ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર, અજિત અનંતરાવ
પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પારસ (સફેદો)
પારસ (સફેદો) : દ્વિદળી વર્ગના ઓલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum flexile Vahl. (J. caudatum Wall. સહિત) છે. તે આસામ, આકા, લુશાઈ, ખાસી અને દક્ષિણ ભારતની ટેકરીઓ તેમજ પશ્ચિમઘાટમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળતી મોટી વેલ છે. તેની છાલ સફેદ, પર્ણો સામાન્યત: ત્રિપર્ણી, પંજાકાર સંયુક્ત; સમ્મુખ, અગ્ર…
વધુ વાંચો >પારસન્સ ટૉલકૉટ
પારસન્સ, ટૉલકૉટ (જ. 13 ડિસેમ્બર 1902, કૉલારાડો સ્પ્રિંગ્ઝ, કૉલારાડો, યુ.એસ.; અ. 8 મે 1979, મ્યૂનિક, વેસ્ટ જર્મની) : જાણીતા અમેરિકન સમાજશાસ્ત્રી. પિતા એડ્વર્ડ પારસન્સ એ જ શહેરના ધાર્મિક સમુદાયના મિનિસ્ટર હતા. તેમણે સામાજિક સુધારક તરીકે સામાજિક સુધારણાના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું આખું કુટુંબ સામાજિક સુધારણાના રંગે રંગાયેલું હતું.…
વધુ વાંચો >પારસપીપળો
પારસપીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા માલ્વેસી(કાર્પાસ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thepesia populnea Solanad ex Correa (સં. પારિસ, તૂલ, કપીતન, પાર્શ્વપિપ્પલ, ગર્દભાણ્ડ; હિં. ગજદંડ, પારસ પીપલ, ભેંડિયા ઝાડ; બં. પાકુરગજશુંડી, પારસપિપ્પુલા; મ. પરસચાઝાડ, પારોસા પિંપળ, આષ્ટ, પારસભેંડી, પિંપરણી; ગુ. પારસપીપળો, તા. ચીલન્થિ, તે ગંગરાવી, મલ. પૂવરસુ; ક. હૂવરસે;…
વધુ વાંચો >પારસમણિ (1914)
પારસમણિ (1914) : અસમિયા કૃતિ. અસમિયાનાં પ્રસિદ્ધ કવયિત્રી નલિનીબાલાદેવીના આ કાવ્યસંગ્રહમાં એક તરફ મધ્યકાલીન ભક્ત કવિમાં હોય છે તેવો ઈશ્વરને મળવાનો તલસાટ અને પ્રકૃતિતત્વો દ્વારા પરમાત્માના સ્વરૂપની ઝાંખી કરવાની તથા એમાં વિલીન થઈ જવાની ઊર્મિ સચોટતાથી વ્યક્ત થયાં છે. કાવ્યોમાં ભક્તિનો સૂર એટલો તો પ્રબળ છે કે એ અર્વાચીન કવયિત્રી…
વધુ વાંચો >પારસી
પારસી : પશ્ચિમ ભારતમાં આવીને સ્થાયી થયેલી મૂળ ઈરાનની પ્રજા. પ્રાગૈતિહાસિક કાલથી ઈરાન અને ભારત વચ્ચે સાંસ્કૃતિક સંબંધ હતો. ઈરાનીઓ ભારતમાં અનેક વાર આવ્યાના દાખલા મળે છે. અવેસ્તામાં ભારત વિષે તથા ઋગ્વેદ, મહાભારત, વિષ્ણુપુરાણ વગેરેમાં ઈરાન અને ઈરાનીઓ વિશે ઉલ્લેખો થયા છે. ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં ઈરાનના હખામની વંશના…
વધુ વાંચો >પારસીઓનો કાયદો
પારસીઓનો કાયદો : જરથોસ્તી ધર્મના અનુયાયીઓ એટલે કે પારસીઓના સમાજમાં લગ્ન, લગ્નવિચ્છેદ, ઉત્તરાધિકાર આદિ બાબતોનું નિયમન કરતો કાયદો. તેમનાં ધર્મ, વતન અને પરંપરા પ્રમાણે તેમાં જરથોસ્તી સમાજની વિશેષતાઓ જોવા મળે છે. તે ‘પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારો 1936’ એ નામે ઓળખાય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિસ્તાર સિવાયના દેશના અન્ય…
વધુ વાંચો >પારસી રંગભૂમિ
પારસી રંગભૂમિ : મુખ્યત્વે પારસીઓ દ્વારા ચાલતી રંગભૂમિ, નાટ્ય-પ્રવૃત્તિ. તે દ્વારા પારસીઓ દ્વારા સંચાલિત નાટક-મંડળીઓ અને નાટ્યગૃહો ઉપરાંત પારસી દિગ્દર્શકો, અભિનેતા તથા અભિનેત્રીઓ, પારસી નાટ્યકારો તથા નાટકો અને તેનાં સંગીત-વેશભૂષા-રંગસજ્જા જેવાં અનેક અંગોનો સંદર્ભ સૂચવાય છે. પારસી રંગભૂમિના ઉત્થાન અને વિકાસમાં પારસીઓનું જ મહત્વપૂર્ણ પ્રદાન રહેલું હોવા છતાં અન્ય કોમના…
વધુ વાંચો >પારસ્કર ગૃહ્યસૂત્ર
પારસ્કર ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પ.
વધુ વાંચો >પારાશર શ્યામદેવ
પારાશર, શ્યામદેવ (જ. 1922, સતનૌર, જિ. હોશિયાપુર, પંજાબ) : અનેક ભાષાઓના વિદ્વાન અને કવિ. તેમણે લખેલા તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે સંસ્કૃત વિષય સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ લગભગ 30 વર્ષ સુધી પંજાબની શાળા-કૉલેજોમાં અધ્યાપન કર્યું. તેઓ સંસ્કૃત, હિંદી, પંજાબી,…
વધુ વાંચો >પારાશર્ય મુકુન્દરાય
પારાશર્ય, મુકુન્દરાય (જ. 13 ફેબ્રુઆરી 1914, મોરબી; અ. 19 મે 1985, ભાવનગર) : ઉપનામ : ‘પારાશર્ય’, ‘માસ્તર’, ‘પ્રભુરામ વ. શાસ્ત્રી’, ‘અકિંચન’, ‘મકનજી’. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણી તથા રાજકોટ ખાતે; માધ્યમિક શિક્ષણ રાજકોટ તથા ભાવનગર ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં. બી.એ. (1940) અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે. ધર્મપરાયણ અને સાહિત્યસેવી પરિવારમાં ઉછેર;…
વધુ વાંચો >