૧૫.૨૧
માઇકલૅન્જેલો બુઑનારૉતીથી માચુ પિક્ચુ
માઇકલૅન્જેલો, બુઑનારૉતી
માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી…
વધુ વાંચો >માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ
માઇકલ્સન, આલ્બર્ટ અબ્રાહમ (જ. 1852, સ્ટ્રજેલ્નો (strezelno), પોલૅન્ડ: અ. 1931, યુ.એસ.) : વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ અમેરિકન નાગરિક. અત્યંત ચોકસાઈપૂર્વકનાં માપન કરવા માટે તૈયાર કરેલા પ્રકાશીય (optical) ઉપકરણ માટે તેમને 1907માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જન્મ સમયે તેમનું કુટુંબ પ્રશિયાના આધિપત્ય નીચે આવેલા પોલૅન્ડમાં સ્થાયી…
વધુ વાંચો >માઇકલ્સન-મૉર્લી પ્રયોગ
માઇકલ્સન-મૉર્લી પ્રયોગ : પૃથ્વી એક પ્રકારના ઈથર માધ્યમમાં ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ માપવા માટે 1887માં કરવામાં આવેલ પ્રયોગ. તે સમયે એવું માનવામાં આવતું હતું કે અવકાશ ઈથર નામના પ્રવાહીથી ભરેલું છે. આ પ્રવાહી પારદર્શક અને હલકું હોવાનું મનાતું હતું. જેમ ધ્વનિના તરંગોને પ્રસરવા માટે માધ્યમ આવશ્યક છે તેમ…
વધુ વાંચો >માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા)
માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા) : ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ સ્પંદનદિશા નિર્ધારિત કરવા માટેનું ઉપકરણ. પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ વિષમદિક્ધર્મીય (અસાવર્તિક) ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ ખનિજ-સ્ફટિકની તેજ (fast, X) અને ધીમી (slow, Z) સ્પંદનદિશા નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતું આ એક નાનું પણ અગત્યનું ઉપકરણ છે. માઇકા-પ્લેટની રચનામાં મસ્કોવાઇટ ખનિજની તદ્દન પાતળી પતરી (કે…
વધુ વાંચો >માઇકોટૉક્સિન
માઇકોટૉક્સિન (ફૂગ-વિષ) : ફૂગ દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થો. ફૂગ દ્વારા ઉત્પન્ન થતા તે દ્વિતીય ચયાપચયકો (secondary metabolites) છે. માનવી તેમજ પાલતુ જાનવરોના ખોરાક પરની ફૂગ ઝેરનો સ્રાવ કરે છે. ઉપરાંત કેટલીક વનસ્પતિઓની ફૂગ પણ ચેપ લગાડી ઝેરનો સ્રાવ કરે છે. ફૂગથી ચેપી બનેલ આવો ખોરાક ખાવામાં આવતાં વિવિધ રોગો…
વધુ વાંચો >માઇકોપ્લાઝ્મા
માઇકોપ્લાઝ્મા : સૌથી નાના કદના ગ્રામઋણી બૅક્ટેરિયા. માઇકોપ્લાઝ્માનું કદ 0.2 μmથી 0.35 μm જેટલું હોય છે. કદની ર્દષ્ટિએ તે મોટા કદના વિષાણુ જેવા ગણી શકાય. પરોપજીવી જીવન ગુજારતા માઇકોપ્લાઝ્મા જમીન ઉપરાંત વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે. અન્ય બૅક્ટેરિયાની માફક માઇકોપ્લાઝ્માને કોષદીવાલ હોતી નથી, તેથી તે કોષદીવાલ વગરના…
વધુ વાંચો >માઇકોર્હિઝા
માઇકોર્હિઝા : યજમાન છોડને ઉપયોગી થઈને સહજીવન ગુજારતી ફૂગની એક જાત. માઇકોર્હિઝા વનસ્પતિનાં મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવક (symbiont) છે. એ બંને સહજીવીઓ લાંબા સમય સુધી ગાઢ સંપર્કમાં રહી, એકબીજાની પોષણની જરૂરિયાતોને સંતોષે છે. આમ આ સહજીવન (symbiosis) બંનેને લાભદાયી છે. પોષણ ઉપરાંત વનસ્પતિના મૂળને આ સહજીવી ફૂગ રોગિષ્ઠ જીવાણુઓથી…
વધુ વાંચો >માઇક્રોક્લાઇન
માઇક્રોક્લાઇન : આલ્કલી ફેલ્સ્પાર સમૂહનું, ઑર્થોક્લેઝ સાથે દ્વિરૂપતા ધરાવતું ખનિજ. અન્ય પ્રકાર ઍમેઝોનાઇટ. રાસા. બંધા. : K2O·Al2O3·6SiO2 અથવા KAlSi3O8. સ્ફ.વર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે ટૂંકા, પ્રિઝ્મૅટિક, ગચ્ચાં જેવા, ક્યારેક ઘણા પહોળા; મેજ-આકાર, b અક્ષ પર વધુ ચપટા. દળદાર, વિભાજનશીલથી દાણાદાર ઘનિષ્ઠ. યુગ્મતા સર્વસામાન્ય, અનેકપર્ણી, કાર્લ્સબાડ, માનેબાક, બેવેનો…
વધુ વાંચો >માઇક્રોગ્રૅનાઇટ
માઇક્રોગ્રૅનાઇટ : મધ્યમથી સૂક્ષ્મ દાણાદાર કણરચના ધરાવતો અંત:કૃત અગ્નિકૃત ખડકપ્રકાર. તે ગ્રૅનાઇટ, ઍડેમેલાઇટ અને ગ્રૅનોડાયૉરાઇટના ખનિજીય અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે તેમજ તે ખડકોને સમકક્ષ હોવાથી તેને જુદો પાડવાનું મુશ્કેલ બની રહે છે. રીબેકાઇટ અને એજિરિન માઇક્રોગ્રૅનાઇટ ઓછા સામાન્ય સોડાસમૃદ્ધ પ્રકારો છે, તેમને અનુક્રમે પૈસાનાઇટ અને ગ્રોરુડાઇટ કહે છે. અર્ધસ્ફટિકમય…
વધુ વાંચો >માઇક્રોફોટોગ્રાફી
માઇક્રોફોટોગ્રાફી : જુઓ છબીકલા (ફોટોગ્રાફી)
વધુ વાંચો >માઓ-ત્સે-તુંગ
માઓ-ત્સે-તુંગ (જ. 26 ડિસેમ્બર 1893, શાઓશાન, હુનાન પ્રાંત; અ. 9 સપ્ટેમ્બર 1976, પૅકિંગ) : પ્રજાસત્તાક ચીનના અને ચીની સામ્યવાદી પક્ષના સ્થાપક. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. 1911–12માં સુન યાત-સેને ક્રાંતિ કરીને મંચુવંશની સરકારને ઉથલાવી ત્યારે તેઓ વિદ્યાર્થી હતા. તેમણે 1918માં સ્નાતક થયા બાદ દેશના પાટનગર પૅકિંગ(બેજિંગ) જઈને યુનિવર્સિટીના ગ્રંથાલયમાં…
વધુ વાંચો >માઓરી
માઓરી : ન્યૂઝીલૅન્ડમાં વસતા પૉલિનેશિયન આદિવાસી જાતિના લોકો. તેઓ હવાઈ ટાપુઓમાંથી સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ ગયા હતા. પુરાતત્વીય શોધ દર્શાવે છે કે તેઓ. ઈ. સ. 800થી ન્યૂઝીલૅન્ડમાં રહે છે. તેઓ ત્યાં નૉર્થ આઇલૅન્ડમાં રહ્યા અને શિકારી, ખેડૂત અને માછીમારનાં કે વસ્તુઓ ભેગી કરવાનાં કામો કરે છે. માઓરી સમાજમાં મુખી, સામાન્ય લોકો…
વધુ વાંચો >માકવારી ટાપુ
માકવારી ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં, ટાઝમાનિયાથી અગ્નિકોણમાં આશરે 1,500 કિમી. અંતરે તથા દ. ન્યૂઝીલૅન્ડ ટાપુ અને ઑકલૅન્ડ ટાપુથી નૈર્ઋત્યકોણમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 54° 30´ દ. અ. અને 158° 56´ પૂ. રે. પર આવેલો આ ટાપુ આશરે 170 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 34 કિમી.…
વધુ વાંચો >માકવારી બારું
