ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >વસિષ્ઠ, સુદર્શન
વસિષ્ઠ, સુદર્શન (જ. 24 સપ્ટેમ્બર 1949, પાલમપુર, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે એમ.એ. તથા બી.એડ.ની પદવી મેળવી પછી સિમલા ખાતે હિમાચલ અકાદમી ઑવ્ આર્ટ્સ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝના સેક્રેટરી તરીકે સેવા આપી તથા લેખનકાર્ય કર્યું. તેમણે કુલ 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અર્ધરાત્રિ કા સૂર્ય’ (1975) અને ‘નદી ઔર રાત’…
વધુ વાંચો >વસીમ, અકરમ
વસીમ, અકરમ (જ. 3 જૂન 1966, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. 1992ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં હરીફોના બૅટધરોને પરાસ્ત કર્યા અને તેઓ વિશ્વના એક મહાન મૅચ-વિજેતા ક્રિકેટર બની રહ્યા. તેઓ ઝડપી ડાબેરી ગોલંદાજ હતા અને ખતરનાક યૉર્કર નાખતા. સાથોસાથ તેઓ એક જુસ્સાદાર બૅટધર પણ બની રહ્યા. 1993ના જાન્યુઆરીમાં તેમણે પાકિસ્તાનનું કપ્તાનપદ…
વધુ વાંચો >વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ)
વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ) : મગધનો શુંગ વંશનો રાજા. તેનો શાસનકાળ આશરે ઈ. પૂ. 143થી 136નો હતો. શુંગ વંશમાં પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યો. તેનું બીજું નામ સુજ્યેષ્ઠ હતું. એના કેટલાક સિક્કા મળ્યા છે. એણે સાત વર્ષ રાજ્ય કર્યું હતું. તેના વિશે વધુ માહિતી મળતી નથી. રામજીભાઈ ઠા. સાવલિયા
વધુ વાંચો >વસુદેવ
વસુદેવ : યદુવંશી શૂર અને મારિષાના પુત્ર, કૃષ્ણના પિતા, કુંતીના ભાઈ અને મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી. તેમનાં લગ્ન દેવક કે બાહુકની સાત કન્યાઓ સાથે થયાં હતાં જેમાં દેવકી સહુથી મુખ્ય હતી. દેવકીનો આઠમો પુત્ર કંસનો વધ કરશે એવી આકાશવાણીને કારણે કંસે પોતાની બહેન દેવકી અને બનેવી વસુદેવને કારાગૃહમાં રાખ્યાં હતાં…
વધુ વાંચો >વસુદેવ-હિંડી
વસુદેવ-હિંડી : જૈન કથાસાહિત્યની પ્રથમ કક્ષાની કૃતિઓમાંની એક. આગમબાહ્ય ગ્રંથોમાં પ્રાચીનતમ ગણાતા આ ગ્રંથમાં જૈન પરંપરા પ્રમાણે કૃષ્ણના પિતા વસુદેવના ભ્રમણ(હિંડી)નો વૃત્તાન્ત છે. મૂળ સંસ્કૃતના અને ગુજરાતી તેમજ પ્રાકૃતમાં વપરાતા ‘હિંડ’ ધાતુનો અર્થ ચાલવું-ફરવું-પરિભ્રમણ કરવું એવો થાય છે. એથી ‘વસુદેવ-હિંડી’ એટલે વસુદેવનું પરિભ્રમણ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને…
વધુ વાંચો >વસુધા (1939)
વસુધા (1939) : અર્વાચીન યુગના ઉત્તમ ગુજરાતી કાવ્યસંગ્રહોમાંનો એક. ગાંધીયુગના સુપ્રસિદ્ધ કવિ સુન્દરમ્(1908-1991)નો આ ત્રીજો કાવ્યસંગ્રહ છે. તેમાં મુખ્યત્વે 1933થી 1938 વચ્ચે રચાયેલાં કાવ્યો ઉપરાંત 1929થી 1932 સુધીમાં અને 1939 તથા 1949ની સાલમાં રચાયેલાં કાવ્યો પણ સમાવિષ્ટ છે. પ્રસ્તુત કાવ્યસંગ્રહની કુલ 91 રચનાઓમાં ઊર્મિકાવ્યનાં મુક્તક, સૉનેટ, ગીત જેવાં સ્વરૂપો ઉપરાંત…
વધુ વાંચો >વસુનન્દિશ્રાવકાચાર
વસુનન્દિશ્રાવકાચાર : જૈન ધર્મના ઉપાસકના આચાર વિશેનો ગ્રંથ. શ્રાવક એટલે જૈન ગૃહસ્થ, જૈન ઉપાસક. શ્રાવકાચાર એટલે જૈન ગૃહસ્થનો આચારધર્મ. વસુનન્દિએ (ઈ. સ. 1100 લગભગ) આ વિષય ઉપર રચેલી કૃતિનું નામ છે ‘વસુનન્દિશ્રાવકાચાર’. તેને ‘ઉપાસકાધ્યયન’ પણ કહેવામાં આવે છે. તે 546 પ્રાકૃત ગાથાઓમાં નિબદ્ધ છે. તેમાં અગિયાર પ્રતિમાઓના આધારે શ્રાવકધર્મનું નિરૂપણ…
વધુ વાંચો >વસુબંધુ
વસુબંધુ : બૌદ્ધ ધર્મના મહત્ત્વના વિદ્વાન. તેઓ ગાંધાર(હાલના પેશાવરનો ભાગ)માં જન્મ્યા હોવાની માન્યતા છે. અહીં ચીનના વિદ્વાન યુઅન-શ્વાંગે વસુબંધુના મૃત્યુના ઉલ્લેખવાળી તકતી જોઈ હતી. તેથી વસુબંધુનો સમય સાતમી સદીનો ગણવામાં આવે છે. તેમનો સમય 280-360નો પણ માનવામાં આવે છે (ભટ્ટાચાર્ય બી., ધી ઇન્ડિયન બુદ્ધિસ્ટ આઇકોનોગ્રાફી, પૃ. 12). જોકે આ સમયગાળો…
વધુ વાંચો >વસુમિત્ર
વસુમિત્ર : મગધના શૂંગ વંશના સમ્રાટ પુષ્યમિત્રનો પૌત્ર તથા અગ્નિમિત્રનો પુત્ર. કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ઘોડાના રક્ષણ વાસ્તે મોકલવામાં આવેલ લશ્કરનો સેનાપતિ વસુમિત્ર હતો. યજ્ઞના આ ઘોડાને યવનોએ અટકાવ્યો. તેથી સિંધુ નદીના દક્ષિણ કાંઠે થયેલી લડાઈમાં વસુમિત્રે યવનોને પરાજય આપ્યો અને યજ્ઞનો ઘોડો સલામતીપૂર્વક…
વધુ વાંચો >વસુંધરાદેવી, રતકોન્ડા
વસુંધરાદેવી, રતકોન્ડા (જ. 17 ડિસેમ્બર 1931, પરચુર, જિ. પ્રકાશમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એસસી. (ઑનર્સ) અને એમ.એસસી.ની ડિગ્રીઓ મેળવી હતી. અત્યાર સુધીમાં તેમણે 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગાલીરથમ્’ (1977); ‘નીડાલુ’ (1982) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે અને ‘રેડ્ડામ્મા ગુન્ડુ’ (1985) નવલિકા છે. 1978માં તેમને નુટલપાટી ગંગાધરમ્ ઍવૉર્ડ;…
વધુ વાંચો >