ખંડ ૧૯

લેઇસ વિંગ બગથી વાંસદા

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

લેઉઆ, રાઘવજી થોભણભાઈ

લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…

વધુ વાંચો >

લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…

વધુ વાંચો >

લેઓપાર્દી, જાકોમો

લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…

વધુ વાંચો >

લેક ડિસ્ટ્રિક્ટ

લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

લૅકોલિથ (Laccolith)

લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટિક ઍસિડ

લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >

લૅક્ટોબૅસિલસ (Lactobacillus)

લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…

વધુ વાંચો >

વસ્ત્ર-ઉદ્યોગ

Jan 21, 2005

વસ્ત્ર-ઉદ્યોગ : દેહના રક્ષણ તેમજ સુશોભન માટેનાં આવરણરૂપ કાપડ ઉત્પાદન કરવાનો ઉદ્યોગ. પૃથ્વીની આશરે 4,217 સસ્તન પ્રાણીજાતિઓમાંથી 192 અગ્રજાતિઓમાં મનુષ્ય જ રુવાંટી વગરનું પ્રાણી ગણાય છે. તેથી તેને આવરણની આવશ્યકતા રહે છે. મનુષ્ય પર્યાવરણથી રક્ષણ મેળવવા, એબ ઢાંકવા, પોતાની અલગ પહેચાન જાળવવા, વિજાતીયને આકર્ષવા, સ્વપરિગ્રહનું પ્રદર્શન કરવા, નિષ્ઠા દર્શાવવા, વિધિઓને…

વધુ વાંચો >

વહાણવટા ઉદ્યોગ

Jan 22, 2005

વહાણવટા ઉદ્યોગ વહાણનો ઉદભવ ક્યાંથી, ક્યારે અને કેવી રીતે થયો હશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અનુમાન કરી શકાય કે પ્રાગ્-ઐતિહાસિક સમયમાં ઠેર ઠેર ભટકતા માનવે કુતૂહલતાને વશ થઈ ઝાડના તરતા થડ પર સવારી કરી જળસહેલગાહનો આનંદ માણ્યો હશે. ત્યારબાદ વાંસ અને વૃક્ષની ડાળીઓ કે થડ બાંધીને તરાપા બનાવ્યા હશે.…

વધુ વાંચો >

વહાબી આંદોલન (1820-1870)

Jan 22, 2005

વહાબી આંદોલન (1820-1870) : રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી(1786-1831)એ ઇસ્લામ ધર્મમાં સુધારા કરવા માટે ભારતમાં શરૂ કરેલ આંદોલન. પાછળથી તે પંજાબમાંથી શીખોને અને બંગાળમાંથી અંગ્રેજોને દૂર કરીને મુસ્લિમ સત્તા સ્થાપવા માટેનું રાજકીય આંદોલન બન્યું હતું. ઇસ્લામ ધર્મમાં સુધારા કરવાના ઇરાદાથી અરબસ્તાનમાં અઢારમી સદીના છેલ્લાં વરસોમાં અબ્દુલ વહાબે આ આંદોલન શરૂ કર્યું…

વધુ વાંચો >

વહીદખાં

Jan 22, 2005

વહીદખાં (જ. 1895, ઇટાવા; અ. ?) : સૂરબહાર અને સિતારના પ્રસિદ્ધ કલાકાર. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પણ સૂરબહાર અને સિતારના ઉચ્ચ કલાકાર હતા. ઇનાયતખાંસાહેબ તેમના નાના ભાઈ હતા. વહીદખાંએ શરૂઆતમાં ધ્રુપદ, ખયાલ તથા ઠૂમરીની તાલીમ લઈ, પછી સિતાર અને સૂરબહારની તાલીમ પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરી. ત્રણ વર્ષ સુધી તેઓ…

વધુ વાંચો >

વહીદખાં

Jan 22, 2005

વહીદખાં (જ. ?; અ. 1949) : શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ઉચ્ચ કોટિના સંગીત-શિક્ષક. પોતાના શિષ્યોને તેઓ દિલથી શીખવતા. તેમનું બાળપણ તેમના કાકા ઉસ્તાદ હૈદરખાં (જેઓ કોલ્હાપુરના જાણીતા સારંગીવાદક હતા.) પાસે કોલ્હાપુરમાં વ્યતીત થયું. હૈદરખાંએ બીનકાર બન્દેઅલીખાં પાસેથી અનેક ઘરાણેદાર ચીજોની તાલીમ મેળવી હતી. આ બધી ચીજો તેમણે પોતાના ભત્રીજા…

