ખંડ ૧૯
લેઇસ વિંગ બગથી વાંસદા
વાઇટેસી
વાઇટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ દ્વિદળી; ઉપવર્ગ મુક્તદલા (Polypetalae); શ્રેણી બિંબપુષ્પી (Disciflorae); ગોત્ર સિલેસ્ટ્રેલિસ, કુળ વાઇટેસી. આ કુળમાં 11 પ્રજાતિઓ અને 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. તે…
વધુ વાંચો >વાઇનબર્ગ, સ્ટીવન
વાઇનબર્ગ, સ્ટીવન (જ. 3 મે 1933, ન્યૂયૉર્ક સિટી) : મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી વિદ્યુતચુંબકીય અને મંદ (weak) આંતરક્રિયા માટે એકીકૃત (unified) સિદ્ધાંત તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર અમેરિકન વિજ્ઞાની. બીજી બાબત, સાથે મંદ તટસ્થ પ્રવાહની આગાહીનો પણ સમાવેશ થાય છે. આ કાર્ય તેમણે અમેરિકન વિજ્ઞાની ગ્લેશૉવ તથા પાકિસ્તાની વિજ્ઞાની અબ્દુસ…
વધુ વાંચો >વાઇનર, જેકોબ
વાઇનર, જેકોબ (જ. 1892; અ. 1970) : આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર અર્થશાસ્ત્રી. તેમનો ઉછેર કૅનેડાના મૉન્ટ્રિયલ નગરમાં થયેલો હતો. મૅકગિલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી તેમણે કૅનેડાના સ્ટીફન લીકૉકના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી તેઓ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા અને…
વધુ વાંચો >વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.)
વાઈનલૅન્ડ, ડેવિડ જે. (Wineland, David J.) (જ. 24 ફેબ્રુઆરી 1944, મિલ્વૉકી, વિસ્કોન્સિન, યુ.એસ.એ.) : ક્વૉન્ટમ પ્રણાલીના વ્યક્તિગત રીતે માપન અને નિયંત્રણ માટે અભૂતપૂર્વ પ્રાયોગિક પદ્ધતિઓ વિકસાવવા માટે 2012નો ભૌતિકશાસ્ત્રમાં પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે ડેવિડ જે. વાઈનલૅન્ડ અને સર્જ હરોચને પ્રાપ્ત થયો હતો. વાઈનલૅન્ડે 1961માં સેક્રેમેન્ટો, કૅલિફૉર્નિયાની એન્સિના…
વધુ વાંચો >વાઇનાઇલ ક્લૉરાઇડ
વાઇનાઇલ ક્લૉરાઇડ : કાર્બનિક હેલોજન સંયોજનોના સમૂહનો રંગવિહીન, જ્વલનશીલ, વિષાળુ વાયુ. તે ક્લોરોઇથિલીન અથવા ક્લોરૉઇથિન તરીકે પણ ઓળખાય છે. સૂત્ર H2C = CHCl. તે ખૂબ અગત્યનો એકલક (monomer) છે. વાઇનાઇલ પ્રકારનાં સંયોજનોમાં હેલોજન પરમાણુ અસંતૃપ્ત કાર્બન સાથે જોડાયેલો હોય છે. આ પ્રકારનાં સંયોજનો તેમનામાંના કાર્બન-હેલોજન બંધના સ્થાયિત્વ માટે નોંધપાત્ર છે.…
વધુ વાંચો >વાઇનાઇલીડીન ક્લોરાઇડ (1, 1-ડાઇક્લોરોઇથિલીન)
વાઇનાઇલીડીન ક્લોરાઇડ (1, 1-ડાઇક્લોરોઇથિલીન) : રંગવિહીન, ઘટ્ટ (dense), બાષ્પશીલ, જ્વલનશીલ, હૅલોજનયુક્ત કાર્બનિક સંયોજન. સૂત્ર H2C = CCl2. તે સહબહુલકો બનાવવા માટે વપરાતું નીચા ઉત્કલનબિંદુવાળું (37o સે.) પ્રવાહી છે. 1-1,2ટ્રાઇક્લોરોઇથેન ઉપર આલ્કલીની પ્રક્રિયા દ્વારા અથવા તેના ઉષ્મીય વિઘટનથી મેળવાય છે. ખૂબ સહેલાઈથી બહુલીકરણ પામતું પ્રવાહી હોવાથી તેનો મુખ્ય ઉપયોગ સહબહુલકો બનાવવામાં…
વધુ વાંચો >વાઇમાર્ક, ઑલ્વેન (માર્ગારેટ)
વાઇમાર્ક, ઑલ્વેન (માર્ગારેટ) (જ. 14 ફેબ્રુઆરી 1932, ઓકલૅન્ડ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ-પૉમોના કૉલેજ, કૅલિફૉર્નિયા, 1949-51; યુનિવર્સિટી કૉલેજ, લંડન, 1951-52. નિવાસી લેખક, યુનિકૉર્ન થિયેટર ફૉર યંગ પીપલ, લંડન, 1974-75; તથા કિંગ્સ્ટન પૉલિટેકનિક, સરે, 1977, સ્ક્રિપ્ટ સલાહકાર, ટ્રાઇસિઇકલ થિયેટર, લંડન; નાટ્યલેખનનાં અધ્યાપિકા, ન્યૂયૉર્ક યુનિવર્સિટી; નાટ્યલેખનનાં અંશકાલીન ટ્યૂટર, યુનિવર્સિટી ઑવ્ બર્મિંગહામ,…
વધુ વાંચો >વાઇમૅન કાર્લ એડવિન (Wieman Carl Edvin)
વાઇમૅન કાર્લ એડવિન (Wieman Carl Edvin) (જ. 26 માર્ચ 1951, કૉર્વાલેસ, ઑરેગોન, યુ.એસ.) : આલ્કલી પરમાણુઓવાળા મંદવાયુની અંદર બોઝ-આઇન્સ્ટાઇન સંઘનનનું પ્રાયોગિક પ્રમાણ આપવા તથા સંઘનિત દ્રાવ્ય(condensates)ના ગુણધર્મોનો વિગતવાર અભ્યાસ કરવા બદલ 2001નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. 1973માં તેમણે બી.એસ.ની પદવી એમ.આઇ.ટી.માંથી, 1977માં પીએચ.ડી. સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાંથી અને 1997માં ડી.એસ.સી. (માનાર્હ)…
વધુ વાંચો >વાઇરૉઇડ
વાઇરૉઇડ : વિરિયોન (વાઇરસનું ચેપકારક સૂક્ષ્મકણ) કરતાં સરળ રચના ધરાવતા કણો. આ કણો RNAના અત્યંત ટૂંકા ખંડ સ્વરૂપે હોય છે. તેઓ સૌથી સૂક્ષ્મ વાઇરસના કરતાં દશમા ભાગ જેટલા હોય છે. વાઇરૉઇડના RNAના ખંડો નગ્ન હોય છે. તેમની ફરતે પ્રોટીનનું આવરણ (capsid) હોતું નથી. વાઇરસની જેમ વાઇરૉઇડનો જૈવિક દરજ્જો નિશ્ચિત છે.…
વધુ વાંચો >વાઇલ્ડ, ઑસ્કર
વાઇલ્ડ, ઑસ્કર (જ. 16 ઑક્ટોબર 1854, ડબ્લિન; અ. 30 નવેમ્બર 1900, પૅરિસ) : બ્રિટિશ નાટ્યકાર, હાસ્યલેખક અને વિવેચક. પિતા ડૉક્ટર અને માતા કવિ હતાં. ડબ્લિનમાં શિષ્ટ ગ્રંથોના અભ્યાસમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા અને ક્લાસિકલ મોડરેશન્સમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. એમને એમના કાવ્ય ‘રેવેના’ માટે ન્યુડિગેટ પ્રાઇઝ…
વધુ વાંચો >લેઇસ વિંગ બગ
લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…
વધુ વાંચો >લેઉઆ, રાઘવજી થોભણભાઈ
લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…
વધુ વાંચો >લેઑકોઑન (શિલ્પ) (Laocoon)
લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…
વધુ વાંચો >લેઓપાર્દી, જાકોમો
લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…
વધુ વાંચો >લેક ડિસ્ટ્રિક્ટ
લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >લૅકોલિથ (Laccolith)
લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…
વધુ વાંચો >લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)
લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…
વધુ વાંચો >લૅક્ટિક ઍસિડ
લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…
વધુ વાંચો >લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)
લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…
વધુ વાંચો >લૅક્ટોબૅસિલસ (Lactobacillus)
લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…
વધુ વાંચો >