ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >વાન સ્કોરેલ, ઇયાન (Van Scorel, Ian)
વાન સ્કોરેલ, ઇયાન (Van Scorel, Ian) (જ. 1495; અ. 1562) : ડચ રેનેસાંસ-ચિત્રકાર. ચિત્રકલાની પ્રારંભિક તાલીમ તેમણે ઍમસ્ટરડૅમમાં લીધેલી. 1517માં તેઓ ઉટ્રેખ્ટ ગયા અને ત્યાંથી 1519માં તેઓ નુરેમ્બર્ગ ગયા અને મહાન ચિત્રકાર ડ્યુરરના શિષ્ય બનવા માટે કોશિશ કરી; પણ તેમની કોશિશ વ્યર્થ નીવડી. ડ્યુરરને તેમનામાં કોઈ રસ પડ્યો નહિ. 1520માં…
વધુ વાંચો >વાનસ્પતિક રોગકારકો
વાનસ્પતિક રોગકારકો : વનસ્પતિની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા કરીને તેની વૃદ્ધિ અને ઉત્પાદન ઉપર માઠી અસર માટે કારણભૂત સૂક્ષ્મજીવો (microbes) અને વિપરીત પર્યાવરણિક પરિબળો જેવા ઘટકો. રોગકારક સૂક્ષ્મજીવોમાં મુખ્યત્વે જીવાણુ (bacteria), ફૂગ (fungus), લીલ (alga), પ્રજીવો, કૃમિ, વિષાણુ, રિકેટ્સિયા, માઇક્રોપ્લાઝ્મા અને સ્પાઇરોપ્લાઝ્માનો સમાવેશ થાય છે. જ્યારે નિર્જીવ રોગકારકોમાં નીચે જણાવેલ…
વધુ વાંચો >વાનસ્પતિક રોગનિવારકો
વાનસ્પતિક રોગનિવારકો : પરોપજીવી સૂક્ષ્મજીવો તેમજ વિપરીત પર્યાવરણિક અસર હેઠળ કૃષિપાકમાં ઉદભવતા વિવિધ પ્રકારના રોગોના નિયંત્રણાર્થે યોજતા ઉપચારો. રોગનિયંત્રણનો મુખ્ય હેતુ રોગને અટકાવવાનો અથવા ઘટાડવાનો છે; જેથી પાકના નુકસાનનું પ્રમાણ ઘટાડી શકાય. રોગનો સંપૂર્ણ નાશ કરવો એ ઘણું જ કઠિન છે. કેટલાક રોગોને કાબૂમાં લેવા ફક્ત એક જ રોગનિવારકનો ઉપયોગ…
વધુ વાંચો >વાનસ્પતિક વંધ્યત્વ
વાનસ્પતિક વંધ્યત્વ : કેટલાક સૂક્ષ્મજીવો(microbes)ના ચેપની વિપરીત અસર હેઠળ કૃષિપાકોમાં ઉદભવતું વંધ્યત્વ. વનસ્પતિ પર ઊગતાં ફૂલો અથવા ફૂલ પેદા કરતી કૂંપળોમાં સૂક્ષ્મજીવોનું આક્રમણ થતાં પ્રજનન માટેનાં ફૂલોના જેવા ભાગોમાં દેહધાર્મિક વિકૃતિ પેદા થાય છે. આવી વિકૃતિ પેદા કરવામાં વિષાણુ, માઇક્રોપ્લાઝ્મા (MLO) જેવા અતિસૂક્ષ્મજીવો ઇતડી(mite)ના આક્રમણથી વનસ્પતિમાં દાખલ થતાં છોડ વંધ્ય…
વધુ વાંચો >વાન હાઇસ, ચાર્લ્સ રિચાર્ડ
વાન હાઇસ, ચાર્લ્સ રિચાર્ડ (જ. 29 મે 1857, ફલ્ટન, વિસ્કોન્સિન, યુ.એસ.; અ. 19 નવેમ્બર 1918, મિલવૌકી, વિસ્કોન્સિન, યુ.એસ.) : ભૂસ્તરશાસ્ત્રી. યુ.એસ.ના સુપિરિયર સરોવર-વિસ્તારની પ્રી-કૅમ્બ્રિયન રચનાઓનો, વિશેષ કરીને તો, તેમાં સંકળાયેલાં લોહધાતુખનિજોનો તેમણે અભ્યાસ કરેલો; જે ત્યાં મળી આવતા મહત્વના નિક્ષેપોની આર્થિક ઉપલબ્ધિ માટે ઉપયોગી નીવડેલો. આ કાર્ય માટે તેઓ ખૂબ…
વધુ વાંચો >વાનૌતુ (Vanuatu)
વાનૌતુ (Vanuatu) : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : 16° 00´ દ. અ. અને 167° 00´ પૂ.રે.. તે 80 જેટલા ટાપુઓથી બનેલો છે. તેનો કુલ ભૂમિવિસ્તાર આશરે 12,200 ચોકિમી. જેટલો છે. વિસ્તારના ઊતરતા ક્રમમાં મુખ્ય ટાપુઓ આ પ્રમાણે છે : એસ્પિરિટુ સાન્ટો, માલાકુલા, એફૅટ, એરોમૅન્ગો અને તન્ના એફૅટ…
વધુ વાંચો >વાન્ગ મૅન્ગ
વાન્ગ મૅન્ગ (જ. 1308, વુસિન્ગ, ચેકયાંગ પ્રાંત, ચીન; અ. 1385, વુસિન્ગ) : ચીનની પ્રશિષ્ટ નિસર્ગચિત્રણાનો એક શ્રેષ્ઠ ચિત્રકાર. યુઆન રાજવંશ (1206-1368) દરમિયાન પાકેલા ચિત્રકારોમાં તેની ગણના ટોચમાં થાય છે. યુઆન રાજવંશ દરમિયાન પાકેલા એક નિસર્ગચિત્રકાર ચાઓ મેન્ગ્ફૂ અને એક મહિલા નિસર્ગચિત્રકાર કુઆન તાઓશેંગના વાન્ગ મૅન્ગ પૌત્ર હતા. થોડા વખત માટે…
વધુ વાંચો >વાન્ગ વી
વાન્ગ વી (જ. 699, ચીહ્સિન, શાન્સી પ્રાંત, ચીન; અ. 759, ચીન) : પ્રખ્યાત ચીની ચિત્રકાર, સંગીતકાર અને કવિ. બીજું નામ વાન્ગ મો ચી. 17મી સદીમાં થઈ ગયેલા ચીની કલાઇતિહાસકાર અને રસજ્ઞ તુન્ગ ચિયાન્ગે દક્ષિણ ચીની કાવ્યશૈલી અને ચિત્રશૈલીના પ્રારંભકર્તા તરીકે વાન્ગ વીની પ્રતિષ્ઠા કરી અને વધુમાં પ્રશંસા કરતાં કહ્યું કે…
વધુ વાંચો >વાન્ગ હુઈ
વાન્ગ હુઈ (જ. 1632, ચાન્ગ્શુ, કિયાન્સુ પ્રાંત, ચીન; અ. 1717, ચાન્ગ્શુ) : ચીનની પ્રશિષ્ટ નિસર્ગચિત્રણાનો એક શ્રેષ્ઠ ચિત્રકાર. અન્ય ત્રણ ચિત્રકારો વાન્ગ શિહ-મિન, વાન્ગ ચિન અને વાન્ગ યુઆન-ચી સાથે તેની ગણના ‘ફોર વાન્ગ’ ચિત્રકાર જૂથમાં થાય છે. વાન્ગ શિહ-મિન અને વાન્ગ ચિન પાસેથી વાન્ગ હુઈએ ચિત્રકલાની તાલીમ મેળવેલી. વાન્ગ શિહ-મિને…
વધુ વાંચો >વાન્ડિક, (સર) ઍન્થૉની
વાન્ડિક, (સર) ઍન્થૉની (જ. 22 માર્ચ 1599, ઍન્ટવર્પ ફ્લૅન્ડર્સ, બૅલ્જિયમ; અ. 9 ડિસેમ્બર 1641, લંડન, બ્રિટન) : સત્તરમી સદીના ફ્લૅન્ડર્સના રૂબેન્સ પછી સૌથી વધુ ખ્યાતનામ ચિત્રકાર. ધાર્મિક અને પૌરાણિક વિષયોનાં ચિત્રો ઉપરાંત ધનાઢ્યોનાં વ્યક્તિચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. 1632માં લંડનના રાજા ચાર્લ્સ પહેલાએ તેમની નિમણૂક દરબારી ચિત્રકાર તરીકે કરી…
વધુ વાંચો >