ખંડ ૧૮
રિકાર્ડો, ડૅવિડથી લૂસ, ક્લેર બૂથ
રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન
રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન (જ. 12 ડિસેમ્બર 1875, એસ્ચેર્સ્લેબેન, મેગ્ડેબર્ગ, જર્મની; અ. 24 ફેબ્રુઆરી 195૩, હૅનોવર) : જર્મન ફીલ્ડ-માર્શલ. તેઓ જર્મન લશ્કરી અધિકારી કૉરના પિતા સમાન અને હિટલરના વડપણ હેઠળના પ્રશિયન જનરલોની જૂની પરંપરાના છેલ્લા અધિકારી હતા. ઉમરાવ પરિવારમાં જન્મ. ઇમ્પીરિયલ આર્મીમાં અધિકારીનો દરજ્જો પામ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે…
વધુ વાંચો >રુપર
રુપર : પંજાબના અંબાલા જિલ્લામાં સતલજ નદીના કાંઠે આવેલું હડપ્પાકાલીન સભ્યતાનું એક નોંધપાત્ર કેન્દ્ર. આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના આશ્રયે ડૉ. વાય. ડી. શર્માના માર્ગદર્શન નીચે 195૩થી 1955 દરમિયાન અહીં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. હડપ્પાકાલથી માંડીને મુઘલકાલ સુધીના પુરાવશેષો અહીંથી પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલથી વર્તમાનકાલ સુધીના જુદા જુદા છ સ્તર અવશેષોને…
વધુ વાંચો >રુપ્પિયા
રુપ્પિયા : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા રુપ્પિયેસી કુળની એક પ્રજાતિ (genus). પહેલાં આ પ્રજાતિને નાયાડેસી કુળમાં મૂકવામાં આવી હતી. રુપ્પિયાનાં લક્ષણો નાયાસ પ્રજાતિ કરતાં જુદાં પડતાં હોવાથી તેનું નવા કુળમાં સ્થાપન યથાર્થ ઠરે છે. આ પ્રજાતિ સામાન્યત: ખાડીના ખારા પાણીમાં ઊગે છે. તેનો ભૂમિગત દ્વિશાખી પ્રકંદ (root stock) પાણીને તળિયે…
વધુ વાંચો >રુબાઈ
રુબાઈ : ઈરાની કાવ્યપ્રકાર. ‘રુબાઈ’ શબ્દ અરબી ભાષાનો છે. તેની ઉત્પત્તિ મૂળ ધાતુ ‘રુબ્અ’ પરથી થઈ છે. તેનો અર્થ ‘ચાર’ થાય છે. તે 4 ચરણોનું હોવાથી રુબાઈ તરીકે ઓળખાય છે. મહંમદ બિન કયસી રાઝીએ તેનાં ‘કોલ’, ‘તરાના’, ‘ગઝલ’, ‘દોબયતી’, ‘રુબાઈ’ વગેરે નામો આપેલાં છે. રુબાઈની ઉત્પત્તિ ઈરાનના સફ્ફારી (ઈ. સ.…
વધુ વાંચો >રુબિન્સ્ટીન, ઍન્તૉન ગ્રિગૉરિયેવિચ
રુબિન્સ્ટીન, ઍન્તૉન ગ્રિગૉરિયેવિચ (જ. 28 નવેમ્બર 1829, વિખ્વેટિનેટ્સ, પ્રાંત પોડોલિયા, રશિયા; અ. 20 નવેમ્બર 1894, પીટ ર્હોફ, રશિયા) : ઓગણીસમી સદીના સૌથી મહાન રશિયન પિયાનિસ્ટ સ્વરનિયોજક. રુબિન્સ્ટીનના પિતા મૉસ્કોમાં નાનકડી ફૅક્ટરી ધરાવતા હતા. રુબિન્સ્ટીન તથા તેનો ભાઈ નિકોલય, બંનેને પહેલાં માતાએ તથા પછી ઍલેક્ઝાન્ડર વિલોઇન્ગે પિયાનો વગાડતાં શીખવ્યું. 18૩9માં રુબિન્સ્ટીને…
વધુ વાંચો >રુબિયા, કાર્લો
રુબિયા, કાર્લો (જ. ૩1 માર્ચ 19૩4, ગોરિઝિયા, ઇટાલી) : મંદ આંતરક્રિયાના સંવાહકો તરીકે ક્ષેત્ર-કણો (field-particles) W અને Zની શોધ બદલ સાઇમન વાન દર મીર સાથે 1984નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની. કાર્લોએ સ્નાતક સુધીનું શિક્ષણ કોલંબિયા અને રોમ યુનિવર્સિટીમાંથી લીધું. 1960થી તેમણે CERN(જિનીવા)માં સંશોધક ભૌતિકવિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે…
વધુ વાંચો >રુબિયેસી
રુબિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : અધ:સ્ત્રીકેસરી (Inferae), ગોત્ર : રુબિયેલ્સ, કુળ : રુબિયેસી. આ કુળમાં ક્રૉન્ક્વિસ્ટના મતાનુસાર 500 પ્રજાતિઓ (genera) અને 6,520 જેટલી જાતિઓ(species)નો સમાવેશ થયેલો છે. તેનું…
વધુ વાંચો >રુબ્લિયૉવ, આન્દ્રેઇ
રુબ્લિયૉવ, આન્દ્રેઇ (જ. આશરે 1360થી 1370, રશિયા; અ. આશરે 1430, રશિયા) : મધ્યયુગની રશિયન ચિત્રકલાના સૌથી વધુ પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ચિત્રકારોમાંના એક. મધ્યયુગમાં ગ્રીસથી રશિયા આવી વસેલા અને ‘થિયોપેન્સ ધ ગ્રીક’ નામે જાણીતા બનેલા મહાન ચિત્રકારના તેઓ મદદનીશ બન્યા; આથી તેમણે ગ્રીસ અને કૉન્સ્ટૅન્ટિનોપલમાં તત્કાલ પ્રવર્તમાન ખ્રિસ્તી ધાર્મિક મૂર્તિગત લક્ષણવિદ્યા,…
વધુ વાંચો >રુમાનિયા
રુમાનિયા પૂર્વ યુરોપમાં આવેલાં બાલ્કન રાજ્યો પૈકીનો મોટામાં મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે 43° 30´થી 48° 30´ ઉ. અ. અને 20° 00´થી 30° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2,37,500 ચોકિમી. જેટલો લગભગ ગોળાકાર વિસ્તાર આવરી લે છે. દેશના અગ્નિકોણને બાદ કરતાં બાકીની બધી જ દિશાઓમાં તે ભૂમિભાગોથી ઘેરાયેલો છે.…
વધુ વાંચો >રુય્યક
રુય્યક (બારમી સદીનો પૂર્વાર્ધ) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. તેઓ ‘અલંકારસર્વસ્વ’ના લેખક તરીકે જાણીતા છે. તેમના પિતાનું નામ રાજાનક તિલક હતું. પિતા તિલકે આચાર્ય ઉદભટના ‘અલંકારસારસંગ્રહ’ ઉપર ટીકા લખી હતી. રુય્યકનું બીજું નામ રુચક હતું. કાશ્મીરી લેખકોને અપાતું ‘રાજાનક’ બિરુદ પણ તેમને આપવામાં આવ્યું હતું. પોતાના વિદ્વાન પિતા પોતાના ગુરુ હતા, એવો…
વધુ વાંચો >રિકાર્ડો, ડૅવિડ
રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની…
વધુ વાંચો >રિકેટ્સિયા
રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના…
વધુ વાંચો >રિક્ટર, ઉર્લિક
રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…
વધુ વાંચો >રિક્ટર, ચાર્લ્સ એફ.
રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ…
વધુ વાંચો >રિક્ટર, બર્ટન
રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રિક્ટરનો ભૂકંપ આંક
રિક્ટરનો ભૂકંપ આંક : જુઓ ભૂકંપ.
વધુ વાંચો >રિક્ટરાઇટ
રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન…
વધુ વાંચો >રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)
રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…
વધુ વાંચો >રિખ્તર, ગૅર્હાર્ડ
રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >રિગર્ટ ડૅવિડ
રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…
વધુ વાંચો >