ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

આઘાત, હૃદયજન્ય

Feb 3, 1989

આઘાત, હૃદયજન્ય (cardiogenic shock) : હૃદયના વિકારને કારણે ઘટી ગયેલા લોહીના દબાણનો વિકાર. હૃદયના વિવિધ રોગોમાં આ પરિસ્થિતિ સર્જાય છે; દા. ત., હૃદયરોગનો હુમલો (acute myocardial infarction), હૃદ્સ્નાયુશોથ (myocarditis), પ્રાણવાયુ-અલ્પતા (hypoxia), અમ્લતા (acidosis), હૃદયના વાલ્વ(કપાટ)ની ખામી, હૃદયના પડદામાં છિદ્ર પડવું, પેપિલરી સ્નાયુનું ફાટવું, હૃદયની અતિ ઝડપી, અતિ ધીમી કે અનિયમિત…

વધુ વાંચો >

આચાર્ય, ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ

Feb 3, 1989

આચાર્ય, ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ (જ. 17 નવેમ્બર 1926, ઊંઝા અ. 2020) : ગુજરાતના કાર્ટૂન-ચિત્રકાર અને અર્થશાસ્ત્રના નિષ્ણાત. નાનપણથી જ ચિત્રકળાનો શોખ હતો. રવિશંકર રાવળના કલાસંઘમાં પણ તાલીમ લીધી. અર્થશાસ્ત્રના વિષય સાથે બી. એ. (1947), એમ. એ. (1949) અને લઘુતમ વેતન અંગે સંશોધન-નિબંધ લખી પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. એ પછી પેટ્રોલિયમ કંપનીમાં…

વધુ વાંચો >

આચાર્ય, કેશવદાસ

Feb 3, 1989

આચાર્ય, કેશવદાસ (જ. 1555 ઓરછા બુંદેલખંડ; અ. 1617) : હિન્દીના પ્રસિદ્ધ કવિ અને કાવ્યજ્ઞ. ઓરછાનરેશ રામસિંહના ભાઈ ઇન્દ્રજિતસિંહની સભાના તેઓ કવિ હતા. તેમના ઘરાનામાં સંસ્કૃતની પરંપરા હતી, પરંતુ કેશવદાસે વ્રજ ભાષામાં કાવ્યરચના કરવાની શરૂઆત કરી. કેશવદાસ રીતિકાલના પ્રવર્તક હતા. તેમની રચનાઓ શાસ્ત્રીય અને રીતિબદ્ધ છે. કાવ્યમાં અલંકારનું સ્થાન પ્રધાન હોવું…

વધુ વાંચો >

આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી

Feb 3, 1989

આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી (191૦ની આસપાસ) : રાજકોટના પ્રખ્યાત વૉટસન મ્યુઝિયમના ક્યુરેટર. મૂળ વતન જૂનાગઢ; વલ્લભજી હરિદત્ત આચાર્ય(ક્યુરેટર)ના પુત્ર. 4-2-191૦થી વલ્લભજી માંદા પડ્યા ત્યારે એમની ગેરહાજરીમાં એમના વિદ્વાન પુત્ર ગિરિજાશંકરે વૉટસન મ્યુઝિયમનો હવાલો સંભાળી લીધો હતો. તેઓ પાછળથી મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે 2૦ વર્ષ રહ્યા હતા અને ત્યારબાદ…

વધુ વાંચો >

આચાર્ય, ગુણવંતરાય પોપટભાઈ

Feb 3, 1989

આચાર્ય, ગુણવંતરાય પોપટભાઈ (જ. 9 સપ્ટેમ્બર 19૦૦, જેતલસર; અ. 25 નવેમ્બર 1965) : ગુજરાતીમાં સાગરસાહસની નવલકથાઓના લેખક ઉપરાંત નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર. વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કચ્છ-માંડવીમાં. લેખક તરીકેનાં ઘડતર-બળોમાં આટલાં મુખ્ય : સૌરાષ્ટ્રની પરંપરા અને સંસ્કારવારસો, લોકસાહિત્યની લોકકથાઓ અને દંતકથાઓ, સિનેસૃષ્ટિનો અનુભવ અને પત્રકારત્વનો વ્યવસાય. 1917માં મૅટ્રિક થઈ મુંબઈ…

