ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નારનોલ

Jan 11, 1998

નારનોલ :  વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાનું શહેર અને વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 28° 03’ ઉ.અ. અને 76° 07’ પૂ.રે.. રાજ્યની છેક દક્ષિણ સરહદ નજીક છલક નદી પર તે આવેલું છે. નારનોલથી 25 કિમી. દૂર ઉત્તર તરફ મહેન્દ્રગઢ આવેલું છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. આજુબાજુના…

વધુ વાંચો >

નારલા, વી. આર.

Jan 11, 1998

નારલા, વી. આર. (જ. 1 ડિસેમ્બર 1908, જબલપુર, મધ્યપ્રદેશ; અ. 13 માર્ચ 1985) : તેલુગુ ભાષાના નાટ્યકાર, કવિ અને નિબંધકાર. તેમની નાટ્યકૃતિ ‘સીતાજોસ્યમ્’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1934માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ વ્યવસાયે પત્રકાર હતા અને અનેક વર્ષો સુધી ‘આંધ્રપ્રભા’ તથા ‘આંધ્રજ્યોતિ’ના…

વધુ વાંચો >

નારવેલ (Morning Glory  Railway Creeper)

Jan 11, 1998

નારવેલ (Morning Glory  Railway Creeper) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea cairica (Linn.) sweet syn. I. palmata Forsk; Convolvulus cairia (ગુ. નારવેલ, પાંચ પત્તી) છે. તે વળવેલ (twiner) હોવાથી અત્યંત ઝડપથી વૃદ્ધિ પામે છે. મંડપ અગર ટ્રેલિસ ઉપર એ ખૂબ જલદી વધીને એને ભરી…

વધુ વાંચો >

નારળીકર, જયન્ત વિષ્ણુ

Jan 11, 1998

નારળીકર, જયન્ત વિષ્ણુ (જ. 19 જુલાઈ 1938, કોલ્હાપુર) : ભારતના એક અગ્રણી વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞ. વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તથા પુણે યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા અને તેઓ ભારતમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગાણિતિક સંશોધનની પરંપરા શરૂ કરનાર અગ્રણી…

વધુ વાંચો >

નારળીકર, વિષ્ણુ વાસુદેવ

Jan 11, 1998

નારળીકર, વિષ્ણુ વાસુદેવ (જ. 26, સપ્ટેમ્બર 1908, કોલ્હાપુર; અ. 1 એપ્રિલ 1991, પુણે) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક. જન્મ એક સંસ્કારી કુટુંબમાં. મૂળ વતન કોલ્હાપુર પાસેનું પાટગાંવ. પિતા વાસુદેવ શાસ્ત્રી સંસ્કૃતના પંડિત હતા. ભાગવત પુરાણ ઉપર તેમનાં વ્યાખ્યાનો સાંભળવા મોટી મેદની ભેગી થતી. આ સંસ્કારની વિષ્ણુ નારળીકર ઉપર ઘણી અસર હતી…

વધુ વાંચો >

નારંગ, ગોપીચંદ

Jan 11, 1998

નારંગ, ગોપીચંદ [જ. 11 ફેબ્રુઆરી 1931, ડુક્કી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂના વિદ્વાન, વિવેચક, ભાષાવિદ અને પ્રાધ્યાપક. તેમને તેમના સાહિત્યિક વિવેચનગ્રંથ ‘સાખ્તિયાત પસ-સાખ્તિયાત ઔર મશરિકી શેરિયત’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. દિલ્હી અને ઇંડિયાના યુનિવર્સિટીની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ફેલોશિપ અને વિશેષ યોગ્યતાની પ્રાપ્તિ. 1958માં દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં…

વધુ વાંચો >

નારંગી

Jan 12, 1998

નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી (Rutaccae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus reticulata Bhanco (હિં. ગુ. નારંગી, સંતરા; બં કામલા લેબુ; ક. કિત્તાલે; મ. સંતરા; મલા. મધુરનારક; તા. કામલા, કૂર્ગ કુડગુ ઑરેન્જ;  તે. નારંગમુ; ફા. નારંજ, અં  લૂઝ-સ્કિન્ડ ઑરેન્જ, મૅન્ડરિન, ટજરિન મૅન્ડરિન ઑરેન્જ) છે. લીંબુ, મોસંબી, પપનસ વગેરે તેની…

વધુ વાંચો >

નારાયણ (ઋષિ)

Jan 12, 1998

નારાયણ (ઋષિ) :  વૈદિક ઋષિ. વેદ અને પુરાણ મુજબ તે અદભુત સામર્થ્યવાળા ગણાયા છે. સકળ જગતના આધાર પરમાત્મા તરીકે તેમને માનવામાં આવ્યા છે. ઋગ્વેદના પ્રસિદ્ધ પુરુષસૂક્ત(10/90)ના દ્રષ્ટા ઋષિ નારાયણ છે. શતપથ બ્રાહ્મણ અને શાંખાયન શ્રૌતસૂત્રમાં નારાયણ વિષ્ણુનો પર્યાય શબ્દ લેખાયો છે, જ્યારે તૈત્તિરીય આરણ્યક અને મહાભારત નારાયણને વિષ્ણુ કે કૃષ્ણ…

વધુ વાંચો >

નારાયણગંજ

Jan 12, 1998

નારાયણગંજ : બાંગ્લાદેશમાં આવેલા ઢાકા જિલ્લાનો વહીવટી વિભાગ અને શહેર. આ વિભાગ 23° 34´ થી 24° 15´ ઉ. અ. અને 90° 27´થી 90° 56´ પૂ. રે.. વચ્ચે આવેલો છે. તે 759.6 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાદેશિક ભૌગોલિક અનુકૂળતાને કારણે વસ્તીનું પ્રમાણ ગીચ છે. દર ચોકિમી. મુજબ લગભગ 575 વ્યક્તિઓ…

વધુ વાંચો >

નારાયણ ગુરુ

Jan 12, 1998

નારાયણ ગુરુ (જ. 20 ઑગસ્ટ 1854, ચેમ્પાઝન્તી; અ. 20 સપ્ટેમ્બર 1928, બરકમ) : કેરળમાં થઈ ગયેલા સમાજ-સુધારક સંત. તિરુવનંતપુરમથી 11 કિલોમીટરના અંતરે આવેલા ચેમ્પાઝન્તી ગામે ડાંગરના ખેતરમાં સાંઠાઘાસની ઝૂંપડીમાં એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા કેરળની મલયાળમ…

વધુ વાંચો >