વધુ વાંચો >

વહીવટી કાયદો

Jan 22, 2005

વહીવટી કાયદો વહીવટી સત્તામંડળોની સત્તાઓ અને ફરજોનું બયાન કરતો તથા તેની કાર્યરીતિ અને પરિણામોમાંથી ઉદભવતી સમસ્યાઓના ઉપાયો પર પ્રકાશ પાડતો કાયદો. વીસમી સદીમાં જેમ જેમ સરકારની જવાબદારીઓમાં અને તેના કાર્યક્ષેત્રમાં વધારો થતો ગયો અને સમાજકલ્યાણ, ઔદ્યોગિક સંબંધો, આવશ્યક વસ્તુઓનાં ઉત્પાદન અને વહેંચણી, ઝૂંપડપટ્ટીઓની સુધારણા, પ્રજાનું સ્વાસ્થ્ય, બાળકોનું શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં…

વધુ વાંચો >

વહીવંચા બારોટ

Jan 22, 2005

વહીવંચા બારોટ : યજમાનના કુળની વ્યક્તિઓનાં નામ અને તેમનાં જીવનકાર્યની મહત્વની વિગતોની પોતાના ચોપડામાં વિધિપૂર્વક ઉચિત નોંધ રાખી અને યથાસમય તેનું વાચન કરતી વ્યાવસાયિક કુળ-ધર્મ ધરાવતી બારોટ કોમની વ્યક્તિઓ. બારોટ સૂત કે ભાટ નામની જ્ઞાતિમાંથી આવ્યા છે અને વિવિધ જ્ઞાતિઓની વિગતો પરંપરાગત વહી(ચોપડો)માં નોંધવી – એ એમનો મુખ્ય વ્યવસાય રહ્યો…

વધુ વાંચો >

વહેલ (whale)

Jan 22, 2005

વહેલ (whale) : માછલી જેવા આકારનું, કદમાં મોટું એવું એક દરિયાઈ સસ્તન પ્રાણી. જોકે થોડીક વહેલ નદીઓમાં પણ વસતી હોય છે. દુનિયામાં વસતા સૌથી મોટા કદનું પ્રાણી વાદળી વહેલ (Blue whale), 30 મીટર જેટલું લાંબું અને 200 ટન વજનવાળું હોય છે; પરંતુ બેલુગૅસ વહેલની લંબાઈ માત્ર 3થી 5 મીટર જેટલી…

વધુ વાંચો >

વહોરા

Jan 22, 2005

વહોરા : શિયા પંથની મુખ્યત્વે ગુજરાતમાં વસેલી કોમ. ઈ. સ. 1539માં ઇસ્લામના 24મા દાઈ તુર્કોને કારણે ભારતમાં આવ્યા અને તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઈ સૈયદ જમાલુદ્દીને અમદાવાદમાં ગાદી ફેરવી. ઈ. સ. 1590માં દાઉદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસ્તી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ વગેરે સ્થળોએ…

વધુ વાંચો >

વળિતુનૈવાન, એમ.

Jan 22, 2005

વળિતુનૈવાન, એમ. (જ. 1 જૂન 1936, વેલ્લોર, જિ. નૉર્થ આર્કોટ, તામિલનાડુ) : તમિળ લેખક. તેઓ સંચાર-વિભાગના મુખ્ય સેક્શન-સુપરવાઇઝર તરીકે સેવાનિવૃત્ત થયા. સાથોસાથ તેમણે લેખનકાર્ય પણ કર્યું. અત્યાર સુધીમાં તેમણે તમિળમાં 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તિરુવલ્લુવર’ (1968) તેમનો ઉત્તમ નાટ્યસંગ્રહ છે. ‘તેન્કુમારી દૈવમ્’ (1974) તેમની લોકપ્રિય નવલકથા છે. ‘તિરુવલ્લુવર’ બે…

વધુ વાંચો >