ખંડ ૨૧
વૉ, ઈવેલિનથી ષષ્ઠી ઉપક્રમ
વૉ, ઈવેલિન
વૉ, ઈવેલિન (જ. 28 ઑક્ટોબર 1903, લંડન; અ. 10 એપ્રિલ 1966, કૉમ્બે ફ્લોરી, સમરસેટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર. તેઓ લંડનના શ્રીમંત સમાજ પરની કટાક્ષમય નવલકથાઓના રચયિતા તરીકે સવિશેષ પ્રખ્યાત છે. એમની આ પ્રકારની કૃતિઓમાં વ્યંગ, હાસ્ય તથા કંઈક અંશે કટાક્ષ સાથે આધ્યાત્મિક અને ધાર્મિક વિષયો પણ સંલગ્ન છે. ઉચ્ચ વર્ગનાં…
વધુ વાંચો >વૉકર કરાર (સેટલમેન્ટ)
વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર. ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના…
વધુ વાંચો >વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર)
વૉકર, કર્નલ ઍલેક્ઝાન્ડર (વૉકર, મેજર) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ. તેમણે ત્યાં મહત્વની કામગીરી કરી હતી. વડોદરાના રાજા ગોવિંદરાવ ગાયકવાડનું સપ્ટેમ્બર 1800માં અવસાન થયું. એ પછી એમના બે પુત્રો આનંદરાવ અને કાન્હોજીરાવ વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયો. એ બંનેએ લવાદી કરવા માટે મુંબઈની અંગ્રેજ સરકારને વિનંતી કરી. તેથી મુંબઈના ગવર્નર જોનાથન…
વધુ વાંચો >વૉકર, જૉન
વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…
વધુ વાંચો >વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest)
વૉકર, જૉન અર્નેસ્ટ (Walker, John Earnest) (જ. 7 જાન્યુઆરી 1941, હેલિફેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ અને 1997ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1969માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડમાંથી ડૉક્ટરેટ પદવી મેળવ્યા બાદ વૉકરે અમેરિકા અને પૅરિસમાં આવેલ યુનિવર્સિટીઓ ખાતે વિવિધ સંશોધન-યોજનાઓ પર કાર્ય કર્યું. 1974માં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલ…
વધુ વાંચો >વૉકરની (પોલાદ-પટ્ટી) તુલા (Walker’s steelyard balance)
વૉકરની (પોલાદ–પટ્ટી) તુલા (Walker’s steelyard balance) : વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન. ખનિજો(કે ખડક-ટુકડા)ની વિશિષ્ટ ઘનતા માપવા માટે વૉકરે તૈયાર કરેલી પોલાદપટ્ટીની તુલા ઉપયોગમાં લેવાય છે. આ સાધનનો મુખ્ય ભાગ તેની અંકિત પટ્ટી હોય છે. આ પટ્ટીના એક છેડાનો થોડોક ભાગ ઉપર તરફની ધારમાં દાંતાવાળો રાખીને, તેને બીજી એક ઊભી…
વધુ વાંચો >વૉકિહુરી, ડગ્લાસ
વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…
વધુ વાંચો >વૉગેલ, પોલા (ઍન)
વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…
વધુ વાંચો >વોગેલિયા
વોગેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લમ્બેજિનેસી કુળની મુખ્યત્વે ઉષ્ણપ્રદેશોમાં મળી આવતી ક્ષુપ પ્રજાતિ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં તથા આબુનાં જંગલોમાં થાય છે. તે 1.8 મી.થી 3.0 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની છાલ રાખોડી રંગની હોય છે. પ્રકાંડ અને શાખાઓ ગોળાકાર અને ઊભી રેખાઓવાળાં હોય છે. પર્ણો કંઈક અંશે…
વધુ વાંચો >વૉગ્લર, એબી
વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…
વધુ વાંચો >શતરંજ કે ખિલાડી
શતરંજ કે ખિલાડી : રંગીન ચલચિત્ર. ભાષા : ઉર્દૂ. નિર્માણવર્ષ : 1977. નિર્માણસંસ્થા : દેવકી ચિત્ર. નિર્માતા : સુરેશ જિંદાલ. દિગ્દર્શન-પટકથા-સંવાદ-સંગીત : સત્યજિત રાય. કથા : મુનશી પ્રેમચંદની ટૂંકી વાર્તા પર આધારિત. સંવાદ : જાવેદ સિદ્દીકી, શમા ઝૈદી. છબિકલા : સૌમેન્દુ રોય. મુખ્ય કલાકારો : સંજીવકુમાર, સઇદ જાફરી, રિચાર્ડ એટનબરો,…
વધુ વાંચો >શતવર્ષીય યુદ્ધ
શતવર્ષીય યુદ્ધ (1337-1453) : ફ્રાન્સ ઉપર અંકુશ મેળવવા વાસ્તે પાંચ અંગ્રેજ અને પાંચ ફ્રેન્ચ રાજાઓના શાસન સુધી વિસ્તરેલ યુદ્ધ. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચેના આ સંઘર્ષમાં યુદ્ધવિરામો તથા સંધિઓનો ભંગ કરીને યુદ્ધો કરવામાં આવ્યાં હતાં. ઈ. સ. 1204માં અંગ્રેજોએ ફ્રાન્સમાં આવેલું નૉર્મન્ડી ગુમાવ્યું, તે યુદ્ધનું પાયાનું કારણ બન્યું. યુદ્ધ માટે બીજાં…
વધુ વાંચો >શતાવરી
શતાવરી : એકદળી વર્ગમાં આવેલા બિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus racemosus Willd. (બં. શતમૂલી; ગુ. એકલકંટો, સતાવરી, સસલાચારો; હિં. ચાતવાલ, સતાવર, સતમૂલી; મ. આસવેલ, શતાવરી, શતમૂલી; ક. અહેરુબલ્લી, આશાધી; મલ. ચાતવાલી, સતાવરી; ત. અમૈકોડી, ઇન્લી-ચેડી, કડુમૂલા, શિમૈશડાવરી; તે. પિલ્લી-ગડ્ડાલુ, તોઆલા-ગડ્ડાલુ) છે. આ પ્રજાતિની જાતિઓ ઉપ-ક્ષુપ (under-shrub) કે…
વધુ વાંચો >શતાવરી ઘૃત (રસાયન-ઔષધિ)
શતાવરી ઘૃત (રસાયન–ઔષધિ) : આયુર્વેદિક ઔષધિ. પાઠ તથા નિર્માણવિધિ : શતાવરીનો રસ 2560 મિલિ., દૂધ 2560 મિલિ, ગાયનું ઘી 1300 ગ્રામ તથા જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાકોલી, ક્ષીરકાકોલી, દ્રાક્ષ (લીલવા-સૂકી), જેઠીમધ, જંગલી મગ, જંગલી અડદ, વિદારી કંદ અને રતાંજળી આ 12 ઔષધિઓ 30-30 ગ્રામ લઈ, તેનો કલ્ક કરવામાં આવે છે.…
વધુ વાંચો >શત્રુઘ્ન
શત્રુઘ્ન : દશરથ અને સુમિત્રાનો પુત્ર અને લક્ષ્મણનો સહોદર ભાઈ. વાલ્મીકિ રામાયણમાં તેને ભરતનો અભિન્ન સાથી કહ્યો છે. આથી પ્રાચીન સાહિત્યમાં રામ-લક્ષ્મણ અને ભરત-શત્રુઘ્નનો જોડી તરીકે ઉલ્લેખ થતો જોવામાં આવે છે. મોસાળમાંથી આવીને રામના વનવાસ અંગેના નિશ્ચયનો ભરતની જેમ શત્રુઘ્ને પણ ભારે વિરોધ કર્યો હતો. મંથરાને એ મારવા દોડ્યો હતો.…
વધુ વાંચો >શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ)
શત્રુંજય (શેત્રુંજો) (ભૂગોળ) : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલો પર્વત. ભૌગોલિક સ્થાન : 21° 31´ ઉ. અ. અને 71° 42´ પૂ. રે. તે જિલ્લામથક ભાવનગરથી નૈર્ઋત્યમાં આશરે 54 કિમી.ને અંતરે આવેલો છે. તેની તળેટીમાં પશ્ચિમ તરફ પાલિતાણા નગર વસેલું છે તથા તેની ઉત્તર તરફથી શેત્રુંજી નદી પસાર થાય છે. તેની…
વધુ વાંચો >શત્રુંજય પરનાં મંદિરો
શત્રુંજય પરનાં મંદિરો : જૈનોનું મહિમાવંતું ગિરિતીર્થ. જૈનોમાં મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. ‘એ સમ તીરથ ન કોય’ – એની તોલે આવી શકે એવું બીજું કોઈ તીર્થ નથી – એમ કહીને, એનો અપરંપાર મહિમા જૈન સંઘમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા…
વધુ વાંચો >શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua)
શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua) (જ. ઈ. સ. 1031, હંગ્ઝોઉ, ઝેજિયાન્ગ પ્રોવિન્સ, ચીન; અ. ઈ. સ. 1095, ચિન્ગ–કો’ઉ, ચીન) : ખગોળવિદ્યા, ગણિતવિદ્યા, ભૌતિકવિદ્યા, પ્રકાશવિજ્ઞાન, ભૂગોળવિદ્યા, નકશાવિજ્ઞાન (માનચિત્રકલા), ઇજનેરીવિદ્યા, વૈદકશાસ્ત્ર, સંગીત વગેરે જેવી અનેક વિદ્યાઓના જ્ઞાતા બહુવિદ્યાવિદ અને મુત્સદ્દી. શન ખ્વોના પિતાનું નામ શન ચો (Shen Chou) અને માતાનું…
વધુ વાંચો >શનિ (ગ્રહ)
શનિ (ગ્રહ) : સૂર્ય આસપાસ ફરતા નવ ગ્રહોમાં સૂર્યથી દૂર જતાં છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ. કદની દૃષ્ટિએ સૌથી મોટા ગ્રહ ગુરુ કરતાં તે થોડોક જ નાનો છે. સૂર્યથી સરેરાશ 142.7 કરોડ કિમી. અંતરે રહેલો આ ગ્રહ સૂર્ય ફરતું તેનું એક પરિક્રમણ 29.46 વર્ષે પૂરું કરે છે. પૃથ્વી કરતાં લગભગ દસ…
વધુ વાંચો >શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ
શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ (જ. 1923, કુંડઈ, ગોવા) : કોંકણી કવિ, અનુવાદક અને સંપાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ચાંફેલ્લી સાંજ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પોર્ટુગીઝ લિસેયુનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તેઓ મરાઠી ભાષાના જાણકાર છે. તેમને અંગ્રેજી તથા હિંદી ભાષાની પણ કાર્યસાધક જાણકારી છે. તેઓ…
વધુ વાંચો >