ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >

અંગુલાંત વિપાક

Jan 27, 1989

અંગુલાંત વિપાક (whitlow) : અંગૂઠા કે આંગળીના ટેરવામાં લાગેલો ચેપ. ટેરવું લાલ થઈ સૂજી જાય છે અને લબકારા મારતી પીડા થાય છે. ટાંકણી, સોય, કાંટો કે ફાંસ વાગ્યા પછી ત્યાં જમા થતા જીવાણુઓ (bacteria) આ ચેપ લગાડે છે. વખત જતાં તેમાં પરુ જમા થાય છે. શરીરનાં અન્ય ગૂમડાં (abscesses) કરતાં…

વધુ વાંચો >

અંગુલિમુદ્રા

Jan 27, 1989

અંગુલિમુદ્રા (finger-prints) : આંગળાંની ઝીણી ગડીઓની છાપ. હજાર વર્ષ પહેલાં ચીનના સમ્રાટો આંગળાંના આકારની છાપનો ઉપયોગ દસ્તાવેજ પર મુદ્રા (seal) લગાવવા માટે કરતા હતા. જાપાનમાં પણ ગુલામોના વેચાણખત (sale deed) માટે તેનો ઉપયોગ થતો હતો. અંગુલિમુદ્રા પરનું વૈજ્ઞાનિક સંશોધન સત્તરમી સદીમાં શરૂ થયું. માલફિજીએ 1686માં આંગળીના ટેરવા પરની ભાત (patterns)…

વધુ વાંચો >

અંગુલિવંકતા

Jan 27, 1989

અંગુલિવંકતા (tetany) : શરીરમાં કૅલ્શિયમની ઊણપ અથવા આલ્કલી કે સાઇટ્રેટના વધારાને કારણે આંગળીઓનું વાંકું વળી જવું તે. શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘણી રીતે ઘટે છે; જેમ કે, પરાગલગ્રંથિનો ઘટેલો અંત:સ્રાવ (parathyroid hormone), વિટામિન ‘ડી’ની ઊણપ અને મૂત્રપિંડના રોગો. વધુ પ્રમાણમાં ઊલટી થાય ત્યારે તથા સોડાબાયકાર્બ(રાંધવાનો સોડા)નો દવા તરીકે વધુ પ્રમાણમાં ઉપયોગ…

વધુ વાંચો >

અંગૂઠો ચૂસવો

Jan 27, 1989

અંગૂઠો ચૂસવો : બાળકની લાંબા વખત સુધી અંગૂઠો ચૂસવાની ટેવ. તે આશરે ત્રણથી ચાર વર્ષની ઉંમર સુધી સ્વાભાવિક ગણાય છે. આ ઉંમર પછી પણ જો બાળક અંગૂઠો ચૂસવાનું ચાલુ રાખે તો તેની માઠી અસર પડે છે. તે ઊગતા દાંતની રચના અને જડબાંનાં હાડકાંને નુકસાન કરે છે. અંગૂઠો ચૂસવાથી બાળકના ઉપરના…

વધુ વાંચો >

અંગોલા

Jan 27, 1989

અંગોલા : આ દેશ ધ રિપબ્લિક ઓફ અંગોલા તરીકે ઓળખાય છે. આફ્રિકાની નૈર્ઋત્યે દરિયાકિનારે આવેલો દેશ. કુલ વિસ્તાર 12,46,699 ચોકિમી. વસ્તી આશરે 3,18,00,૦૦૦ (2019), જે 1996 સુધીમાં આશરે 1,18,6૦,૦૦૦ થવાની શક્યતા હતી. તેની ઈશાને ઝાયર, દક્ષિણ-પૂર્વમાં ઝાંબિયા અને દક્ષિણ તરફ દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા/નામીબિયા છે. આટલાંટિક સમુદ્ર તેની સમગ્ર પશ્ચિમ સરહદને સ્પર્શે…

