ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >વનરાજ
વનરાજ (શાસનકાળ ઈ. સ. 720-780) : અણહિલપુરના ચાવડા વંશનો સ્થાપક. તેનાં કુળ, જન્મ અને બાળપણ વિશે જુદી જુદી દંતકથાઓ પ્રવર્તે છે. એ જ રીતે તેના રાજ્યારોહણના વર્ષ, માસ, તિથિ વિશે પણ દંતકથાઓનો જ આધાર લેવો પડે છે. તેમાં વિગતભેદ પણ જોવા મળે છે. વનરાજનો ઇતિહાસ જાણવા માટે ત્રણ સાધનો અગત્યનાં…
વધુ વાંચો >વનવિદ્યા (Forestry)
વનવિદ્યા (Forestry) વનવાવેતર, વનસંરક્ષણ, વનવિકાસ અને વનપ્રબંધ અંગેનું પ્રયુક્ત વિજ્ઞાન. વન સૌથી વિશાળ, જટિલ અને સૌથી મહામૂલી નૈસર્ગિક સંપત્તિ ધરાવતો પ્રદેશ છે. તે મુખ્યત્વે વૃક્ષ-જાતિઓ દ્વારા આચ્છાદિત હોય છે. વિશ્વના વિવિધ ભાગોમાં વનોનાં કદ અને જૈવ વિભિન્નતાઓ (biodiversities) જુદાં જુદાં હોય છે. પૃથ્વીના કુલ ભૂમિવિસ્તારના 2 જેટલા ભાગમાં વન પથરાયેલાં…
વધુ વાંચો >વનસંવર્ધન
વનસંવર્ધન : જુઓ વનવિદ્યા.
વધુ વાંચો >વનસ્થલી (વંથલી)
વનસ્થલી (વંથલી) : જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી પશ્ચિમે 12 કિમી. ઉપર ઉબેણ નદીના પૂર્વ કિનારે આવેલું નગર. તે ‘સ્કંદપુરાણ’માં ‘વામન નગર’ તરીકે નોંધાયેલું છે. ત્યાં નોંધાયેલી અનુશ્રુતિ મુજબ વામન ભગવાન બલિને બાંધી, નગર સ્થાપી રૈવતક ગિરિ ઉપર આવીને રહ્યા હતા. આ ગામમાં કેટલાક પ્રાચીન અવશેષો જળવાઈ રહ્યા છે. ત્યાં વામન ભગવાનનું…
વધુ વાંચો >વનસ્પતિ-અનુક્રમણ
વનસ્પતિ-અનુક્રમણ : જુઓ અનુક્રમણ.
વધુ વાંચો >વનસ્પતિ-અંગો
વનસ્પતિ-અંગો : વનસ્પતિઓમાં વિવિધ પેશીઓના સંગઠનથી બનતી રચનાઓ. આ અંગો નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. પેશીઓ અને અંગોનું વિભેદન ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં જ જોવા મળે છે. વનસ્પતિ-અંગોમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજનો સમાવેશ થાય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણો વાનસ્પતિક (vegetative) અંગો છે. આ અંગો પ્રજનન સિવાયની વિવિધ…
વધુ વાંચો >વનસ્પતિ-ઉદ્યાન
વનસ્પતિ-ઉદ્યાન : જુઓ ઉદ્યાનવિદ્યા.
વધુ વાંચો >વનસ્પતિજન્ય ઔષધો
વનસ્પતિજન્ય ઔષધો : વનસ્પતિમાંથી પ્રાપ્ત થતાં ઔષધો. ભારતના પ્રાચીન ગ્રંથ રામાયણમાં લંકાના સુષેણ વૈદે લક્ષ્મણની મૂર્ચ્છાવસ્થા હનુમાન દ્વારા હિમાલય પર થતી ‘સંજીવની’ છોડની ઔષધિ દ્વારા મટાડ્યાનો ઉલ્લેખ છે. અમેરિકાનાં મૂળ વતની ઇન્ડિયનો વિલો વૃક્ષની છાલનો ઉકાળો પિવડાવીને તાવ ઓછો કરી યા મટાડી શકતા હતા. ફ્રેન્ચ લોકો એ જાણીને આશ્ર્ચર્ય પામ્યા…
વધુ વાંચો >વનસ્પતિજ વર્ણકો (plant pigments)
વનસ્પતિજ વર્ણકો (plant pigments) : જીવંત છોડવાં દ્વારા ઉત્પન્ન કરાતા કુદરતી કાર્બનિક રંગકારકો (colourants). આમાંના કેટલાક પ્રાણીઓમાં પણ મળી આવે છે. કેટલાંક કેરૉટિનોઇડ સંયોજનો (પર્ણપાતિકાભો, carotenoids) વનસ્પતિજ તથા પ્રાણીજ – એમ બંને સ્રોત દ્વારા મળે છે. વનસ્પતિમાં કેરૉટિનોઇડો એસ્ટર કે પ્રોટીન-સંકીર્ણો રૂપે કલિલીય અવસ્થામાં મળે છે. જ્યારે પ્રાણીઓમાં તે ચરબીમાં…
વધુ વાંચો >વનસ્પતિ-જીવનચક્ર
વનસ્પતિ-જીવનચક્ર વનસ્પતિનો ચક્રાકાર જીવનક્રમ. તેના જીવનમાં બીજાણુજનક (sporophyte) અને જન્યુજનક (gametophyte) અવસ્થાની ચક્રીય ગોઠવણી થયેલી હોય છે. વનસ્પતિના જીવનમાં ફલન પછીથી શરૂ થઈ અર્ધસૂત્રીભાજન (meiosis) સુધી લંબાયેલી અલિંગી અવસ્થાને બીજાણુજનક કહે છે. તે હંમેશાં દ્વિગુણિત (2n) રંગસૂત્રો ધરાવે છે. આ અવસ્થા દરમિયાન અલિંગી પ્રજનનકોષોનું એટલે કે બીજાણુઓ(spores)નું નિર્માણ થાય છે.…
વધુ વાંચો >