ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બેડેકર, વિશ્રામ

બેડેકર, વિશ્રામ (જ. 13 ઑગસ્ટ 1906, અમરાવતી) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા ફિલ્મનિર્માતા. એમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની ઉપાધિ મેળવી હતી. એમનું મરાઠી સાહિત્યને પ્રથમ પ્રદાન તે ‘બ્રહ્મકુમારી’ (1933) નાટક હતું. આ નાટક તેમણે માસ્ટર દીનાનાથની ‘બલવંત સંગીત નાટક મંડળી’ માટે લખ્યું હતું. એમાં પૌરાણિક પાત્ર ગૌતમ ઋષિની પત્ની…

વધુ વાંચો >

બેડે, વિલ્હેલ્મ હેન્રિક વૉલ્ટેર

બેડે, વિલ્હેલ્મ હેન્રિક વૉલ્ટેર (જ. 1893; અ. 1960) : જર્મનીમાં જન્મેલ અને અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારનાર ખગોળવિદ. તારકોનાં અસંખ્ય અવલોકનો અને અભ્યાસ કરીને તેમનું જુદા જુદા પ્રકારની સમષ્ટિ(population)માં વર્ગીકરણ કર્યું. બેડેના આ અભ્યાસયુક્ત કાર્યથી વિશ્વના વિસ્તાર અને વયનો અંદાજ કાઢી શકાયો. બેડેએ જર્મનીના ગૉટિંગન(Gottingen)માં શિક્ષણ લીધું. ત્યારબાદ હેમ્બર્ગ યુનિવર્સિટીમાં 11 વર્ષ…

વધુ વાંચો >

બેતુલ

બેતુલ : મધ્યપ્રદેશના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 52´ ઉ. અ. અને 77° 56´ પૂ. રે.ની આજુબાજુનો 10,043 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે વાયવ્ય અને પશ્ચિમે હોશંગાબાદ જિલ્લો, પૂર્વમાં છિંદવાડા જિલ્લો, દક્ષિણમાં મહારાષ્ટ્રનો અમરાવતી જિલ્લો તથા પશ્ચિમમાં…

વધુ વાંચો >

બેથર્સ્ટ

બેથર્સ્ટ : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં મધ્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 33° 20´ દ. અ. અને 149° 35´ પૂ. રે. સિડનીથી 210 કિમી. અંતરે પશ્ચિમ તરફ આવેલું આ શહેર મૅક્વેરી નદીના દક્ષિણ કાંઠા પરના ફળદ્રૂપ મેદાની ભાગમાં વસેલું છે. અહીંની ગોચરભૂમિ રાજ્યભરમાં સારામાં સારી ગણાય છે. સંગૃહીત ખાદ્ય…

વધુ વાંચો >

બેથર્સ્ટ ટાપુ

બેથર્સ્ટ ટાપુ : ઑસ્ટ્રેલિયાના નૉધર્ન ટેરિટરી રાજ્યના ઉત્તર કિનારા પરના ડાર્વિન બંદરથી વાયવ્યમાં આશરે 70 કિમી. અંતરે તિમોર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 11° 30´ દ. અ. અને 130° 10´ પૂ. રે. તદ્દન નજીક પૂર્વ તરફ આવેલા મૅલવિલે ટાપુથી આ ટાપુને અલગ પાડતી 1.5 કિમી. પહોળી આપ્સલે  સામુદ્રધુની આવેલી…

વધુ વાંચો >

બેથે, હાન્સ આલ્બ્રેક્ટ

બેથે, હાન્સ આલ્બ્રેક્ટ (જ. 2 જુલાઈ 1906, સ્ટ્રાસબર્ગ, જર્મની) : 1967ના વર્ષના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પારિતોષિકવિજેતા. આ પારિતોષિક તેમને તેમના ન્યૂક્લિયર પ્રક્રિયાઓના સિદ્ધાંતના પ્રદાન માટે મળ્યું હતું – વિશેષત: તારાઓમાં ઉત્પન્ન થતી ઊર્જા અંગેની તેમની શોધ માટે. બેથે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી 1928માં પીએચ.ડીની ઉપાધિ મેળવી અને મ્યૂનિક તથા…

વધુ વાંચો >

બૅથોલિથ

બૅથોલિથ (batholith) : 100 ચોકિમી. કે તેથી વધુ વિસ્તાર આવરી લેતું આગ્નેય ખડકોથી બનેલું વિશાળ વિસંવાદી અંતર્ભેદક. (જુઓ અંતર્ભેદકો, વર્ગીકરણ). તે મુખ્યત્વે તો વિસંવાદી (discordant) પ્રકારનું જ હોય છે, પરંતુ ઘણો મોટો વિસ્તાર ધરાવતું હોવાથી આજુબાજુના પ્રાદેશિક ખડકોમાં અનુકૂળ સંજોગો હેઠળ ક્યાંક ક્યાંક  સિલ કે ડાઇક જેવાં નાનાંમોટાં સંવાદી-વિસંવાદી શાખા-અંતર્ભેદનો…

વધુ વાંચો >

બેથ્લેહેમ

બેથ્લેહેમ : મધ્યપૂર્વના દેશો પૈકી ‘વેસ્ટ બૅંક’ નામથી ઓળખાતા વિસ્તારમાં જેરૂસલેમની દક્ષિણે આશરે 8 કિમી. અંતરે આવેલું ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31° 43´ ઉ. અ. અને 35° 12´ પૂ. રે. હિબ્રૂ ભાષામાં ‘બેથ્લેહેમ’નો અર્થ ‘house of bread’ થાય છે, જ્યારે તેના અરબી નામ ‘બાયટાલ્હેમ’નો અર્થ ‘house of…

વધુ વાંચો >

બેદનાર ઉલ્કા

બેદનાર ઉલ્કા : પ્રતિષ્ઠિત અસમિયા કવિ તથા લેખક અંબિકાગિરી રૉયચૌધરી(1885–1967)ની જાણીતી કૃતિ (1964). એ તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ હતો. તેમાંનાં 47 ઊર્મિકાવ્યો તથા ગીતો દેશભક્તિની ઉત્કટતા અને માનવતા માટેના જુસ્સાથી ભરપૂર છે. તેમાં લાગણીઓની અભિવ્યક્તિ અને ઊંડાણ અંગે કવિની પરિપક્વતા વ્યક્ત થાય છે. રાષ્ટ્રીય પ્રગતિ અને જીવનનાં ઊંચાં મૂલ્યોમાં તેમની શ્રદ્ધાની…

વધુ વાંચો >

‘બેદિલ’, મિરઝા અબ્દુલકાદિર

‘બેદિલ’, મિરઝા અબ્દુલકાદિર (જ. – અઝીમાબાદ; અ. 1721, દિલ્હી) : હિંદમાં થઈ ગયેલા છેલ્લા મહાન ફારસી કવિ. તેઓ મુઘલકાળના શાહજાદા મોહમ્મદ આઝમના દરબાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે 1 લાખથી વધુ કાવ્યપંક્તિઓની રચના કરી છે. મુઘલયુગના આ છેલ્લા મહાન ફારસી કવિ ‘બેદિલ’ને પોતાના સમયના અમીર-ઉમરાવો અને વિદ્વાનો માનની ર્દષ્ટિએ જોતા…

વધુ વાંચો >

બક, પર્લ

Jan 1, 2000

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

Jan 1, 2000

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

Jan 1, 2000

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

Jan 1, 2000

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

Jan 1, 2000

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

Jan 1, 2000

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

Jan 1, 2000

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

Jan 1, 2000

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

Jan 1, 2000

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

Jan 1, 2000

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >