ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અખબારી સંગઠનો
અખબારી સંગઠનો : તટસ્થ અને સ્વતંત્ર સમાચાર અને તેને લગતી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ. સમાચાર એ અખબારનો આત્મા છે. અખબાર પોતાના ખબરપત્રીઓ અને વૃત્તાંતનિવેદકો પાસેથી સમાચારો મેળવે છે; પરંતુ દેશ-વિદેશોના સમાચારો માટે તે સમાચાર-સંસ્થાઓ પર આધાર રાખે છે. લોકશાહી એ લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન હોવાથી એની…
વધુ વાંચો >અખરોટ
અખરોટ : દ્વિદળી વર્ગમાં આવેલ જગ્લૅન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Juglans regia Linn. (સં. अक्षोट, હિં. अखरोट, બં. આખરોટ, અં. વૉલ્નટ) છે. આર્યભિષક્માં આચાર્ય પદેજીએ અખરોટનું શાસ્ત્રીય નામ Aleurites triloba L. syn. A. moluccana (L.) Wild આપેલ છે. પરંતુ તે Juglansથી સાવ જુદી જ વનસ્પતિ છે. ઉપરાંત તે…
વધુ વાંચો >અખંડ આનંદ
અખંડ આનંદ : ગુજરાતી માસિક પત્ર. જનતાને સસ્તા મૂલ્યે ઉત્તમ વાચન પૂરું પાડવાની ભિક્ષુ અખંડાનંદજીની ભાવનાને અનુસરીને એમની પુણ્યસ્મૃતિમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટે નવેમ્બર, 1947માં શરૂ કરેલું. એમાં ભારતીય સંસ્કૃતિનાં ઊંચાં નૈતિક ને આધ્યાત્મિક મૂલ્યોનો આદર કરતી, જીવનમાંગલ્યની ભાવનાને ઉપસાવતી, સાત્ત્વિક ને રસપ્રદ વાચનસામગ્રી નિબંધ, વાર્તા, કાવ્ય, પ્રસંગકથા, ચરિત્ર, અનુભૂત…
વધુ વાંચો >અખાડાપ્રવૃત્તિ
અખાડાપ્રવૃત્તિ : અખાડો એટલે કુસ્તી માટેનું ક્રીડાંગણ અને વિશાળ અર્થમાં વિચારીએ તો કુસ્તીને કેન્દ્રમાં રાખી તેને ઉપયુક્ત એવી દંડબેઠક, મગદળ, વજન ઊંચકવું, મલખમ, લાઠી, લેજીમ વગેરે કસરતો અને તેની તાલીમની સગવડો ધરાવતું ક્રીડાસ્થાન. મલ્લયુદ્ધ અથવા કુસ્તી એ પ્રાચીન કાળથી ઊતરી આવેલી ભારતની રાષ્ટ્રીય રમત છે. દેશી રાજ્યોમાં કુસ્તીબાજો(મલ્લો યા પહેલવાનો)ને…
વધુ વાંચો >અખિલન
અખિલન (જ. 27 જૂન 1922, પેરુંગળુર, તામિલનાડુ; અ. 16 ફેબ્રુઆરી 1988, ચેન્નાઈ) : 1976નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ લેખક. આખું નામ પી. વી. અખિલણ્ડમ્. મૅટ્રિક પાસ થયા પછી તરત સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવેલું. સોળ વર્ષની ઉંમરે વાર્તાઓ તથા ધારાવાહી નવલકથાઓ લખવા માંડેલી. જેલમાંથી છૂટીને એમણે રેલવે ટપાલખાતામાં સૉર્ટરની નોકરી…
વધુ વાંચો >અખિલ ભારત શાળાકીય રમતોત્સવ
અખિલ ભારત શાળાકીય રમતોત્સવ (સ્થાપના 1955) : અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ(School Games Federation of India)ની સ્થાપના થઈ ત્યારથી તેના નેજા હેઠળ વિવિધ રમતોની શાળાકીય સ્પર્ધાઓનું આયોજન જે તે રાજ્યોના સાથ અને સહકારથી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે. અત્યારે આ મહામંડળ દ્વારા નીચેની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે. 1. …
વધુ વાંચો >અખેગીતા
અખેગીતા : ચાર કડવાં અને એક પદ એવા દશ એકમોનો સુઘડ રચનાબંધ ધરાવતી, ચોપાઈ અને પૂર્વછાયામાં રચાયેલી અખાની કૃતિ (ર. ઈ. 1649 / સં. 1705, ચૈત્ર સુદ 9, સોમવાર). અખાના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશો તેમાં મનોરમ કાવ્યમયતાથી નિરૂપણ પામ્યા છે. તે અખાની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાય છે. તેમાંના વેદાંતિક તત્ત્વવિચારના…
વધુ વાંચો >અખેપાતર
અખેપાતર (1999) : બિન્દુ ભટ્ટની બીજી નીવડેલી નવલકથા. અગાઉની ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’માં વિરૂપતા વચ્ચે સૌંદર્ય શોધતી સ્ત્રીની મનોસૃષ્ટિ શબ્દાકૃત થઈ હતી તો અહીં જીવનના અનેક ઝંઝાવાતોને અતિક્રમી અશ્રદ્ધાઓ વચ્ચે શ્રદ્ધા ઉપર આવી વિરમતી એક સ્ત્રીની વાસ્તવમઢી કથા છે. એ રીતે ‘અખેપાતર’ એક સ્ત્રીની, અક્ષયપાત્ર જેવી એક સ્ત્રીની, સંવેદનસૃષ્ટિને તાકે–તાગે છે.…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…
વધુ વાંચો >