ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઝીમુલ્લાહખાં
અઝીમુલ્લાહખાં : અઢારસો સત્તાવનના વિપ્લવના એક આગેવાન નેતા અને નાનાસાહેબ પેશ્ર્વાના મંત્રી. નાનાસાહેબે વિપ્લવમાં સ્વીકારેલ નેતૃત્વ તથા તેને લગતું કરેલું આયોજન અઝીમુલ્લાહખાંની સલાહને આભારી હતું. નાનાસાહેબ પેશ્વાના પિતા બાજીરાવ બીજાના અવસાન બાદ બ્રિટિશ સરકારે નાનાસાહેબનું બંધ કરેલું વર્ષાસન પાછું મેળવવા અઝીમુલ્લાહખાં ઇંગ્લૅન્ડ ગયેલા. ત્યાં બ્રિટિશ સરકાર અને સંસદસભ્યો સાથે આ…
વધુ વાંચો >અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન
અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન (શાસનકાળ : ઈ. સ. 949–983) : બુવયહ વંશનો ઇરાક દેશનો સર્વશક્તિશાળી અમીર. એણે એ યુગનાં નાનાં રાજ્યોનું સંગઠન કરી પોતાના વંશને મજબૂત બનાવ્યો હતો. એનું લગ્ન ખલીફા અલ-તાઈની શાહજાદી સાથે થયું હતું. એ મુસલમાનોનો સૌપ્રથમ રાજા હતો, જેણે શહેનશાહનું લકબ ધારણ કર્યું હતું. એના પુત્ર બહાઉદ્દૌલાએ પિતાના…
વધુ વાંચો >અટલ બ્રિજ
અટલ બ્રિજ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં આવેલો પદયાત્રી બ્રિજ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ બ્રિજનું નામ અટલ બ્રિજ રાખ્યું હતું. 984 ફૂટ લાંબા અને 33થી 46 ફૂટ પહોળા આ બ્રિજને અટલ વૉક-વે બ્રિજ પણ કહેવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ…
વધુ વાંચો >અટારી
અટારી (સં. अट्टालिका) : અગાસી, મેડી, નાનો માળ, ઝરૂખો, છજું, રવેશ. કોઈ પણ ઘરના કે મકાનના માળે મોટા ખંડની બહાર પડતી બારી કે બારણા આગળ મકાન સાથે જોડાયેલ સાંકડો બેસવા-ઊઠવાનો ભાગ. તે છાપરા કે છતથી ઢંકાયેલ હોય કે ન પણ હોય. તે ટુકડે ટુકડે અથવા સળંગ આખી ભીંતની પહોળાઈ કે…
વધુ વાંચો >અટિરા
અટિરા (સ્થા. ડિસેમ્બર 1947) : બ્રિટનના નમૂના પરથી અમદાવાદમાં સ્થપાયેલી અટિરાના સંક્ષિપ્ત નામે જાણીતી અમદાવાદ કાપડ-ઉદ્યોગની સંશોધન સંસ્થા (Ahmedabad Textile Industries Research Association). ભારતમાં કાપડ-સંશોધનનું પહેલું કેન્દ્ર. કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકાર અને ઉદ્યોગોના મંડળના સહયોગથી અમદાવાદની આ સૌથી જૂની વૈજ્ઞાનિક સંશોધનસંસ્થા ચાલે છે. અમદાવાદના મિલમાલિક મંડળે કાપડ-ઉદ્યોગ માટે સંશોધન-પ્રયોગશાળાની એક રૂપરેખા 1944માં…
વધુ વાંચો >અટ્ઠકહાઓ
અટ્ઠકહાઓ : ત્રિપિટકના મૂળ ગ્રંથો ઉપરની ભાષ્યવજ્જા નામની પ્રથમ ટીકા. ત્રિપિટક જેટલા જ મહત્ત્વપૂર્ણ ગ્રંથો ઉપરની ટીકાને અટ્ઠકહા નામ આપ્યું હોય તેમ લાગે છે, જેમ કે ‘નેત્તિપકરણ અટ્ઠકહા’, ‘મહાવંસ અટ્ઠકહા’ વગેરે. પાલિ ભાષાના મૂળ ગ્રંથોને વાંચવા માટે ‘અટ્ઠકહા’ની જરૂર પડે છે. તેથી જુદા જુદા પ્રદેશમાં રહેનારા વિદ્વાનોએ ‘અટ્ઠકહા’ રચી હોવી…
વધુ વાંચો >અઠરાશે સત્તાવનચે સ્વાતંત્ર્યયુદ્ધ
અઠરાશે સત્તાવનચે સ્વાતંત્ર્યયુદ્ધ (1908) : વિનાયક દામોદર સાવરકરે મરાઠીમાં લખેલો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્યસંગ્રામનો ઇતિહાસ. સાવરકર ઇંગ્લૅન્ડમાં કાયદાશાસ્ત્રનું શિક્ષણ લેવા ગયેલા તે સમયે ત્રેવીસ વર્ષની વયે આ ગ્રંથ લખેલો. આ ગ્રંથમાં એવી ક્રાંતિકારી શક્તિ હતી કે છપાયા પૂર્વે જ અનેક રાષ્ટ્રોએ એની જપ્તીનો હુકમ કાઢ્યો. વીર સાવરકરે એ પુસ્તક છપાવવા માટે…
વધુ વાંચો >અઠવાડિયું
અઠવાડિયું : સાત દિવસનો સમૂહ – સપ્તાહ. તે સાત દિવસનું હોવા છતાં પરાપૂર્વથી તેને અઠવાડિયું કહેવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે દિવસ(તથા વાર)નો આરંભ સૂર્યોદયથી અને મહિનાની ગણતરી ચંદ્રની કળા સાથે સાંકળીને અમાસના અંતથી ગણવાનો રિવાજ છે. આવી કોઈ આવર્તનશીલ ખગોલીય ઘટના અઠવાડિયાના આરંભ સાથે સંકળાયેલી નથી. ચાંદ્રમાસના બે પક્ષ …
વધુ વાંચો >અડદ
અડદ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલા પૅપિલિઓનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna mungo (Linn.) Hepper; syn. Phaseolus radiatus Roxb., non Linn.; syn. P. mungo Linn.; non Roxb & auct. (સં. माष, હિં. उडद, उरद; ગુ. અડદ; અં. બ્લૅક ગ્રામ.) છે અને તેને ગુજરાતી નામ મગ સાથે કાંઈ…
વધુ વાંચો >અડવાણી, ભેરુમલ મહેરચંદ
અડવાણી, ભેરુમલ મહેરચંદ (જ. 1875, હૈદરાબાદ–સિંધ; અ. 7 જુલાઈ 1950, પુણે) : સિંધી સાહિત્યના બહુમુખી પ્રતિભાવાળા લેખક, વિદ્વાન અને ઇતિહાસકાર. સિંધી ગદ્યસાહિત્યના મુખ્ય સ્તંભોમાંના એક. કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ અને બાળસાહિત્ય — એમ લગભગ બધા જ સાહિત્યપ્રકારોમાં તેમણે બહુમૂલ્ય યોગદાન આપેલ; તેમ છતાં ઇતિહાસ, ભાષાવિજ્ઞાન અને સંશોધનક્ષેત્રે કાર્ય કર્યું…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…
વધુ વાંચો >