ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બૉર્ન, મૅક્સ

બૉર્ન, મૅક્સ (જ. 11 ડિસેમ્બર 1882, બ્રેસલાઉ, જર્મની (હવે પૉલેન્ડનું રોકલૉ); અ. 5 જાન્યુઆરી 1970, ગોટિનજેન, જર્મની) : બોથેની સાથે 1954ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. આ પારિતોષિક ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં તેમના પાયાના સંશોધન અને વિશેષત: તો તરંગવિધેય(wave function)ના તેમના આંકડાકીય (statistical) અર્થઘટન માટે અર્પણ કરવામાં આવ્યું હતું. તેમના આ કાર્યથી…

વધુ વાંચો >

બોર્ન-હેબર ચક્ર

બોર્ન-હેબર ચક્ર : 1919માં બોર્ન અને હેબરે ઉપજાવેલું, ઉદભવઉષ્મા(heat of formation)નાં મૂલ્યોમાં જોવા મળતી વિભિન્નતા(variations)ને આયનીકરણ વિભવ, ઇલેક્ટ્રૉન-આકર્ષણ, ઊર્ધ્વીકરણની ઉષ્મા, વિયોજનઉષ્મા અને જાલક(lattice)-ઊર્જા જેવી રાશિઓ સાથે સાંકળી લેતું ઉષ્માગતિજ ચક્ર. ઉદભવ અથવા રચનાઉષ્માના સમગ્ર મૂલ્યમાં આયનીકરણ વિભવ (I) ઇલેક્ટ્રૉન-આકર્ષણ (E), ઊર્ધ્વીકરણની ઉષ્મા (ΔHsubl), વિયોજનઉષ્મા (ΔHdiss) અને સંયોજનની જાલક-ઊર્જા (U) ફાળો…

વધુ વાંચો >

બૉર્નિયો

બૉર્નિયો : પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં આવેલા સુંદા ટાપુઓ પૈકીનો એક ટાપુ. મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં વહેંચાયેલ ટાપુ તરીકે પણ તે અદ્વિતીય છે. ભૌગોલિક સ્થાન : તે 00° 30´ (વિષુવવૃત્ત) અને 114° 00´ પૂ. રે.ની આજુબાજુનો સબાહ, સારાવાક, બ્રુનેઈ અને કાલીમાન્તાન(બૉર્નિયો)ના મોટાભાગનો સમાવેશ કરતો આશરે 7,54,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.…

વધુ વાંચો >

બોલ

બોલ (Bole) : બેસાલ્ટ જેવા – લાવા-પ્રવાહોના થર વચ્ચે આંતરપડ રૂપે રહેલો લૅટરાઇટ કે બૉક્સાઇટ પ્રકારનો નિક્ષેપ-અવશેષ – અવશિષ્ટ નિક્ષેપ. આ પ્રકારનો અવશિષ્ટ નિક્ષેપ જીવાવશેષોની જેમ જળવાયેલો મળતો હોવાથી તેને લૅટરાઇટ અવશેષ કે બૉક્સાઇટ અવશેષ (fossil laterite or bauxite) કહે છે. મોટેભાગે તો તે લાવા-પ્રવાહોની શ્રેણીઓ વચ્ચે તૈયાર થયેલો જોવા…

વધુ વાંચો >

બૉલ, ચાર્લ્સ ઑલિન

બૉલ, ચાર્લ્સ ઑલિન (જ. 1893, ઍબિલિન, કૅન્સાસ; અ. 1970) : નામાંકિત અને નિષ્ણાત આહારવિષયક ટૅકનૉલૉજિસ્ટ. 1919થી 1922 દરમિયાન તેઓ જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સ્કૂલમાં હતા ત્યારે જ નૅશનલ કૅનર્સ એસોસિયેશન માટે, કૅનમાં ભરેલી ખાદ્ય સામગ્રીને જીવાણુરહિત બનાવવાની પ્રક્રિયાની શોધ કરી હતી. 1922થી 1941 દરમિયાન ઇલિનૉઇસ તથા ન્યૂયૉર્ક ખાતે આવેલી અમેરિકન…

વધુ વાંચો >

બોલન ઘાટ

બોલન ઘાટ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી બ્રાહુઇ (Brāhui) હારમાળાના મધ્યભાગમાંથી પસાર થતો નીચાણવાળો ભૂમિમાર્ગ. ભૌગોલિક સ્થાન : 30° ઉ. અ. અને 66° પૂ. રે. તે સમુદ્રસપાટીથી 1,793 મીટરની ઊંચાઈ ધરાવે છે અને તેની કુલ લંબાઈ 89 કિમી. જેટલી છે. આ ઘાટ અહીં શિયાળા અને ઉનાળાની ઋતુઓ દરમિયાન પ્રવર્તતા…

વધુ વાંચો >

બૉલબેરિંગ

બૉલબેરિંગ : જુઓ બેરિંગ

વધુ વાંચો >

બૉલ, લ્યૂસિલી

બૉલ, લ્યૂસિલી (જ. 1911, સેલારૉન, ન્યૂયૉર્ક; અ. 1989) : વિખ્યાત હાસ્ય-અભિનેત્રી. શૈશવકાળથી જ તેમણે શોખ રૂપે અભિનય કરવા માંડ્યો હતો. ત્યારપછી તેમણે મૉડલ તરીકે અને સમૂહ ગાયકવૃંદમાં કામગીરી બજાવી. ત્યારબાદ તેઓ હોલિવુડ ગયાં. ઉત્સાહથી થનગનતી આ યુવાપ્રતિભા, તેમના લાક્ષણિક કંઠની સાથોસાથ નિર્દોષ હાવભાવ કરી શકતાં. 1951માં તેમણે ટેલિવિઝનમાં કામ કરવાનો…

વધુ વાંચો >

બૉલ, હેનરિશ

બૉલ, હેનરિશ (જ. 21 ડિસેમ્બર 1917, કૉલોન, જર્મની; અ. 1985) :  નામી લેખક અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી જર્મનીની વેદનાઓ આલેખનાર નોબેલવિજેતા નવલકથાકાર. 1937માં હાઈસ્કૂલમાંથી સ્નાતક બન્યા બાદ બુકસેલર તરીકે કામ કર્યું. 1938થી શ્રમસેવામાં દાખલ થયા અને 6 વર્ષ સુધી જર્મન લશ્કરમાં સૈનિક તરીકે કામ કર્યું. યુદ્ધ બાદ કૉલોનમાં…

વધુ વાંચો >

બોલિવર, સાયમન

બોલિવર, સાયમન (જ. 24 જુલાઈ 1783, કારકાસ, વેનેઝુએલા; અ. 17 ડિસેમ્બર 1830, સાંતા માર્તા પાસે, કોલંબિયા) : દક્ષિણ અમેરિકાનો એક મહાન સેનાપતિ અને રાજપુરુષ. કોલમ્બિયાનો (1821–1830) તથા પેરુનો (1823–1829) પ્રમુખ અને વાસ્તવમાં સરમુખત્યાર. તે બાળક હતો ત્યારે તેનાં માતાપિતા મૃત્યુ પામ્યાં અને તેને સમૃદ્ધ વારસો મળ્યો હતો. યુવાનીમાં તેણે યુરોપનો…

વધુ વાંચો >

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

Jan 1, 2001

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

Jan 1, 2001

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

Jan 1, 2001

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

Jan 1, 2001

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

Jan 1, 2001

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

Jan 1, 2001

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

Jan 1, 2001

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

Jan 1, 2001

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

Jan 1, 2001

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

Jan 1, 2001

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >