ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પેટ્રાર્ક, ફ્રાન્સિસ્કો
પેટ્રાર્ક, ફ્રાન્સિસ્કો (જ. 20 જુલાઈ 1304, અરેઝો, ઇટાલી; અ. 20 જુલાઈ 1374, આર્ક્યૂઆ પેટ્રાર્ક, ઇટાલી) : ઇટાલિયન અને પ્રોવિન્શ્યલ ભાષાના મહાન કવિ. મધ્યયુગીન યુરોપમાં રેનેસાંસના પુરોગામી માનવતાવાદના પુરસ્કર્તા કવિ, વિદ્વાન અને ખ્રિસ્તી-ધર્મવેત્તા. તેમના સમય વખતે પોપની રોમની ગાદીના વિરોધમાં સ્થપાયેલા ઍવીન્યોનની સંસ્થામાં ધર્માચાર્યની પદવી માટે સજ્જતા મેળવી. તેમની નવયુવાનીમાં માતાનું…
વધુ વાંચો >પેટ્રિયા
પેટ્રિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Petra volubilis Linn. (અં. Purple Wreth; ગુ. નીલપ્રભા) છે. તે એક મોટી વળવેલ છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ, અંડાકાર, દીર્ઘવૃત્તીય (elliptic) અથવા લંબચોરસ, અખંડિત અને તરંગિત હોય છે. તે અણીદાર પર્ણાગ્ર ધરાવે છે. પુષ્પવિન્યાસ નમિત (drooping) કક્ષીય…
વધુ વાંચો >પેટ્રિશિયન
પેટ્રિશિયન : પ્રાચીન રોમમાં વિશેષાધિકારો ભોગવતા શ્રીમંતોનો વર્ગ. રોમમાં ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પ્રારંભે (ઈ. સ. પૂ. 509) રાજાશાહી શાસનનો અંત આણીને પ્રજાસત્તાક સરકારની સ્થાપના કરવામાં આવી. આ સમયે રોમમાં મુખ્ય બે સામાજિક વર્ગો : (1) પેટ્રિશિયન તથા (2) પ્લેબિયન હતા. પેટ્રિશિયનમાં વહીવટકર્તાઓ, ઉમરાવો, ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ વગેરેનો સમાવેશ…
વધુ વાંચો >પેટ્રિશિયન-પ્લેબિયન વિગ્રહો
પેટ્રિશિયન–પ્લેબિયન વિગ્રહો : રોમના બે વર્ગો વચ્ચે થયેલ આંતરવિગ્રહ. રોમની પ્રજાએ ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પ્રારંભે રાજાશાહીનો અંત લાવીને પ્રજાસત્તાકની સ્થાપના કરી (ઈ. સ. પૂ. 509). આ પછી રાજાશાહી પુન:સ્થાપિત થાય તથા એક વ્યક્તિ સરમુખત્યાર ન બને તે માટે લોકશાહી માળખું ઊભું કરવામાં આવ્યું. તે અનુસાર લોકો મારફત કૉન્સલ…
વધુ વાંચો >પેટ્રોડૉલર
પેટ્રોડૉલર : ખનિજ તેલની પેદાશ કરતા દેશો પાસે કેન્દ્રિત થયેલી વધારાની ખરીદશક્તિ. 1973થી શરૂ થઈને ખનિજ તેલના ભાવોમાં થયેલા મોટા વધારાને કારણે ખનિજ તેલની નિકાસ કરતા દેશોના હાથમાં જે ખરીદશક્તિ કેન્દ્રિત થઈ તે એ દેશોએ યુરોપ-અમેરિકામાં આવેલી બૅંકોમાં ડૉલરની થાપણો રૂપે મૂકી હતી અને તેમાંથી પેટ્રોડૉલરનું સર્જન થયું. 1973થી 1981…
વધુ વાંચો >પેટ્રોરસાયણ-ઉદ્યોગ (petrochemical industry)
પેટ્રોરસાયણ–ઉદ્યોગ (petrochemical industry) કુદરતી વાયુના ઘટકો, પેટ્રોલિયમ અંશો (petroleum fractions) અને તેમની આડપેદાશમાંથી મળતાં રસાયણોને લગતો ઉદ્યોગ. પેટ્રોરસાયણો મહદ્અંશે કાર્બનિક હોય છે. વિશ્વના ઉત્પાદનના લગભગ 90 % જેટલાં કાર્બનિક રસાયણો નૅપ્થા, રિફાઇનરી વાયુઓ, કુદરતી વાયુ, NgL અને ઇંધન તેલ જેવાં પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બનમાંથી મેળવવામાં આવે છે. એમોનિયા, સલ્ફર તથા કાર્બન બ્લૅક…
વધુ વાંચો >પેટ્રોરસાયણો (petrochemicals)
પેટ્રોરસાયણો (petrochemicals) : ખનિજ-તેલ (petroleum) અથવા કુદરતી વાયુ(natural gas)માંથી સીધા અથવા આડકતરી રીતે મેળવાતા રાસાયણિક પદાર્થો. આમાં પૅરેફિન, ઑલિફિન, નૅપ્થીન અને ઍરોમૅટિક હાઇડ્રોકાર્બનો અને તેમનાં વ્યુત્પન્નો સહિત લગભગ 175 જેટલા પદાર્થોનો સમાવેશ થાય છે. પેટ્રોરસાયણો પૈકીના કેટલાક પદાર્થો કાચા માલ તરીકે પ્લાસ્ટિક, કૃત્રિમ રેસાઓ, સાંશ્લેષિક રબર, પ્રક્ષાલકો, ઔષધો, ખાતરો, જંતુનાશકો…
વધુ વાંચો >પેટ્રોલ અથવા ગૅસોલીન (Petrot or Gasoline)
પેટ્રોલ અથવા ગૅસોલીન (Petrot or Gasoline) : પેટ્રોલ અથવા ગૅસોલીન એટલે 30oથી 200o સેં. ઉત્કલન પરાસ ધરાવતું ચારથી બાર કાર્બન પરમાણુઓવાળા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ. સામાન્ય વપરાશમાં પેટ્રોલ તરીકે જાણીતું અને યુ.એસ.માં ગૅસ (gas) તરીકે ઓળખાતું ગૅસોલીન અંતર્દહન એંજિનોમાં ઇંધન તરીકે વપરાય છે. પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરવાથી પારદર્શક પ્રવાહી રૂપે પેટ્રોલ (ગૅસોલીન)…
વધુ વાંચો >પેટ્રોલ એન્જિન
પેટ્રોલ એન્જિન : જુઓ અંતર્દહન એન્જિન.
વધુ વાંચો >પેટ્રોલિયમ
પેટ્રોલિયમ : દુનિયાના મૂલ્યવાન કુદરતી સ્રોતો પૈકીનું એક; તૈલી, જ્વલનશીલ પ્રવાહી. તેનું રસાયણ. તે ‘કાળા સોના’ અથવા ‘પ્રવાહી સોના’ તરીકે ઓળખાય છે. જોકે હાલ તે કાચા તેલ (crude-oil) તરીકે વધુ જાણીતું છે. પેટ્રોલિયમ શબ્દ મૂળ લૅટિન શબ્દો petra (ખડક, rock) અને oleum (તેલ, oil) પરથી બન્યો છે. પેટ્રોલિયમ અને જ્વલનશીલ…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર, અજિત અનંતરાવ
પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >