ખંડ-૨૩
સાગરથી સૈરંધ્રી
સાગર
સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…
વધુ વાંચો >સાગર
સાગર : મધ્યપ્રદેશના મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 50´ ઉ. અ. અને 78° 43´ પૂ. રે.ની આજુબાજુનો 10,252 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઝાંસી (ઉ. પ્ર.) જિલ્લો, પૂર્વમાં દમોહ જિલ્લો, દક્ષિણે નરસિંહપુર, નૈર્ઋત્યમાં રાયસેન, પશ્ચિમે વિદિશા, વાયવ્યમાં ગુના…
વધુ વાંચો >સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો
સાગરદિગ્ધીનાં વિષ્ણુશિલ્પો : બંગાળમાં સાગરદિગ્ધીમાંથી ધાતુનાં અનુપમ વિષ્ણુશિલ્પો. કૉલકાતાના બંગીય સાહિત્ય પરિષદ મ્યુઝિયમમાં સંગૃહીત ષડ્ભુજ વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ભારતીય શિલ્પના વિશિષ્ટ નમૂના તરીકે પ્રખ્યાત છે. ષડ્ભુજ શિલ્પમાં વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા, પદ્મ ઉપરાંત ગરુડધ્વજ અને હાથી ધારણ કરેલ છે. દેવના મુકુટની પાછળ આવેલ આભામંડળમાં સાત નાગપુરુષોનાં શિલ્પો કોતરેલાં છે. દેવના…
વધુ વાંચો >સાગરનંદિન્
સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…
વધુ વાંચો >સાગર મૂવીટોન
સાગર મૂવીટોન : સ્થાપના 1930. ભારતીય ચલચિત્રનિર્માતા સંસ્થા. ભારતીય ચલચિત્રોનો સવાક યુગ શરૂ થવા આડે માંડ એકાદ વર્ષની વાર હતી ત્યારે સાગર ફિલ્મ કંપનીની સ્થાપના ચિમનલાલ વી. દેસાઈએ કરી હતી. તેમના ભાગીદાર અંબાલાલ પટેલ હતા. ચિમનલાલ દેસાઈ મૂળ તો બૅંગાલુરુમાં કોલસાનો વેપાર કરતા હતા. ચલચિત્રો સાથે આમ કોઈ લેવાદેવા હતી…
વધુ વાંચો >સાગર, રામાનંદ
સાગર, રામાનંદ (જ. 29 ડિસેમ્બર 1917, અસલ ગુરુ કે નામ, લાહોર ઇલાકો, હવે પાકિસ્તાનમાં; અ. 12 ડિસેમ્બર 2005, મુંબઈ) : ચલચિત્ર અને દૃશ્ય-શ્રાવ્ય ક્ષેત્રના અગ્રણી નિર્માતા, દિગ્દર્શક તથા પટકથા-સંવાદલેખક અને હિંદી તથા ઉર્દૂ ભાષાના સાહિત્યસર્જક. મૂળ નામ ચંદ્રમૌલિ, પરંતુ મોસાળ પક્ષના પરિવારે દત્તક લીધા બાદ તેમને ‘રામાનંદ’ નામ આપવામાં આવ્યું.…
વધુ વાંચો >સાગર સંગમે
સાગર સંગમે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1958. શ્વેત અને શ્યામ. ભાષા : બંગાળી. દિગ્દર્શક : દેવકી બોઝ. પટકથા : દેવકી બોઝ, પ્રેમેન્દ્ર મિત્ર. સંગીત : આર. સી. બોરાલ. છબિકલા : બિમલ મુખોપાધ્યાય. મુખ્ય કલાકારો : ભારતી દાસ, મંજુ અધિકારી, નીતેશ મુખોપાધ્યાય, ઝહર રૉય, તુલસી લાહિડી, શૈલેન મુખરજી. બંગાળી ચિત્રજગતમાં નોંધપાત્ર…
વધુ વાંચો >સાગરા, ઈશ્વર
સાગરા, ઈશ્વર (જ. 1936, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. અમદાવાદમાં હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરતા મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. બાળપણ અમદાવાદમાં વીત્યું. ઈશ્વર સાગરાનું ઍબ્સર્ડ ચિત્ર કલાના કોઈ પણ પ્રકારના વૈધિક અભ્યાસ વિના જ એમણે ચિત્રકલાની સાધના કરી. એમાં એમના મોટાભાઈ અને જાણીતા ચિત્રકાર પિરાજી સાગરાનાં માર્ગદર્શન…
વધુ વાંચો >સાગરા પિરાજી
સાગરા, પિરાજી (જ. 1931, અમદાવાદ, ગુજરાત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પકાર. હાથલારી ખેંચવાનો અને કબાડીનો વ્યવસાય કરનાર મારવાડી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળની કલા-શાળા ગુજરાત કલાસંઘમાં કલાની તાલીમ લેવા માટે જોડાયા. 1953માં તેમણે ‘ડ્રૉઇન્ગ ટીચર્સ ડિપ્લોમા’ પ્રાપ્ત કર્યો અને અમદાવાદની…
વધુ વાંચો >સાગોળ (lime)
સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…
વધુ વાંચો >સિન્હા, ગોપાલ પ્રસાદ
સિન્હા, ગોપાલ પ્રસાદ (ડૉ.) (જ. 25 માર્ચ 1943, પટણા, બિહાર, ભારત) : પ્રખ્યાત ચિકિત્સક અને ન્યુરોલૉજિસ્ટ. તેઓ પટના મેડિકલ કૉલેજના મેડિસિન અને ન્યુરોલૉજી વિભાગના ભૂતપૂર્વ વિભાગ-અધ્યક્ષ છે. તેમણે 1965માં પટના મેડિકલ કૉલેજમાંથી સ્નાતક અને 1968માં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેઓએ વિયેના, ઑસ્ટ્રિયા તથા ઇંગ્લૅન્ડમાંથી ન્યુરોલૉજીમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમને 1990માં…
વધુ વાંચો >સિન્હા, યશવંત
સિન્હા, યશવંત (જ. 6 નવેમ્બર 1937, પટણા, બિહાર) : પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી, પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી, નિવૃત્ત આઈએએસ અધિકારી, તૃણમૂલ કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. 1958માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયેલા યશવંત સિન્હા 1960માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં પાસ થઈને આઈએએસ બન્યા હતા. 1984 સુધી સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્ય કરનારા…
વધુ વાંચો >સિપ્પી રમેશ
સિપ્પી, રમેશ (જ. 23 જાન્યુઆરી 1947, કરાંચી, પાકિસ્તાન) : ચલચિત્ર-સર્જક. શાળામાં ભણતા ત્યારથી સ્ટુડિયોમાં જતા-આવતા રહેતા, ચિત્રોનાં શૂટિંગ રસપૂર્વક જોતા. મોટા થઈને પોતે સારાં ચિત્રો બનાવશે એવો નિર્ધાર મનોમન થતો જતો હતો તેને કારણે અભ્યાસમાં મન ચોંટતું નહોતું; પણ ચિત્રોના નિર્માતા-દિગ્દર્શક પિતા જી. પી. સિપ્પીએ તેમને લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં…
વધુ વાંચો >સિફીજન
સિફીજન : જુઓ મર્ક્યુરી
વધુ વાંચો >સિબેરેખ્ટ્સ ઇયાન (Siberechts Ian)
સિબેરેખ્ટ્સ, ઇયાન (Siberechts, Ian) (જ. 1627, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ; અ. આશરે 1705) : નિસર્ગચિત્રો આલેખવા માટે જાણીતા ફ્લેમિશ ચિત્રકાર. તેમના પિતા શિલ્પી હતા. ઍન્ટવર્પમાં રહેતા ચિત્રકાર એડ્રિયાન દે બી પાસેથી તેઓ ચિત્રકલા શીખ્યા. સિબેરેખ્ટ્સના આરંભકાલના ચિત્ર ‘ઇટાલિયન લૅન્ડસ્કેપ’(1653)માં ઇટાલિયન શૈલીને અનુસરતી ડચ ચિત્રણા જોઈ શકાય છે. 1660 સુધીમાં એક નિસર્ગચિત્રકાર તરીકે…
વધુ વાંચો >સિબેલિયસ જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius Jean (Julius Christian)
સિબેલિયસ, જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius, Jean (Julius Christian) [જ. 8 ડિસેમ્બર 1865, હામીન્લિના (Hameenlinna), ફિનલૅન્ડ; અ. 20 સપ્ટેમ્બર 1957, જાર્વેન્પા (Jrvenh) – ફિનલૅન્ડ] : વીસમી સદીમાં સિમ્ફનીના ઘાટનો વિકાસ કરનાર અગત્યના સંગીત-નિયોજક તથા સમગ્ર સ્કૅન્ડિનેવિયાના સૌથી વધુ ખ્યાતનામ સંગીતકાર. બાળપણથી જ વાયોલિનવાદન અને સંગીત-નિયોજનનો શોખ ધરાવતા સિબેલિયસે 1889માં બર્લિન અને…
વધુ વાંચો >સિબ્બલ, કપિલ
સિબ્બલ, કપિલ (જ. 8 ઑગસ્ટ, 1949, જલંધર, પંજાબ, ભારત) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના પૂર્વ પીઢ રાજકારણી. હાલ રાજ્યસભામાં સાંસદ. પિતા હિરાલાલ સિબ્બલ, જેમને આંતરરાષ્ટ્રીય બાર એસોસિયેશન દ્વારા વર્ષ 1994માં ‘કાયદા ક્ષેત્રમાં જીવંત દંતકથા સમાન વ્યક્તિ’ ગણાવ્યા છે. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ચંડીગઢમાં સેન્ટ જોહન્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું. દિલ્હીમાં…
વધુ વાંચો >સિમલા
સિમલા : હિમાચલ પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 45´થી 31° 44´ ઉ. અ. અને 77° 00´થી 78° 19´ પૂ. રે. વચ્ચેનો 5,131 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કુલુ અને મંડી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં કિન્નૌર જિલ્લો,…
વધુ વાંચો >સિમલા કરાર
સિમલા કરાર : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા ગાળાની શાંતિ સ્થાપવા માટે 3જી જુલાઈ, 1972ના રોજ સિમલા ખાતે થયેલો કરાર. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વારંવાર સિમલા કરારનો ઉલ્લેખ થાય છે. પ્રશ્ન એ છે કે આ કરાર પર બંને દેશોના વડાઓએ સહી કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના સંચાલનમાં તેને…
વધુ વાંચો >સિમા (Sima)
સિમા (Sima) : પૃથ્વીના પોપડાનું નિમ્ન પડ. પ્રધાનપણે સિલિકા અને મૅગ્નેશિયા(SiO2 અને MgO)ના બંધારણવાળાં ખનિજઘટકોથી બનેલો પોપડાનો નીચે તરફનો વિભાગ. તેની ઉપર તરફ સિયલ (Sial) અને નીચે તરફ ભૂમધ્યાવરણનાં પડ રહેલાં છે. બેઝિક ખડકોના બંધારણવાળું પોપડાનું આ પડ ખંડોમાં સિયલની નીચે રહેલું હોય છે; પરંતુ મહાસાગરોમાં, વિશેષે કરીને પૅસિફિક મહાસાગરમાં…
વધુ વાંચો >