ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અંત:ક્ષેપ પંપ
અંત:ક્ષેપ પંપ (Infusion pump) : નસ વાટે સતત દવા આપવા માટેની યાંત્રિક યોજના. તેના દ્વારા દર્દીની રોજિંદી ક્રિયામાં ખલેલ ન પહોંચે તે રીતે તેને સતત ઘણા દિવસો માટે કે કાયમ માટે ધમની (artery) કે શિરા (vein) વાટે દવા આપી શકાય છે. તે માટે વપરાતા પંપ બે પ્રકારના હોય છે :…
વધુ વાંચો >અંત:પેશી શેક
અંત:પેશી શેક (diathermy) : ચામડી નીચેની પેશીઓને અપાતો શેક. જુલના નિયમને આધારે એકાંતરિયો (alternate) વીજ-સંચાર (electric current) ગરમી ઉત્પન્ન કરે છે. ઓછી પુનરાવર્તિતાવાળો વીજસંચાર ધ્રુવીકરણ (polarization)ની અસરને કારણે ગરમી ઉત્પન્ન કરતી વખતે પેશીને નુકશાન પહોંચાડે છે, જ્યારે વધુ પુવરાવર્તિતાવાળો અને ઓછી તરંગલંબાઈવાળો વીજ-સંચાર ચામડીને વધુ પડતી ગરમી આપવાને બદલે અંદરની…
વધુ વાંચો >અંત:શોષણ
અંત:શોષણ (imbibition) : વનસ્પતિઓમાં થતા પાણીના પ્રસરણનો વિશિષ્ટ પ્રકાર. આ પ્રક્રિયા દરમિયાન અધિશોષક(adsorbent)ની હાજરીમાં પાણીનું ચોખ્ખું વહન પ્રસરણ-પ્રવણતા (diffusion gradient)ની દિશામાં થાય છે. જો શુષ્ક વનસ્પતિ-દ્રવ્ય પાણીમાં મૂકવામાં આવે તો તે પુષ્કળ પ્રમાણમાં ફૂલે છે; દા.ત., લાકડાંનાં બારી-બારણાં ચોમાસામાં ફૂલી જાય છે. શુષ્ક લાકડું એક સારા અધિશોષક તરીકે વર્તે છે.…
વધુ વાંચો >અંત:સ્થ જળપરિવાહ
અંત:સ્થ જળપરિવાહ : કોઈ પણ પ્રદેશની નદીઓ, મહાસાગરો કે સમુદ્રને મળવાને બદલે આંતરિક સરોવરમાં પડે કે રણવિસ્તારમાં સમાઈ જાય તે પ્રકારનો જળપરિવાહ. યુ.એસ.એ.માં ઉટાહના પશ્ચિમ ભાગ અને નેવાડાના નીચા પ્રદેશનો જળપરિવાહ અંત:સ્થ પ્રકારનો છે. અહીં ખારા સરોવરમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અથવા તે ભૂમિમાં શોષાઈ જાય છે. મધ્ય-પૂર્વ એશિયાની જૉર્ડન…
વધુ વાંચો >અંત:સ્ફુરણાવાદ
અંત:સ્ફુરણાવાદ : કોઈ પણ વિધાન, વિભાવના કે વસ્તુના અનુમાન વગરનું અવ્યવહિત (immediate) આકલન તે માનસપ્રત્યક્ષ (intuition) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનનો જે પ્રકાર અનુભવ કે તર્કબુદ્ધિથી સ્વતંત્ર છે તેને અંત:સ્ફુરણાત્મક જ્ઞાન તરીકે સમજવામાં આવે છે. ‘ઇન્ટ્યૂઇશન’ શબ્દ બિનઅનુમાનજન્ય (noninferential) જ્ઞાન માટે તેમજ તેવું જ્ઞાન મેળવવા માટેની મનની સહજ-શક્તિને માટે…
વધુ વાંચો >અંત:સ્રાવ
અંત:સ્રાવ (hormone) : શરીરની ક્રિયાઓનું નિયમન કરતાં લોહીમાં સીધાં ઝરતાં રસાયણો. ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, કૉર્ટિકોસ્ટીરૉઇડ, ગલગ્રંથિ(thyroid)ના સ્રાવો વગેરે ઘણા અંત:સ્રાવો શરીરમાં હોય છે. તેમનાં મુખ્ય ચાર કાર્યક્ષેત્રો હોય છે : (1) શરીરની આંતરિક પરિસ્થિતિ અને રાસાયણિક બંધારણનું નિયમન; (2) ઈજા, ચેપ, ભૂખમરો, શરીરમાંથી પાણીનું ઘટી જવું, ખૂબ લોહી વહી જવું, અતિશય…
વધુ વાંચો >અંત:સ્રાવી તંત્ર
અંત:સ્રાવી તંત્ર (Endocrine system) (માનવ અને માનવેતર પ્રાણીઓમાં) શરીરનાં કાર્યોનું રસાયણો દ્વારા નિયમન કરનાર તંત્ર. શરીરનાં કાર્યોનું નિયમન બે તંત્રો કરે છે : (1) ચેતાતંત્ર (nervous system) અને (2) અંત:સ્રાવી તંત્ર. ચેતાતંત્ર વીજ-આવેગો (electrical impulses) વડે અને અંતસ્રાવી તંત્ર નલિકારહિત (ductless) ગ્રંથિઓના લોહીમાં સીધાં પ્રવેશતાં રસાયણો, અંત:સ્રાવો (hormones), પ્રતિપોષી (feed…
વધુ વાંચો >અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન)
અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન) : અંત:સ્રાવી ગ્રંથિઓ દ્વારા અતિસૂક્ષ્મ માત્રામાં સ્રવતાં કાર્બનિક સંયોજનો. આવાં સંયોજનોનું કાર્ય મગજમાં રહેલા એક વિશિષ્ટ કેન્દ્ર અધશ્ચેતક (hypothalamus) દ્વારા થાય છે. અંત:સ્રાવોનું રાસાયણિક વર્ગીકરણ મુખ્યત્વે તેમની પ્રકૃતિ મુજબ કરવામાં આવે છે. 1. 30,000થી ઓછા અણુભારવાળાં પ્રોટીનો; દા. ત., ઇન્સ્યુલિન. 2. નાનાં પૉલિપૅપ્ટાઇડો; દા. ત., પ્રતિ-મૂત્રલ (anti-diuretic) અંત:સ્રાવ.…
વધુ વાંચો >અંતાણી, વીનેશ
અંતાણી, વીનેશ (જ. 27 જૂન 1946, નવાવાસ (દુર્ગાપુર), તા. માંડવી, જિ. કચ્છ) : નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, સંપાદક તથા અનુવાદક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નખત્રાણા (કચ્છ) તથા કૉલેજશિક્ષણ ભુજમાં. 1967માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે બી.એ., 1969માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ.. કચ્છની ભૂમિના સંસ્કાર અને સંસ્કૃતિ બાળપણથી ચિત્તમાં રોપાયેલાં. કારકિર્દીની શરૂઆત અધ્યાપનથી. 1970થી…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…
વધુ વાંચો >