વધુ વાંચો >

આચાર્ય, જયંતીલાલ મફતલાલ

Feb 3, 1989

આચાર્ય, જયંતીલાલ મફતલાલ (ઉપનામ ‘પુંડરિક’) (જ. 18 ઑક્ટોબર 19૦6, કડી; અ. 19 જુલાઈ 1988) : ગુજરાતી લેખક. અમદાવાદમાં રહી 1925માં મૅટ્રિક કર્યા પછી 1929માં સંસ્કૃત-ગુજરાતી સાથે બી. એ. થયા. 1931થી ’34 સુધી શાંતિનિકેતનમાં આચાર્ય ક્ષિતિમોહન સેનની નિશ્રામાં રહ્યા. 1935થી ’7૦ સુધી અમદાવાદની વિવિધ સંસ્થા-શાળાઓમાં શિક્ષણકાર્ય કર્યું હતું. તેમની સાહિત્યલેખનપ્રવૃત્તિનો પરિપાક…

વધુ વાંચો >

આચાર્ય, જાદવજી ત્રિકમજી

Feb 3, 1989

આચાર્ય, જાદવજી ત્રિકમજી (જ. 1882, પોરબંદર; અ. 1956, જામનગર) : આયુર્વેદના નિષ્ણાત વિદ્વાન. પિતા પોરબંદરના રાણાના રાજવૈદ્ય હતા. પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં. પછી મુંબઈમાં સંસ્કૃત વ્યાકરણ, દર્શન, આયુર્વેદ ઉપરાંત ફારસી, અરબીનો અભ્યાસ કર્યો હતો. હકીમ રામનારાયણજી પાસે યુનાની અને રાજસ્થાનના પંડિત ગૌરીશંકર પાસે આયુર્વેદપદ્ધતિની વિશેષ જાણકારી પ્રાપ્ત કરી હતી. વૈદક ઉપરાંત…

વધુ વાંચો >

આચાર્ય, દેવવ્રત

Feb 3, 1989

આચાર્ય, દેવવ્રત (જ. 18 જાન્યુઆરી 1959, સમલખા, પંજાબ) : આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ. પિતાનું નામ લહરી સિંહ અને માતાનું નામ લક્ષ્મી દેવી. તેમણે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. તેમણે સ્નાતક, અનુસ્નાતક (ઇતિહાસ અને હિન્દી), બી. એડ્., ડિપ્લોમા ઇન…

વધુ વાંચો >

આચાર્ય દેવેન્દ્રનાથ

Feb 3, 1989

આચાર્ય દેવેન્દ્રનાથ (જ. 3 માર્ચ 1937 જોરહાટ આસામ; અ. 29 સપ્ટેમ્બર 1981) : અસમિયા નવલકથાકાર. દેવેન્દ્રનાથ તેજસ્વી વિદ્યાર્થી હતા. ઇજનેર હતા. એમનું પ્રથમ પુસ્તક તે બાળકો માટેનું ‘હાતીપતિ’. તે પછી એમણે 3 નવલકથાઓ લખેલી. ‘અન્ય જુગ અન્ય પુરુષ’ એમની પ્રથમ નવલકથા હતી. એ આસામના ઇતિહાસ ઉપર આધારિત છે. ઓગણીસમી સદીના…

વધુ વાંચો >

આચાર્ય નરેન્દ્રદેવ

Feb 3, 1989

આચાર્ય નરેન્દ્રદેવ (જ. 31 ઑક્ટોબર 1889, સીતાપુર, ઉત્તર પ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 1956, ઇરોડ ચેન્નાઇ) : પ્રખર સમાજવાદી સ્વાતંત્ર્યસેનાની, શિક્ષણશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યાવિદ, બૌદ્ધદર્શનવિશારદ અને રાજ્યશાસ્ત્ર તથા હિંદીના અગ્રગણ્ય લેખક. સંસ્કારી પિતા પાસે અનેક સંન્યાસીઓ, પંડિતો અને ધર્માચાર્યો આવતા. એથી નાનપણથી દૃઢ ધાર્મિક સંસ્કારોની ઊંડી અસર પડેલી. બાળપણમાં જ સ્વામી રામતીર્થ તથા…

વધુ વાંચો >