સ્ટેટીસ (statice) : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની વનસ્પતિ. તેના મુખ્ય બે પ્રકાર છે : (1) બહુવાર્ષિક અને (2) વાર્ષિક (annual). મોટા ભાગની જાતો વાર્ષિક છે. તેનાં પુષ્પો ફૂલદાનીમાં લાંબો વખત ટકે છે. પુષ્પ શિયાળામાં બેસે છે. સ્ટેટીસને ‘sea lavender’ અથવા ‘sea pink’ પણ કહે છે.

suworowy 40 સેમી.થી 45 સેમી. ઊંચા છોડ છે. તેમને ગુલાબી રંગનાં પુષ્પ લાંબી દાંડી ઉપર આવે છે. આ છોડ વાર્ષિક છે. બી રોપ્યા પછી 3થી 3.5 માસે પુષ્પો આવે છે. આ છોડને કૂંડામાં ઉછેરી શકાય છે અથવા ક્યારાની સીમા ઉપર વાવી શકાય છે. S. sinuata જાતને ભૂરાં, ગુલાબી, સફેદ, લવંડર વગેરે રંગનાં પુષ્પો બેસે છે. આ જાત 30 સેમી.થી 35 સેમી. ઊંચી થાય છે. S. bonduli-ને પીળા રંગનાં પુષ્પ આવે છે. આ જાત 35 સેમી.થી 40 સેમી. ઊંચી થાય છે.

મ. ઝ. શાહ