વધુ વાંચો >

અંગ્રેજી ભાષા

Jan 27, 1989

અંગ્રેજી ભાષા યુરોપ ખંડની પશ્ચિમે ઇંગ્લૅન્ડ દ્વીપ પર વસતા લોકોની ભાષા. આ દ્વીપવાસીઓમાં અંગ્રેજી ભાષા બોલનારાઓની સંખ્યા આશરે 6 કરોડની છે. ઇંગ્લૅન્ડ સિવાય અન્ય રાષ્ટ્રોમાં આ ભાષા બોલાય છે, જેમની સંખ્યા અંદાજે નીચે પ્રમાણે છે : યુ.એસ. 17 કરોડ કૅનેડા 1.5 કરોડ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ 1 કરોડ આફ્રિકા 2૦ લાખ…

વધુ વાંચો >

અંગ્રેજી સાહિત્ય

Jan 28, 1989

અંગ્રેજી સાહિત્ય અંગ્રેજી સાહિત્યનું સૌથી પ્રાચીન ગણાતું વીરકાવ્ય ‘બેઆવુલ્ફ’ જૂની-અંગ્રેજી ઍંગ્લો-સૅક્સન-ભાષામાં દસમી સદીમાં લખાયેલું. તે છઠ્ઠી સદીની જર્મન પ્રજાના શૌર્યયુગ વિશે છે. ઍંગ્લો-સેક્સન ગદ્યસાહિત્યનો પિતા રાજા આલ્ફ્રેડ (849-899) છે. ઈ. સ. 1૦66માં ફ્રાંસના નૉર્મન રાજા વિલિયમે ઇંગ્લૅન્ડ જીતી લીધું, એને પરિણામે અંગ્રેજી સાહિત્ય પર ફ્રેંચનો પ્રભાવ વધ્યો. ફ્રેંચ લોકોએ પણ…

વધુ વાંચો >

અંજન-અંજની

Jan 28, 1989

અંજન–અંજની : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલાસ્ટોમેટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Memecylon ambellatum Burm. F. syn. M. edule Roxb. (મ. અંજની, લિંબા; ગુ. અંજની-અંજની; અં. Iron wood Tree) છે. ડૉ. સાન્તાપાઉના મંતવ્ય પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર, લોનાવાલા વગેરે વિવિધ પ્રદેશોમાં ઊગતી આ પ્રજાતિની બધી જ જાતિઓ ‘અંજની’ નામથી…

વધુ વાંચો >

અંજલિકાવ્ય

Jan 28, 1989

અંજલિકાવ્ય : સ્વજન કે અન્ય પ્રેમાદરપાત્ર જીવિત કે મૃત વ્યક્તિનું તેનાં સદગુણો-સત્કાર્યો અને મહિમાની ભાવપૂર્વક પ્રશસ્તિ ગાતું વ્યક્તિછબીવાળું કાવ્ય. સ્થળ કે પ્રદેશવિશેષની ગુણપ્રશસ્તિવાળું કાવ્ય (ઉદાહરણાર્થ- ખબરદારનું ‘ગુણવંતી ગુજરાત’) પણ તેમાં આવે. કરુણપ્રશસ્તિ કાવ્યો (એલિજી) કેટલીક રીતે અંજલિકાવ્યો નાં લક્ષણો પણ દાખવે છે. એ સિવાયનાં પણ અંજલિકાવ્યો હોય છે; જેમ કે…

વધુ વાંચો >

અંજાર

Jan 28, 1989

અંજાર : ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં આવેલું અગત્યનાં નગરોમાંનું એક. લગભગ 300 ઉ. અક્ષાંશ પર આવેલું આ નગર કંડલા અને ગાંધીધામની ઉત્તરે લગભગ 25 કિમી. દૂર આવેલું છે. તેની પશ્ચિમે ભૂજ અને પૂર્વમાં ભચાઉ નામના જાણીતાં નગરો આવેલાં છે. વસ્તી : 1,48,354 (2011). અંજાર પ્રાચીન નગર છે. સ્થાનિક ઇતિહાસ અનુસાર…

વધુ વાંચો >