ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર
પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર : રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર નક્કી કરતાં પરિબળોમાં પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોની ભૂમિકા નિર્ણાયક હોય છે એવું સૂચવતી વિચારસરણી. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રને જો લાંબા ગાળાના સંદર્ભમાં વિચારવામાં આવે તો પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોમાં ઉત્પાદકોને પ્રાપ્ય પ્રોત્સાહનો, શ્રમબજારની કાર્યક્ષમતા, અર્થતંત્રમાં બચતોનું પ્રમાણ, અર્થતંત્ર પરનાં સરકારનાં નિયંત્રણો વગેરેનો સમાવેશ થાય…
વધુ વાંચો >પુરવઠો
પુરવઠો : ચોક્કસ સમયગાળા દરમિયાન જુદી જુદી કિંમતોએ કોઈ એક વસ્તુ તેના વેચનારાઓ જે જથ્થામાં વેચવા તૈયાર હોય તે જથ્થો. પુરવઠાનો ખ્યાલ સૈદ્ધાંતિક છે. બજારની કામગીરીનું વિશ્લેષણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં ‘પુરવઠો’ શબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે, વ્યવહારમાં ‘પુરવઠો’ શબ્દનો જે અર્થ છે તેનાથી…
વધુ વાંચો >પુરવીદાણા (મોટી ઇલાયચી)
પુરવીદાણા (મોટી ઇલાયચી) : એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઝિંજિબરેસી (કર્પૂરાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amomum subulatum Roxb. (હિં. બડી-ઇલાચી, બડી-ઇલાયચી; બં. બરા-ઇલાચી, બરો-એલાચ; મ. મોટે વેલ્ડોડે;, ગુ. મોટી ઇલાયચી, એલચો, પુરવીદાણા, કન્ન. ડોડ્ડા – યાલાક્કી; મલ. ચંદ્રબાલા, ઓરિયા – બડા – એલાઇચા; સં. બૃહદેલા, સ્થૂલૈલા, ભદ્રેલાબહુલા; તા. પેરિયા –…
વધુ વાંચો >પુરંજન
પુરંજન : શ્રીમદભાગવત્ અનુસાર પાંચાલ દેશનો પ્રતાપી રાજા. આ રાજાએ એક વાર પશુ બલિ યજ્ઞમાં અનેક પશુઓનો બલિ આપ્યો હતો. પાછળથી આ ઘોર કર્મ માટે એને અત્યંત ગ્લાનિ થઈ. એ એના પ્રાયશ્ચિત માટે ચિંતિત હતો. નારદજીએ એને ખબર કહ્યા કે જે જે પશુઓનો તેં હોમ કર્યો છે એ બધાં તારા…
વધુ વાંચો >પુરંદરદાસ
પુરંદરદાસ (જ. આશરે 1484 શિમોગા જિલ્લો, કર્ણાટક; અ. આશરે 2 જાન્યુઆરી, 1564 હમ્પી, કર્ણાટક) : કન્નડના વૈષ્ણવ કવિ. એ કવિ તથા સંગીતકાર હતા. એમને કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે એ પૂર્વે ખૂબ ધનાઢ્ય, પણ લોભી અને કંજૂસ હતા; પણ પછી જીવનમાં કંઈક એવું બન્યું…
વધુ વાંચો >પુર:સરણ (precession)
પુર:સરણ (precession) : કોઈ પદાર્થ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કે ઘૂર્ણી ગતિ (spin) કરતો હોય ત્યારે બાહ્ય રીતે તેના ઉપર બળયુગ્મ (બળ-આઘૂર્ણ, torque) લગાડતાં તેના પરિભ્રમણ-અક્ષમાં પ્રાપ્ત થતો કોણીય વેગ. આ પ્રકારની પુર:સરણીય ગતિ ભમરડામાં, જાયરૉસ્કોપ(gyroscope)માં, અવકાશીય પદાર્થોમાં, ઇલેક્ટ્રૉન જેવા વિદ્યુતભારિત કણોમાં જોવા મળે છે. આકૃતિ 1 પોતાની ધરી ઉપર…
વધુ વાંચો >પુરાકલ્પન
પુરાકલ્પન : મુખ્યત્વે અતિપ્રાચીન પ્રકારની દંતકથા પ્રકારની રચનાઓ માટે પ્રયોજાયેલી સાહિત્યિક સંજ્ઞા. અંગ્રેજી શબ્દ myth માટે ગુજરાતીમાં ‘પુરાકલ્પન’ પર્યાય યોજાય છે. પુરાકથાઓ ગુજરાતના લોકજીવનમાં ઓતપ્રોત છે. આ પુરાકથાનકોની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) સ્વભાવે ફાંટાબાજ હોવું, (2) સ્વપ્નસૃદૃષ્ટિનું નિર્માણ કરવું; (3) અલૌકિક સાથે વારંવાર હાથ મિલાવવો; (4) કોઈક મૂલ્યવાન…
વધુ વાંચો >પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર
પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર 1. સાહિત્ય : હિંદુ ધર્મના વિશિષ્ટ ધાર્મિક ગ્રંથો. તેમાં પ્રાચીન કાળની વાર્તાઓ પણ રજૂ થઈ છે. વેદની વાતો સરળતાથી અને વિસ્તારથી સમજી શકાતી નથી એટલે વેદની વાતોનું વિવેચન (ઉપબૃંહણ) પુરાણોમાંથી મળે છે. પુરાણો પ્રાચીન કાળથી જાણીતાં છે, છતાં તેનો રચનાકાળ કહેવો મુશ્કેલ છે. એનું કારણ તેમાં પાછળથી…
વધુ વાંચો >પુરાણી અંબાલાલ (અંબુભાઈ) બાલકૃષ્ણ
પુરાણી, અંબાલાલ (અંબુભાઈ), બાલકૃષ્ણ (જ. 26 મે 1894, સૂરત; અ. 11 ડિસેમ્બર 1965, પુદુચેરી) : ગુજરાતી લેખક અને સાધક, ગુજરાતમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિ તથા મહર્ષિ અરવિંદની યોગપ્રવૃત્તિના પ્રવર્તક. ભરૂચના વતની અંબુભાઈએ આઠ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. પ્રાથમિક શાળાનો અભ્યાસ ભરૂચમાં પૂરો કરી, વડીલબંધુ છોટુભાઈ પાસે વડોદરા ગયા. ત્યાં મૅટ્રિક પસાર…
વધુ વાંચો >પુરાણી છોટાલાલ (છોટુભાઈ)
પુરાણી, છોટાલાલ (છોટુભાઈ) (જ. 13 જુલાઈ 1885, ડાકોર; અ. 22 ડિસેમ્બર 1950, મુંબઈ) : વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ગુજરાતમાં વ્યાયામગંગા વહાવનાર અગ્રણી ક્રાન્તિવીર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય-સેનાની. ગુજરાતની યુવા-આલમમાં ‘વડીલ બંધુ’ના નામથી જાણીતા શ્રી છોટુભાઈના પિતા શ્રી બાલકૃષ્ણ પુરાણીનું મૂળ વતન ભરૂચ હતું; પરંતુ શિક્ષકની નોકરી જામનગરમાં હોઈ, શ્રી છોટુભાઈનું શાળાજીવન…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર, અજિત અનંતરાવ
પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >