ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >સંપાતબિંદુ (Equinox)
સંપાતબિંદુ (Equinox) : ક્રાંતિવૃત્ત અથવા અયનવૃત્ત (Ecliptic) અને ખગોલીય (આકાશી) વિષુવવૃત્ત જ્યાં છેદે તે બિંદુ. પૃથ્વી પોતાની ધરી પર 23 ક. – 56 મી.ના સમયગાળે એક ભ્રમણ કરે છે, અને સાથેસાથે સૂર્ય ફરતાં, લગભગ વર્તુળાકાર કક્ષામાં 365.25 દિવસના સમયગાળે કક્ષાભ્રમણ કરે છે; પરંતુ તેની ધરી ફરતાં ભ્રમણની અક્ષ કક્ષાભ્રમણના સમતલને…
વધુ વાંચો >સંપાદન (પત્રકારત્વ)
સંપાદન (પત્રકારત્વ) : જે તે પત્રનાં નીતિધોરણને લક્ષમાં લઈને સમાચાર, લેખ, ભાષા, તસવીરો આદિ સામગ્રીમાં જરૂરી સુધારા-વધારા કરી તેને પ્રકાશનક્ષમ બનાવવાની પ્રક્રિયા. આ કામગીરી કરનાર વ્યક્તિને સંપાદક અથવા તંત્રી તરીકે ઓળખવામાં આવે છે. પત્રકારત્વમાં સંપાદનની કામગીરી સૌથી વધુ જવાબદારીવાળી હોય છે. પત્રકારત્વમાં થોડાં વર્ષ પહેલાં સંપાદનની કામગીરી મુખ્યત્વે અખબાર, સામયિકો…
વધુ વાંચો >સંપાદન (સાહિત્ય)
સંપાદન (સાહિત્ય) સાહિત્યસામગ્રીની પસંદગી સાથે સંકળાયેલી એક મહત્ત્વની પ્રવૃત્તિ. ‘સંપાદન’ શબ્દ સંસ્કૃતનો છે, પણ એની સંકલ્પના અંગ્રેજી ‘Editing’ શબ્દમાંથી લીધી છે. સંસ્કૃતમાં संपादन શબ્દ છેક વૈદિક સાહિત્યમાં પ્રયોજાયો છે. તે પછી સંસ્કૃત પ્રશિષ્ટ સાહિત્યમાં પણ તે શબ્દ પ્રયોજાતો રહ્યો છે; પરંતુ સંસ્કૃતમાં संपादन શબ્દનો અર્થ ‘પૂર્ણ કરવું’, ‘મેળવવું’ એવો છે,…
વધુ વાંચો >સંપુતાની, કોસુ
સંપુતાની, કોસુ (જ. 3 જાન્યુઆરી 1930, કોડિહાલ્લી, તા. ડોડ્ડાબલ્લાપુર, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ બાંધકામ વિભાગમાંથી સિવિલ એન્જિનિયર તરીકે સેવાનિવૃત્ત થયા પછી ‘મેઘા’ અને ‘ભાવના’ના સહ-સંપાદક રહ્યા. તેમની માતૃભાષા મરાઠી હોવા છતાં કન્નડમાં 24 ગ્રંથો આપ્યા છે. ‘ગોરવય્યા’ (1967); ‘નાગરી નારી’ (1984); ‘બુડુ બુદિકે સંતન્ના’ (1985) બાળગીતસંગ્રહો…
વધુ વાંચો >સંપૂર્ણ કાચમય કણરચના (Holohyaline texture)
સંપૂર્ણ કાચમય કણરચના (Holohyaline texture) : કુદરતી કાચમય દ્રવ્યથી બનેલી કણરચના. જે ખડકમાંનાં ઘટકો સંપૂર્ણપણે કાચમય દ્રવ્યથી બનેલાં હોય એવા ખડકમાંની ખનિજગોઠવણીને સંપૂર્ણ કાચમય કણરચના કહે છે. લાવા કે મૅગ્મા દ્રવ ત્વરિત ઠંડું પડી જવાથી સ્ફટિકો કે સ્ફટિકકણો બનવા માટે અવકાશ રહેતો નથી. કુદરતમાં મળતા ખડકો પૈકી આ પ્રકારની કણરચનાવાળા…
વધુ વાંચો >સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture)
સંપૂર્ણ સ્ફટિકમય કણરચના (holocrystalline texture) : ખનિજ સ્ફટિકોથી બનેલી કણરચના. જે ખડકમાંનાં ખનિજ ઘટકો સંપૂર્ણપણે સ્ફટિકોથી બનેલાં હોય એવા ખડકમાંની ખનિજ ગોઠવણીને સંપૂર્ણ સ્ફટિકમય કણરચના કહે છે; તેમ છતાં, આ પ્રકારની કણરચનાવાળા કેટલાક ખડકોમાં સ્ફટિકોની કિનારીઓ પાસાદાર ન પણ હોય, ખનિજ ઘટકો અંશત: દાણાદાર કે અંશત: મહાસ્ફટિકમય (પૉર્ફિરિટિક) પણ હોય.…
વધુ વાંચો >સંપૂર્ણાનંદ
સંપૂર્ણાનંદ (જ. 1 જાન્યુઆરી 1889, વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 10 જાન્યુઆરી 1969, વારાણસી) : સ્વાતંત્ર્યસૈનિક, ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી, રાજસ્થાનના ગવર્નર, પત્રકાર અને લેખક. તેમનો જન્મ મધ્યમ વર્ગના હિંદુ કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાજી સામાન્ય સરકારી નોકરી કરતા હોવાથી આર્થિક અગવડોમાં જીવતા હતા. તેમના પિતાની સૂચનાથી તેમણે ધાર્મિક પુસ્તકોનું અધ્યયન કર્યું…
વધુ વાંચો >સંપ્રદાય
સંપ્રદાય : કોઈ એક વિચારધારાને અનુસરનારો વર્ગ. સામાન્ય રીતે કોઈ એક દાર્શનિક વિચારધારાને અનુસરનારા વર્ગ માટે ‘સંપ્રદાય’ શબ્દ પ્રયોજાય છે. સંપ્રદાય, મજહબ, પંથ વગેરે પર્યાયો છે. સંપ્રદાયો આચારભેદ, કર્મકાંડભેદ, માન્યતાભેદ અથવા વ્યક્તિ કે ગ્રંથના અનુસરણને કારણે અસ્તિત્વમાં આવે છે. सम्प्रदीयते यस्मिन् इति सम्प्रदाय: । જેમાં આચાર, વિચાર, વ્યક્તિ, ગ્રંથ આદિને…
વધુ વાંચો >સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power)
સંપ્રેષણ – વિદ્યુતશક્તિનું (transmission of electric power) : વિદ્યુત ઉત્પન્ન કરતા પ્લાન્ટમાંથી વિદ્યુતનું વહન કરી તેને ઉપભોક્તા સુધી પહોંચાડવાની પદ્ધતિ. અનુકૂળ જગ્યા, જ્યાં ઊર્જાસ્રોત (જેવા કે કોલસા, ગૅસ, ઊંચાઈએ સંગ્રહાતું પાણી, સારા પ્રમાણમાં અને સતત વધુ ગતિએ મળતો પવન, વિશાળ ખુલ્લી જગ્યામાં વધુ તાપમાને મળી રહેતી સૌર ઊર્જા વગેરે) મળી…
વધુ વાંચો >