

સ્ટૉક

Jan 9, 2009

સ્ટૉક : ઉછીનાં નાણાં મેળવવા માટે અન્ય પ્રકારના કોઈ એકમના બદલે ફક્ત નાણાંના એકમમાં બહાર પાડવામાં આવતી જામીનગીરીઓ (બૉન્ડ). સરકાર સ્થાનિક સત્તાવાળાઓ અને કંપનીઓ તરફથી દેશમાં જે નાણું પ્રચલિત હોય, તેવા ચલણના નિશ્ચિત એકમમાં બહાર પાડેલી જામીનગીરીઓ સ્ટૉક તરીકે ઓળખાતી હતી. સામાન્ય રીતે તેની કિંમત રૂ. 100 અથવા પાઉન્ડનું ચલણ…

વધુ વાંચો >

સ્ટૉક (જથ્થો)

Jan 9, 2009

સ્ટૉક (જથ્થો) : ધંધાદારીનો હાથ ઉપરનો નહિ વેચાયેલો કે નહિ વપરાયેલો માલ. ગુજરાતીમાં જેને જથ્થો કહેવામાં આવે છે તેને અંગ્રેજીમાં ‘સ્ટૉક’ કહે છે. ધંધાદારી સમાજ તો ‘જથ્થો’ શબ્દનો ઉપયોગ કરવાને બદલે ‘સ્ટૉક’ શબ્દનો ઉપયોગ કરે છે. ધંધાદારીના હાથ પરના નહિ વેચાયેલા અને નહિ વપરાયેલા માલને ‘સ્ટૉક’થી ઓળખવામાં આવે છે. ઉત્પાદકો…

વધુ વાંચો >

સ્ટૉકવર્કસ (stockworks)

Jan 9, 2009

સ્ટૉકવર્કસ (stockworks) : બખોલપૂરણીનો એક પ્રકાર. ખનિજ-ધાતુખનિજધારક નાની નાની શિરાઓની અરસપરસની ઘનિષ્ઠ ગૂંથણી દ્વારા જ્યારે આખોય ખડકભાગ આવરી લેવાયેલો હોય ત્યારે એવા શિરાગૂંથણીસ્વરૂપને લઘુશિરાજાલ જૂથનિક્ષેપ (સ્ટૉકવર્કસ) કહેવાય છે. આલ્તનબર્ગ(જર્મની)નું કલાઈ-સ્ટૉકવર્કસ (લઘુશિરાજાલ જૂથનિક્ષેપ) આગ્નેય અંતર્ભેદકોના પ્રાદેશિક ખડકો સાથે સંપર્કમાં રહેલા બાહ્ય વિભાગો ઝડપથી ઠરતા હોય છે. ઘનીભવન દરમિયાન થતા સંકોચનથી તેમાં…

વધુ વાંચો >

સ્ટૉકહોમ (Stockholm)

Jan 9, 2009

સ્ટૉકહોમ (Stockholm) : સ્વીડનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 20´ ઉ. અ. અને 18° 03´ પૂ. રે.. આ શહેર માલેરન સરોવર અને બાલ્ટિક સમુદ્ર વચ્ચેના સ્વીડનના પૂર્વ કાંઠે વસેલું છે. તે સ્વીડનનું વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. સ્ટૉકહોમ આશરે 50 પુલોથી સંકળાયેલા 14 જેટલા ટાપુઓ પર…

વધુ વાંચો >