ખંડ ૧૫
મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા
મઅર્રી, અબુલ આલા
મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…
વધુ વાંચો >મઉ (મઉનાથભંજન)
મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…
વધુ વાંચો >મકફેલ, ઍગ્નેસ
મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મકર રાશિ
મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…
વધુ વાંચો >મકરવૃત્ત
મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…
વધુ વાંચો >મકરસંક્રાન્તિ
મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…
વધુ વાંચો >મકરંદ
મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >મકવાણા, કરમશી કાનજીભાઈ
મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…
વધુ વાંચો >મદનપાલ
મદનપાલ (રાજ્યકાલ : 1100–1114) : કનોજના ગાહડવાલ વંશનો રાજા. ગાહડવાલ વંશના સ્થાપક ચંદ્રદેવ ઉર્ફે ચંદ્રરાયનો તે પુત્ર હતો. તે મદનચંદ્ર નામથી પણ ઓળખાતો હતો. મુસ્લિમ તવારીખકારો મુજબ ગઝનાના સુલતાન મસૂદ ત્રીજા(1099–1115)એ ભારત ઉપર ચડાઈ કરી અને કનોજના રાજા મલ્હીને કેદ કર્યો. તેણે સુલતાનને મોટી રકમ આપીને મુક્તિ મેળવી હતી. મલ્હી…
વધુ વાંચો >મદનબાણ
મદનબાણ : જુઓ મોગરો
વધુ વાંચો >મદનમોહન
મદનમોહન (જ. 1924, બગદાદ; અ. 14 જુલાઈ 1975) : સંગીત-નિર્દેશક. પૂરું નામ મદનમોહન કોહલી. પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકિઝમાં પ્રોડક્શન કંટ્રોલર હતા અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોના સ્થાપક હતા. મદનમોહનનું ભણતર અંગ્રેજીમાં થયું હતું અને ભારતીય સંગીતની તેમણે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી; તેમ છતાં અનેક ગીતોમાં તેમણે શાસ્ત્રીય રાગોનો જે રીતે…
વધુ વાંચો >મદનમોહના
મદનમોહના : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનોખી પદ્યવાર્તા. એ વાર્તાપ્રકારમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર કવિ તે શામળ. ‘મદનમોહના’ શામળની સ્વતંત્ર રચના છે. એ શામળની ઉત્તમ પદ્યવાર્તાઓમાંની એક છે. આ વાર્તા મથુરા નગરીના રાજાની કુંવરી મોહના અને પ્રધાનપુત્ર મદનની એક રસપ્રદ પ્રણયકથા છે. મથુરાનો રાજા પોતાની પુત્રી મોહનાને શુકદેવ પંડિતને ત્યાં વિદ્યા…
વધુ વાંચો >મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ
મદનસિંહજી મ્યુઝિયમ, ભુજ : ‘આયના મહેલ’ તરીકે જાણીતું અને 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં ધરાશાયી થયેલું કચ્છનું અનુપમ મ્યુઝિયમ. કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીએ તેની સ્થાપના કરી હતી. પોતે અંગત રસ લઈ સંગ્રહ કરાવેલી બેનમૂન કચ્છી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ‘આયના મહેલ’માં સ્થાયી મ્યુઝિયમની રચના કરી તેમાં આધુનિક ઢબે બધી ચીજવસ્તુઓ પ્રદર્શિત…
વધુ વાંચો >મદલ
મદલ : ગુજરાતના વાસ્તુમાં સ્તંભદંડ અને સ્તંભની ટોચની ભરણીને જોડતો શિલ્પખચિત ટેકો. આમાં મદલશિલ્પનો નીચલો છેડો સ્તંભના દંડમાં કે શિરાવટીમાં ખાંચામાં અને ઉપલો છેડો ભરણીના ખાંચામાં સાલવીને સંયોજવામાં આવતો. મદલની રચના મુખ્યત્વે વિવિધ પ્રકારની માનવ, પ્રાણી, પક્ષી, વ્યાલ, ભૌમિતિક કે વાનસ્પતિક આકૃતિઓના સંયોજન દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવતી. વિતાનનું અલંકરણ અને…
વધુ વાંચો >મદિરા દ્વીપસમૂહ
મદિરા દ્વીપસમૂહ : ઍટલાંટિક મહાસાગરમાં પૉર્ટુગલ હસ્તક આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે 320 40´ ઉ. અ. અને 160 45´ પ. રે.ની આજુબાજુનો 794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ યુરોપ અને અમેરિકાના જળમાર્ગ પર મોરૉક્કોની પશ્ચિમે કેનેરી ટાપુઓની ઉત્તરે આવેલા છે. આ ટાપુઓ જ્વાળામુખી પ્રસ્ફુટનને કારણે…
વધુ વાંચો >મદીના
મદીના : સાઉદી અરેબિયાના પશ્ચિમ ભાગમાં આવેલા હેજાઝ વિસ્તારનો પ્રાંત. ભોગોલિક સ્થાન : 240 28´ ઉ. અ. અને 390 36´ પૂ. રે. તે તિહામહના મેદાન સુધી વિસ્તરેલો છે. મદીના શહેર તેનું પ્રાંતીય પાટનગર છે. તેની ઉત્તરે અન-નાફુડ ઈશાનમાં અલ કાસિમ, પૂર્વમાં અલ રિયાધ, દક્ષિણે મક્કા તથા પશ્ચિમ અને વાયવ્યમાં તબુક…
વધુ વાંચો >મદીરા
મદીરા (1967) : ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના ‘મિડિયા’ નાટક (ઈ.પૂ. 431)નું ચન્દ્રવદન મહેતાએ કરેલું ગુજરાતી રૂપાંતર. ‘મિડિયા’ નાટક નાયિકાપ્રધાન કરુણાન્ત કૃતિ છે. તેમાં પ્રેમમાં સાંપડેલી હતાશા-નિષ્ફળતા વેરવૃત્તિનું કેવું ભયંકર રૂપ ધારણ કરે છે તેનું કલાત્મક આલેખન છે. રાજકુમાર જેસન પોતે જ્યાં આશ્રિત તરીકે રહે છે તે કૉરિન્થના રાજા ક્રેયૉનની પુત્રી ગ્લૉસીને…
વધુ વાંચો >મદીરા (નદી)
મદીરા (નદી) : દક્ષિણ અમેરિકામાં આવેલી ઍમેઝોનની એક શાખાનદી. આ નદીનું મૂળ મધ્ય બોલિવિયામાં રહેલું છે. ત્યાંથી તે વાયવ્ય તરફ વહે છે અને બોલિવિયા-બ્રાઝિલની સીમા પર આશરે 95 કિમી. વહીને ગુઆજારા-મીરીમ પાસે બ્રાઝિલની સીમામાં પ્રવેશે છે. તે રોન્ડોનિયા (Rondonia) અને ઍમેઝોનાસ (Amazonas) રાજ્યોમાં સર્પાકારે વહીને મેનેઓસ શહેરથી પૂર્વમાં આશરે 150…
વધુ વાંચો >