ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અંકીય પરિપથ
અંકીય પરિપથ (digital circuits) વિભિન્ન (discrete) મૂલ્યોના આદાન વોલ્ટેજને અનુરૂપ વિભિન્ન મૂલ્યોના પ્રદાન વોલ્ટેજ-સ્તર પેદા કરતાં પરિપથ. ગણતરી કરવા માટે માણસ પહેલાં આંગળીઓનો ઉપયોગ કરતો હતો. આમાંથી 1, 2, …,9 એમ અંકો મળ્યા. શૂન્ય પાછળથી ઉમેરાયેલું છે. જે ક્રિયામાં સ્વતંત્ર (discrete) એકમોનો ઉપયોગ થાય તેને અંકીય પ્રવિધિ (digital process) કહે…
વધુ વાંચો >અંકુર
અંકુર : રાષ્ટ્રીય પારિતોષિક-વિજેતા હિન્દી ચલચિત્ર (1974). કથા-દિગ્દર્શન : શ્યામ બેનેગલ. નિર્માતા : મોહન બિજલાની અને ફ્રેની વરિઆવા. મુખ્ય કલાકારો : શબાના આઝમી, અનંત નાગ, સાધુ મહેર, પ્રિયા તેંડુલકર. સામંતશાહી શોષણ અને અત્યાચારો સામે વિદ્રોહની આ કથા છે. શહેરમાં વકીલાત કરતા એક જમીનદાર પોતાના પુત્ર સૂર્યાને સારા માર્ગે દોરવાના હેતુથી…
વધુ વાંચો >અંકુરણ
અંકુરણ : જુઓ, બીજાંકુરણ.
વધુ વાંચો >અંકુશ
અંકુશ : પૂર્વનિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવાની દિશામાં ઉદભવતી પ્રક્રિયા પર ઇચ્છિત પરિણામ નિશ્ચિત બને તે ઇરાદાથી દાખલ કરાતું નિયંત્રણ. અંકુશ એ ચકાસણી માટેનું સાધન ગણાય છે, જેનો હેતુ કાબૂ રાખવાનો હોય છે. અંકુશના વિવિધ અર્થ પ્રચલિત છે. કોઈ એક વ્યક્તિ, જૂથ કે સંગઠનની બીજી કોઈ વ્યક્તિ, જૂથ કે સંગઠનનાં કાર્યો…
વધુ વાંચો >અંકુશનિયમન
અંકુશનિયમન : અંકુશ પરનું નિયંત્રણ. ઇચ્છિત હેતુઓ સિદ્ધ કરવા માટે દાખલ કરવામાં આવેલા વિવિધ અંકુશો વાજબી ઠરે ને અસરકારક નીવડે તે માટે લેવાતાં પૂરક પગલાંને અંકુશનિયમન કહેવામાં આવે છે. દરેક પ્રકારના ઉત્પાદન-એકમમાં પેઢી, ઉદ્યોગ કે વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં અંકુશો તથા અંકુશ પરનાં નિયમન દાખલ કરવાં પડે છે. અંકુશો ધ્યેયસિદ્ધિમાં મદદ…
વધુ વાંચો >અંકુશો, આર્થિક
અંકુશો, આર્થિક : આર્થિક નિર્ણયો મુક્ત રીતે લેવાની તથા (તે ધોરણે પોતાની) આર્થિક પ્રવૃત્તિઓનું સંયોજન કરવાની વ્યક્તિની તથા અન્ય આર્થિક ઘટકોની સત્તા પર કાપ મૂકી તે દ્વારા પસંદગી કરવાની સ્વતંત્રતા પર મુકાતું નિયંત્રણ. આર્થિક અંકુશો એ નિર્ણયો લેવાની તથા તે નિર્ણયો અમલમાં મૂકવાની આર્થિક ઘટકોની સ્વરૂપગત સાર્વભૌમતાનું ઓછાવત્તા પ્રમાણમાં હનન…
વધુ વાંચો >અંકેગૌડા એમ.
અંકેગૌડા એમ. (જ. 8 જાન્યુઆરી 1949, ચિનકુરુલી, તા. પાંડવપુરા, કર્ણાટક) : એક પ્રસિદ્ધ ગ્રંથસૂચિકાર તથા જ્ઞાનસંરક્ષક. જેમણે પોતાનું સમગ્ર જીવન પુસ્તકોનાં સંરક્ષણ, સંગ્રહ અને વિનામૂલ્યે સાર્વજનિક પ્રચાર-પ્રસાર માટે સમર્પિત કર્યું છે. એમનાં માતા-પિતાનું નામ છે મેરી ગૌડા અને નિનગમ્મા. જેઓ પાંડવપુરાના ચિનકુરુલી ગામમાં ખેતીનો વ્યવસાય કરે છે. અંકેગૌડા નવમા ધોરણમાં…
વધુ વાંચો >અંકોલ
અંકોલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍલેન્જિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alangium Salviflolium (Linn F. Wang. syn. A. lamarckii Thw. (સં. अंकोल, अंकोल्लक, अंकोट; હિં. अंकोला. મ. અંકોલ; બં. આંકડ, આંકોર, આંકોડ; ગુ. અંકોલ.) છે ભારતમાં તેની બે જાતિઓ (species) થાય છે. સદાહરિત નાનાં ૩-0 મી. ઊંચાં, મોટાં,…
વધુ વાંચો >અંગકોર
અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર. યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં…
વધુ વાંચો >