વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ)

January, 2005

વસુજ્યેષ્ઠ (વસુજેષ્ઠ) : મગધનો શુંગ વંશનો રાજા. તેનો શાસનકાળ આશરે ઈ. પૂ. 143થી 136નો હતો. શુંગ વંશમાં પુષ્યમિત્ર પછી અગ્નિમિત્ર ગાદીએ આવ્યો. તેનું બીજું નામ સુજ્યેષ્ઠ હતું. એના કેટલાક સિક્કા મળ્યા છે. એણે સાત વર્ષ રાજ્ય કર્યું હતું. તેના વિશે વધુ માહિતી મળતી નથી.

રામજીભાઈ ઠા. સાવલિયા