ખંડ ૨૦
વિકરી, વિલિયમથી વૈંપટિ, ચિન્ન સત્યમ્
વેબર, કાર્લ મારિયા ફૉન
વેબર, કાર્લ મારિયા ફૉન (જ. 18 નવેમ્બર 1786, યુટીન, જર્મની; અ. 5 જૂન 1826, લંડન, બ્રિટન) : જર્મન રોમૅન્ટિક સંગીતકાર અને જર્મન રોમૅન્ટિક ઑપેરાનો સ્વરનિયોજક. સંગીત અને નાટ્યક્ષેત્રે કારકિર્દી ધરાવતા સભ્યોવાળા પરિવારમાં વેબર જન્મેલો. માતા જિનોવેફા ગાયિકા હતી. કાકાની છોકરી આલોઇસિયા પણ સોપ્રાનો (તારસપ્તકોમાં) ગાયિકા પ્રિમા ડોના (ઑપેરા સ્ટાર) હતી,…
વધુ વાંચો >વેબર, મૅક્સ
વેબર, મૅક્સ (જ. 18 એપ્રિલ 1881, બિયાલિસ્ટૉક, રશિયા; અ. 4 ઑક્ટોબર 1961, ગ્રેટ નેક, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમૂર્ત શૈલીમાં ચિત્રો અને શિલ્પ સર્જનાર આધુનિક કલાકાર. 1891માં તેઓ દસ વરસની ઉંમરે રશિયા છોડીને ન્યૂયૉર્ક નગરમાં જઈ વસ્યા. ન્યૂયૉર્કમાં બ્રૂકલીન વિસ્તારમાં આવેલી પ્રાટ્ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે 1898થી 1900 સુધી કલાનો અભ્યાસ કર્યો. 1905માં…
વધુ વાંચો >વેબર્ન, ઍન્તૉન ફૉન (Webern, Anton Von)
વેબર્ન, ઍન્તૉન ફૉન (Webern, Anton Von) (જ. 3 ડિસેમ્બર 1883, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 15 સપ્ટેમ્બર મિટર્સિલ, ઑસ્ટ્રિયા) : આધુનિક યુરોપની અદ્યતન (modern) પ્રશિષ્ટ પદ્ધતિ ‘એટનૅલિટી’માં સર્જન કરનાર સંગીતકાર અને સ્વરનિયોજક. (એટનૅલિટી પદ્ધતિમાં સપ્તકના બારે સ્વરોને સરખું સ્થાન મળે છે, તેમાં એ બારેય સ્વરોમાં કોમળ અને તીવ્ર જેવા ઊંચનીચના ભેદભાવ રાખવામાં…
વધુ વાંચો >વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ
વેબ, સિડની ઍન્ડ બિયેટ્રિસ : પતિ અને પત્ની બંને બ્રિટિશ સમાજસુધારકો અને ગ્રેટ બ્રિટનની મજૂર-ચળવળનાં પ્રસિદ્ધ ઇતિહાસકારો. સિડની જેમ્સ વેબ(જ. 13 જુલાઈ 1859, લંડન; અ. 13 ઑક્ટોબર 1947, લિફુક, હેમ્પશાયર, ઇંગ્લૅન્ડ)ના પિતા હિસાબનીશ હતા. ઈ. સ. 1885માં સિડની બ્રિટિશ સમાજવાદીઓની સંસ્થા ફેબિયન સોસાયટીમાં જોડાયા. તેઓ જીવનભર આ સોસાયટીના આગેવાન રહ્યા…
વધુ વાંચો >વેબ્લેન ટી. બી.
વેબ્લેન ટી. બી. (જ. 30 જુલાઈ 1857, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 3 ઑગસ્ટ 1929) : સંસ્થાકીય અર્થશાસ્ત્રની અભિનવ શાખાના પ્રવર્તક તથા અર્થશાસ્ત્રમાં નવા ખ્યાલોનું સર્જન કરનાર વિચક્ષણ વિચારક. આખું નામ થૉર્નસ્ટેન બંડ વેબ્લેન. નૉર્વેજિયન માતાપિતાના સંતાન. પરિવારે પોતાનો દેશ છોડીને કાયમી વસવાટ કરવાના હેતુથી અમેરિકામાં સ્થળાંતર કર્યું અને ત્યાં ખેતીના વ્યવસાયમાં…
વધુ વાંચો >વેબ્સ્ટર, જૉન
વેબ્સ્ટર, જૉન (જ. 1580 ?; અ. 1625 ?) : અંગ્રેજ નાટ્યકાર. શેક્સપિયરના સમકાલીન, એલિઝાબેથના સમયના, મહાન કરુણાંત નાટકોના સર્જક. તેમના જીવન વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. પિતા બગી બનાવનાર અને સ્મિથફિલ્ડમાં રહેતા હતા. પિતાનો વ્યવસાય પુત્રે પણ અપનાવેલો. તેમના સમયના માર્સ્ટનના ‘ધ માલકન્ટેન્ટ’ અને ડેકરના ‘ધ વેસ્ટવર્ડ હો’ નાટકોના લખાણમાં…
વધુ વાંચો >વેબ્સ્ટર, નૉઆહ્
વેબ્સ્ટર, નૉઆહ્ (જ. 16 ઑક્ટોબર 1758, વેસ્ટ હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 28 મે 1843, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : અમેરિકન કોશકાર. 16 વર્ષની ઉંમરે યૅલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો; પરંતુ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં ભાગ લેવા માટે થોડો સમય લશ્કરમાં સેવા આપી. 1778માં સ્નાતકની ઉપાધિ મેળવી. શાળામાં શિક્ષક બન્યા બાદ કારકુનની નોકરી પણ કરી. કાયદાશાસ્ત્રનો…
વધુ વાંચો >વેમારાજુ, ભાનુમૂર્તિ (ભાસ્કરાચાર્ય)
વેમારાજુ, ભાનુમૂર્તિ (ભાસ્કરાચાર્ય) (જ. 25 ડિસેમ્બર 1923, વડ્ડીપેરરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેઓ આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. થયા પછી માસિક ‘સન્ડે સિન્ડિકેટ ઍન્ડ પાર્લમેન્ટરી એરા’ના મુખ્ય સંપાદક રહ્યા. ત્યારબાદ ભારત સરકારના જાહેર સંપર્ક નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1993 સુધી ઑલ ઇન્ડિયા બ્રાહ્મણ મહાસભા, નવી દિલ્હીના પ્રમુખપદે રહ્યા.…
વધુ વાંચો >વૅમ્પિલૉવ, ઍલેક્ઝાન્દ્ર વૅલેન્તિનૉવિચ
વૅમ્પિલૉવ, ઍલેક્ઝાન્દ્ર વૅલેન્તિનૉવિચ (જ. 1937; અ. 1972) : રશિયન નાટ્યકાર. પોતાની પેઢીના સૌથી મહાન ગણાયેલા આ નાટ્યકારના પ્રભાવ તળે તેમના સમકાલીનો અને અનુગામીઓ આવેલા. સાઇબીરિયાના આ લેખકે ઉચ્ચશિક્ષણ ઇર્કૂત્સ્ક યુનિવર્સિટીમાં લીધું હતું. ત્યાંથી 1960માં તેમણે સ્નાતકની ઉપાધિ મેળવી હતી. ‘અ ચેન ઑવ્ બીઇંગ’(1961)માં ટૂંકી વાર્તાઓ અને હાસ્યપ્રધાન રેખાંકનો છે. તેમણે…
વધુ વાંચો >વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ-સમર્થનપત્ર)
વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ–સમર્થનપત્ર) : જાહેર ગોદામમાં માલ અનામત રાખવા માટે સોંપ્યો છે તેનું સમર્થન કરતો ગોદામ-અધિકારીએ આપેલો પત્ર. વિદેશથી આયાત કરેલો માલ જહાજમાંથી ઉતાર્યા પછી બંદરની અંદર અથવા બંદરની નજીકમાં જાહેર ગોદામમાં સંગૃહીત કરવામાં આવે છે. આ માલ વેચાય અથવા ઉપયોગમાં લેવાય ત્યાં સુધી ગોદામમાં રાખવામાં આવે છે. તેવી રીતે…
વધુ વાંચો >વિકરી, વિલિયમ
વિકરી, વિલિયમ (જ. 1914, વિક્ટૉરિયા, બ્રિટિશ કોલંબિયા, કૅનેડા; અ. 13 ઑક્ટોબર 1996, ન્યૂયૉર્ક) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. માત્ર અસમમિતીય માહિતી (asymetric information) જ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં લેવાતા નિર્ણયો પાછળ કયા પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે તેનું વિશ્લેષણ કરતો સિદ્ધાંત તારવવા બદલ 1996નું અર્થશાસ્ત્ર માટેનું…
વધુ વાંચો >વિકલ, શ્રીવત્સ
વિકલ, શ્રીવત્સ (જ. 1930, રામનગર, જમ્મુ; અ. 1970, તેજપુર, આસામ) : ડોગરી વિદ્વાન. પંડિત પરિવારમાં જન્મ. તેમણે નાની ઉંમરમાં તેમનાં માતાપિતા ગુમાવેલાં. તેથી અનુકૂળ સંજોગો માટે એક સ્થળેથી બીજા સ્થળે તેમને ભટકવું પડેલું. તે દરમિયાન તેઓ ક્ષયરોગનો ભોગ બન્યા હતા. તેમણે 20 વર્ષની વયે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ…
વધુ વાંચો >વિકલ સમીકરણો
વિકલ સમીકરણો : x, y અને y ના x વિશેના વિકલન ફળોને સમાવતું કોઈ પણ સમીકરણ. દા.ત., વગેરે વિકલ સમીકરણો છે. વિકલ સમીકરણોનું જ્ઞાન ગણિત સિવાયની વિજ્ઞાનની અન્ય શાખાઓ તથા સમાજવિદ્યાની શાખાઓના અભ્યાસમાં પણ ઘણું ઉપયોગી છે. વિકલ સમીકરણમાં આવતા મહત્તમ કક્ષાના વિકલનફળની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા (order) કહેવાય છે.…
વધુ વાંચો >વિકસિત અને વિકાસશીલ દેશો
વિકસિત અને વિકાસશીલ દેશો : માથાદીઠ આવકની કસોટીના આધાર પર કરવામાં આવેલું દુનિયાના દેશોનું વર્ગીકરણ. 1950-60ના દસકામાં દુનિયાના ગરીબ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોની ચર્ચા અર્થશાસ્ત્રીઓએ હાથ ધરી ત્યારે તેમણે વિશ્લેષણના હેતુ માટે દુનિયાના દેશોને બે વિભાગમાં વહેંચ્યા હતા. એ દસકાના ઉત્તરાર્ધમાં દુનિયાની માથાદીઠ આવક અમેરિકાના 200 ડૉલર જેટલી અંદાજવામાં આવી…
વધુ વાંચો >વિકળો
વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…
વધુ વાંચો >વિકાચીભવન (devitrification)
વિકાચીભવન (devitrification) : કાચમય કણરચનાવાળા ખડકોની અમુક ચોક્કસ ખનિજ-ઘટકોમાં છૂટા પડવાની ઘટના. છૂટા પડતા ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના અતિસૂક્ષ્મ સ્ફટિકો હોય છે. કાચમય સ્થિતિમાં ઘનીભવન થયા પછીથી સ્ફટિકમય સ્થિતિમાં થતો ફેરફાર આ ઘટનાની ખાસિયત છે. ઑબ્સિડિયન કે પિચસ્ટૉન જેવા મળૂભૂત કાચમય અગ્નિકૃત ખડકમાંથી નાના પાયા પર થતા આ…
વધુ વાંચો >વિકાસ
વિકાસ : લોકોના જીવનધોરણને ઊંચે લઈ જતાં પરિવર્તનો. વિકાસનો ખ્યાલ આદર્શલક્ષી (normative) છે. તેથી તેમાં કયાં અને કેવાં પરિવર્તનોને વિકાસ ગણવો એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આને કારણે અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે આર્થિક વૃદ્ધિ (economic growth) કે વૃદ્ધિ(growth)ના ખ્યાલને પસંદ કરે છે; જેમાં કોઈ આદર્શ અભિપ્રેત નથી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રના…
વધુ વાંચો >વિકાસનાં સોપાનો
વિકાસનાં સોપાનો : જુઓ સોપાનો, બાળવિકાસનાં.
વધુ વાંચો >વિકાસ બૅંકો
વિકાસ બૅંકો : આર્થિક વિકાસ માટે સહાયરૂપ બનતી બૅંકો. વિકાસ બૅંક અવિકસિત મૂડીબજાર તેમજ વ્યાપારી બૅંકોનું લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડવાના આશયથી અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. તેનું કાર્ય મુખ્યત્વે નાણાકીય અછતને અનુરૂપ સહાય પૂરી પાડવાનું છે. આ ઉપરાંત તે તકનીકી સહાય તેમજ વિકાસ માટે તજ્જ્ઞો દ્વારા સલાહની પણ વ્યવસ્થા ગોઠવી આપે…
વધુ વાંચો >વિકાસ-વળતર
વિકાસ-વળતર : આયકર અધિનિયમ 1961 હેઠળ નવાં યંત્રો અને વહાણોની ખરીદકિંમતના નિર્દિષ્ટ દરે ધંધાની કરપાત્ર આવકમાંથી આપવામાં આવતી કપાત. દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરની સરકારો જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે. ભારત સરકારે પણ તેવી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી છે. સીધા કરવેરા હેઠળ સરકારે આવકવેરા દ્વારા આવી પ્રયુક્તિ અજમાવી છે.…
વધુ વાંચો >