માકવારી બારું : ઑસ્ટ્રેલિયાની દક્ષિણે આવેલા ટાઝમાનિયાના પશ્ચિમ કિનારા પરનું બંદર. આ બારામાં હિન્દી મહાસાગરનો એક ફાંટો પ્રવેશે છે. આ બારું વાસ્તવમાં તો સ્તરભંગ-ખીણ હતી. આ ખીણ વાયવ્ય-અગ્નિમાં 32 કિમી. લંબાયેલી છે અને હિમીભવનના ઘસારાથી 8 કિમી. જેટલી પહોળી બની રહેલી છે. આ બારામાં ઈશાન તરફથી કિંગ અને અગ્નિ તરફથી…
વધુ વાંચો >માક્વારી સરોવર
માક્વારી સરોવર : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં સિડનીથી ઈશાનમાં 97 કિમી.ને અંતરે ન્યૂકૅસલથી દક્ષિણે આશરે 15 કિમી. અંતરે તથા પૅસિફિક મહાસાગરના કાંઠા પર આવેલું ખાડી સરોવર. તેની લંબાઈ 24 કિમી., પહોળાઈ 8 કિમી., ક્ષેત્રફળ 117 ચોકિમી. અને કિનારારેખાની લંબાઈ 172 કિમી. જેટલી છે. આ સરોવર પૅસિફિક મહાસાગરને મળતી હન્ટર નદીનાં…
વધુ વાંચો >માકસરની સામુદ્રધુની
માકસરની સામુદ્રધુની : મધ્ય પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં ઇન્ડોનેશિયાના વિસ્તારમાં આવેલો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : આ જળમાર્ગ 2° 00´ દ. અ. અને 117° 30´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તે ઈશાન-નૈર્ઋત્ય દિશામાં 800 કિમી. લંબાઈમાં સેલિબિસ સમુદ્ર અને જાવા સમુદ્રને જોડે છે. તેની પહોળાઈ સ્થાનભેદે 128 કિમી.થી 368 કિમી. જેટલી છે.…
વધુ વાંચો >માકે, ઑગસ્ટ
માકે, ઑગસ્ટ (જ. 3 જાન્યુઆરી 1887, મેશેડ, જર્મની; અ. 1914, પર્થિસ-લેઝ-હર્લસ નજીક) : જર્મન અભિવ્યક્તિવાદી (express- ionist) ચિત્રકાર. બાળપણ કૉલોન અને બૉન નગરોમાં વીત્યું. 1904માં તેમણે ‘ડસલડર્ફ એકૅડેમી ઑવ્ આર્ટ’માં 2 વરસ સુધી કલાનો અભ્યાસ કર્યો. આ દરમિયાન ઇટાલી અને બેલ્જિયમનો પ્રવાસ કર્યો. અહીં સંતોષ ન થવાથી તેઓ બર્લિનમાં જઈ…
વધુ વાંચો >માક્કીઆયૉલી
માક્કીઆયૉલી : ઓગણીસમી સદીના ફ્લૉરેન્સના ચિત્રકારોનું જૂથ. ઇટાલીની નિયમપરસ્તીને વરેલી કલા-એકૅડેમી સામે તેમનો ઉગ્ર વિરોધ હતો. સર્જન માટેની પ્રેરણા મેળવવા તે પ્રકૃતિ તરફ વળ્યા. આ જૂથનું વલણ એવું હતું કે રંગના ધબ્બા (ઇટાલિયન શબ્દ macchia, અંગ્રેજી patches) ચિત્રકલાનું સૌથી મહત્વનું પાસું છે. કોઈ પણ ચિત્રની દર્શકના ચિત્ત પર જે છાપ…
વધુ વાંચો >માક્સુતોવ શ્મિટ ટેલિસ્કોપ
માક્સુતોવ શ્મિટ ટેલિસ્કોપ : ખગોલીય અભ્યાસક્ષેત્રે વપરાતાં મોટાં દૂરબીનનો એક પ્રકાર. તે મહદ્અંશે પરાવર્તક પ્રકારનાં હોય છે, જેમાં પરવલયાકાર પ્રાથમિક અરીસા (parabolic primary mirror) દ્વારા ખગોલીય પદાર્થનું પ્રતિબિંબ મેળવવામાં આવે છે. (જુઓ કૅસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર). જો પ્રાથમિક અરીસાની વક્રતા પરવલયાકાર ન હોતાં ગોલીય (spherical) હોય તો તે દ્વારા…
વધુ વાંચો >માખણ
માખણ : જુઓ દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરીઉદ્યોગ
વધુ વાંચો >