ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અભિનવ દશકુમારચરિતમ્
અભિનવ દશકુમારચરિતમ્ (લગભગ બારમી સદી) : પ્રાચીન તેલુગુ ગદ્યગ્રંથ. રચયિતા ચૌંડરસ. સંસ્કૃતની કવિ દંડીરચિત પ્રસિદ્ધ કૃતિ ‘દશકુમારચરિત’નું આ કન્નડ રૂપ છે અને એ ચમ્પૂ – ગદ્યપદ્યમિશ્ર – શૈલીમાં લખાયું છે. મૂળ કથાનકોને વળગી રહેવા છતાં, કવિએ એમાં સ્થલકાલોચિત પરિવર્તનો કર્યાં છે અને મૂળ કથાઓમાં સારો એવો ઉમેરો પણ કર્યો છે.…
વધુ વાંચો >અભિનવનો રસવિચાર
અભિનવનો રસવિચાર (1969) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં કેટલાંક મહત્વનાં પ્રસ્થાનોની મૂલાનુસારી પદ્ધતિએ વિશદ સમજૂતી આપતો નગીનદાસ પારેખનો લેખસંગ્રહ. 1970માં ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. આ સંગ્રહનો સૌથી મહત્ત્વનો લેખ ‘અભિનવનો રસવિચાર’ છે. ભરતના રસસૂત્રની અભિનવગુપ્તે કરેલી સૂક્ષ્મગહન વ્યાખ્યા ભારતીય કાવ્યવિચારનો એક મૌલિક અને અત્યંત મૂલ્યવાન દસ્તાવેજ છે. ઊંડી અભ્યાસશીલતાથી લેખકે એને…
વધુ વાંચો >અભિનંદનનાથ
અભિનંદનનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં ચોથા ક્રમના તીર્થંકર. વિનીતા નગરીના રાજા સંવર અને તેની પત્ની સિધ્યાર્થાના પુત્ર અભિનંદનનાથનો જન્મ મહા સુદ બીજના રોજ થયો હતો. વૈશાખ સુદ આઠમના રોજ તેઓ નિર્વાણ પામ્યા હતા. ઘણા લાંબા કાળ સુધી રાજ્ય કર્યા બાદ 18 વર્ષ સુધી તેમણે છૂપા વેશે વિહાર કર્યા પછી…
વધુ વાંચો >અભિપ્રેરણ
અભિપ્રેરણ (motivation) : કોઈ પણ વ્યક્તિની યા સજીવ પ્રાણીની કોઈક નિર્દિષ્ટ લક્ષ્ય પાછળ મંડી પડવાની તત્પરતા. તે વર્તન માટે આંતરિક પ્રેરકબળ પૂરું પાડતી ઇચ્છા, આશા, ગરજ કે એવો જ કોઈ આવેગ છે. તે વ્યક્તિને કાર્યશીલ થવા અંદરથી પ્રેરણા પૂરી પાડતી પ્રબળ ઇચ્છા છે. તે નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અનુભવાતું માનસિક…
વધુ વાંચો >અભિબિન્દુતા અને અપબિન્દુતા
અભિબિન્દુતા અને અપબિન્દુતા (convergence and divergence) : ગણિત સહિત વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં વિશિષ્ટ અર્થમાં વપરાતા શબ્દો. ભૌતિકશાસ્ત્રના પ્રકાશિકી(optics)માં અંતર્ગોળ (concave) આરસી તથા બાહ્યગોળ (convex) લેન્સ પ્રકાશનાં સમાંતર કિરણોને એક બિન્દુ ઉપર કેન્દ્રિત કરે છે. આ ઘટનાને અભિબિન્દુતા કહે છે. આથી વિરુદ્ધ બાહ્યગોળ આરસી અને અંતર્ગોળ લેન્સ સમાંતર કિરણોને એવી રીતે…
વધુ વાંચો >અભિમન્યુ
અભિમન્યુ : પાંડવ અર્જુન અને સુભદ્રાનો પુત્ર, શ્રીકૃષ્ણ-બલરામનો ભાણેજ અને સોમપુત્ર સુવર્ચા કે વર્ચાનો અવતાર. અમુક માન્યતા અનુસાર એ કોઈ અસુર કે દાનવનો અવતાર નહોતો. એ ‘દીર્ઘબાહુ, મહાબળવાન, સુંવાળા અને વાંકડિયા કેશવાળો, વૃષભ જેવી આંખોવાળો, નૂતન શાલવૃક્ષ જેવો ઊંચો, મદઝરતા માતંગ જેવો પરાક્રમી, શત્રુદમન કરનાર નરશ્રેષ્ઠ’ હતો. અર્જુનનો એ પુરુષશ્રેષ્ઠ…
વધુ વાંચો >અભિમન્યુવધ
અભિમન્યુવધ : આસામી સાહિત્યમાં અભિમન્યુના કથાનક ઉપર બે કાવ્યકૃતિઓ રચાઈ છે. પ્રથમ કૃતિ અઢારમી સદીમાં રચાયેલી અને તેનો લેખક કોઈ અજ્ઞાત કવિ હતો. અહોમ રાજાના સમયમાં એ કૃતિ રચાયેલી. બીજી કૃતિ રમાકાન્ત ચૌધરી(1846-1889)એ 1875માં રચેલી. ઓગણીસમી સદીની અંતિમ પચીસી આસામી ભાષા અને સાહિત્યનો નવોદયકાળ હતો. અંગ્રેજી સાહિત્યનો પરિચય વધતાં અનેક…
વધુ વાંચો >અભિયોગ્યતા
અભિયોગ્યતા (aptitude) : વ્યક્તિમાં રહેલી ગર્ભિત કે સુષુપ્ત શક્તિ (ability). કાર્ય કરવા માટેની અને તાલીમ આપવાથી કૌશલ્ય પ્રાપ્ત કરવાની તે જૈવીય વારસાગત શક્તિ છે. માનસિક અને શારીરિક કાર્યો અંગે વિવિધ અભિયોગ્યતાઓ જોવા મળે છે; જેમ કે ગણિત, સંગીતકળા, અવકાશ, યાંત્રિકી વગેરે. ઉપરાંત કારકુની કાર્ય, દંતવિદ્યા, ઇજનેરી, તબીબી વિજ્ઞાન અને કાયદા…
વધુ વાંચો >અભિરંજન-પ્રક્રિયાઓ
અભિરંજન-પ્રક્રિયાઓ (staining processes) : રંગકો વડે કોષમાં આવેલાં રસાયણોની પરખ મેળવવાની પ્રવિધિઓ. આ પ્રવિધિઓનો આધાર રંગકોની વરણાત્મક (selective) અભિરંજનશક્તિ પર રહેલો છે. કોષના બંધારણમાં આશરે 1,800 રસાયણો નોંધાયેલાં છે. તે આંક દિનપ્રતિદિન વધતો જ રહે છે. રંગસૂત્રોના બંધારણમાં 36% ડી. એન. એ., 37 % હિસ્ટોન્સ, 10 % આર. એન. એ.,…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…
વધુ વાંચો >
અભિનવભારતી
અભિનવભારતી (દસમી સદી) : આચાર્ય અભિનવગુપ્તપાદે ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર લખેલી ટીકા. નૃત્ય અને નાટ્યને લગતી આ વિસ્તૃત ને વિશદ વિદ્વત્તાપૂર્ણ ટીકામાં નાટ્ય તથા કાવ્યાશ્રિત રસવિષયક મહત્વપૂર્ણ સિદ્ધાંતનું પ્રતિપાદન છે. શાન્ત રસને નવમા સ્વતંત્ર રસ તરીકે (અથવા રસોના રસ – મહારસ – તરીકે) સ્થાપિત કરવામાં તેમણે ખાસ પરિશ્રમ ઉઠાવ્યો છે. નાટ્યશાસ્ત્રમાં…
વધુ વાંચો >