ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

મધ્યોદભિદ વનસ્પતિઓ

Jan 7, 2002

મધ્યોદભિદ વનસ્પતિઓ : મધ્યમસરનું તાપમાન, માફકસરનો ભેજ, જરૂરી પ્રાણવાયુ અને ભૂમિમાં પૂરતા પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારો અને કાર્બનિક પદાર્થો હોય તેવી જગાએ થતી વનસ્પતિઓ. તેઓ જે ભૂમિમાં પાણી ભરાઈ રહેતું હોય તે સ્થાને ઊગવાનું પસંદ કરતી નથી. કેટલેક અંશે તેઓ જલોદભિદ અને શુષ્કોદભિદ વચ્ચેનું સ્થાન ધરાવે છે. સૂર્યમુખી, ધાણા, રાઈ, વરિયાળી,…

વધુ વાંચો >

મન અને દેહનો સંબંધ

Jan 7, 2002

મન અને દેહનો સંબંધ તત્વજ્ઞાનની એક શાખા : આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં મન અને શરીરની સમસ્યાનો વિચાર મનવિષયક તત્વજ્ઞાન નામની તત્વજ્ઞાનની એક શાખામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પીડા (pain), ભાવસ્થિતિ (mood), વિચાર, કલ્પના, સ્મૃતિ, સ્વપ્ન, ભ્રમ, વિભ્રમ, મનોવલણો, ઇચ્છાઓ, ઇરાદાઓ વગેરેને માનસિક ક્રિયાઓ કે અવસ્થાઓ ગણીએ છીએ અને સ્નાયુઓની…

વધુ વાંચો >

મન કી બાત

Jan 7, 2002

મન કી બાત  : ભારત દેશનો પહેલો ‘નેત્રહીન સમૃદ્ધ રેડિયો કાર્યક્રમ’. ‘મન કી બાત’ કાર્યક્રમ 3 ઑક્ટોબર, 2014, વિજયા દશમીના દિવસે પહેલી વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ પછી 2 નવેમ્બર, 2014ના રોજ બીજો, 25 નવેમ્બર, 2018ના રોજ પચાસમો અને 30 એપ્રિલ, 2023ના રોજ સોમો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો.…

વધુ વાંચો >

મન જા ચહબૂક

Jan 7, 2002

મન જા ચહબૂક (1926) : સિંધી કાવ્યસંગ્રહ. રચયિતા દયારામ ગિદુમલ શરાણી (1857–1927). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નવચેતનાના પ્રારંભિક કાળે તેમનું યોગદાન અનન્ય રહ્યું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક કક્ષાની પદવી મેળવેલી. તે પછી અંગ્રેજ સરકાર દ્વારા ન્યાયાધીશપદે નિમાયા હતા. સામાજિક સુધારાઓના કાર્યમાં પ્રવૃત્ત રહેવાની સાથે તેમણે સાહિત્ય દ્વારા ભારતીય દર્શનશાસ્ત્રનો…

વધુ વાંચો >

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો

Jan 7, 2002

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો વ્યક્તિત્વ, વર્તન, સામાજિક વાતાવરણ અને વ્યક્તિના શારીરિક બંધારણના આંતરસંબંધો અને તેમાં ઉદભવતા વિકારો. દરેક વ્યક્તિને પોતાનાં આગવાં જનીની (genetic), અંત:સ્રાવી (hormonal), પ્રતિરક્ષાલક્ષી (immunological) અને ચેતાતંત્રલક્ષી (neurological) પરિબળો હોય છે. તેને તેમનું જૈવિક પરિવૃત્ત (biological sphere) કહે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને પોતાનું માનસિક પરિવૃત્ત હોય છે;…

વધુ વાંચો >

મનરંગ (અઢારમી સદીમાં હયાત)

Jan 7, 2002

મનરંગ (અઢારમી સદીમાં હયાત) : શાસ્ત્રીય ગાયક. સદારંગના પુત્ર અને શિષ્ય. તેમનું સાચું નામ ભૂપતખાં હતું, પરંતુ ‘મનરંગ’ના ઉપનામથી તેઓ સંગીતના ક્ષેત્રમાં વધુ જાણીતા બન્યા છે. તેમના જીવનકાળ વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઇતિહાસકારોના મત મુજબ, તેઓ દિલ્હીના બાદશાહ મુહમ્મદશાહના જમાના(1719–48)માં થઈ ગયા છે. આ અભિપ્રાય અનુસાર ‘મનરંગ’ અઢારમી…

વધુ વાંચો >

મનરો, મૅરિલિન

Jan 7, 2002

મનરો, મૅરિલિન (જ. 1926, લૉસ ઍન્જલિસ, કૅલિફૉર્નિયા; અ. 1962) : જાણીતાં ફિલ્મ અભિનેત્રી. મૂળ નામ નૉર્મા જ્યૉ મૉટેન્સિન. તેમનું શૈશવ મોટેભાગે ઉછેર-ગૃહોમાં વીત્યું. 1946માં તેઓ એક ફોટોગ્રાફરનાં મૉડલ બન્યાં. પછી ફિલ્મોમાં ઓછોવત્તો અભિનય કરતાં રહ્યાં. તે પછી તેમણે અતિમોહક કામુક અભિનેત્રી તરીકે અભિનયપ્રતિભા ઉપસાવી. તેમનાં એવાં કેટલાંક ચિત્રો તે ‘હાઉ…

વધુ વાંચો >

મનરો સિદ્ધાંત

Jan 7, 2002

મનરો સિદ્ધાંત : યુનાઇટેડ સ્ટેટ્સની વિદેશનીતિને લગતી પ્રમુખ જેમ્સ મનરોની જાહેરાત. તેમણે 2 ડિસેમ્બર 1823ના રોજ અમેરિકાની કૉંગ્રેસને સંદેશો મોકલ્યો. તેમાં અમેરિકન વિદેશનીતિના સિદ્ધાંતોનો સમાવેશ કર્યો. તેમાં તેમણે યુરોપના દેશોની દરમિયાનગીરી, જુલમ અને અંકુશો વિરુદ્ધ ઉત્તર અને દક્ષિણ અમેરિકાનાં બધાં સ્વતંત્ર રાષ્ટ્રોને સલામતીની ખાતરી આપી. તેમણે જાહેર કર્યું કે હવે…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સા

Jan 7, 2002

મનશ્ચિકિત્સા (psychotherapy) : માનસિક ઉપચારની તાલીમ પામેલા વ્યાવસાયિક નિષ્ણાત દ્વારા મનોવૈજ્ઞાનિક સાધનોની મદદથી લાગણીજન્ય સમસ્યાઓની સારવાર કરવાની પદ્ધતિ. તેને માનસોપચાર પણ કહે છે. તેની મદદથી દર્દીની તકલીફો ઘટે છે, દૂર થાય છે અથવા તેમાં ફેરફાર થાય છે. દર્દીના બગડેલા વર્તનમાં ફેરફાર થાય છે અને/અથવા તેના વ્યક્તિત્વનાં વૃદ્ધિ અને વિકાસને યોગ્ય…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સા અને કાયદો

Jan 7, 2002

મનશ્ચિકિત્સા અને કાયદો : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >