ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >નક્ષિસપુર
નક્ષિસપુર : સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજ્યનું પાટનગર. દક્ષિણ સૌરાષ્ટ્રમાં નવમી સદીમાં કનોજના પ્રતિહાર રાજાઓના સામંત ચાલુક્ય રાજા બલવર્મા અને અવનિવર્મા બીજો સંભવત: નક્ષિસપુરમાં રાજ્ય કરતા હતા. એ રાજાઓનાં અનુક્રમે ઈ. સ. 893 અને ઈ. સ. 900નાં મળેલાં તામ્રપત્રોમાં નક્ષિસપુર–ચોર્યાશી નામના પરગણામાં આવેલાં ‘જયપુર’ અને ‘અંવુલ્લક’ નામે ગામો કણવીરિકા નદીને કાંઠે આવેલ…
વધુ વાંચો >નખત્રાણા
નખત્રાણા : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : 23° 29´ ઉ. અ. અને 69° 15´ પૂ. રે.. વિસ્તાર : 1,945 ચોકિમી. નખત્રાણાની વસ્તી 36,759 (2011). અહીં વાર્ષિક સરેરાશ વરસાદ 489 મિમી. જેટલો પડે છે. રાજ્ય પરિવહન બસ દ્વારા તે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થાનો…
વધુ વાંચો >નખવિકારો
નખવિકારો : જુઓ, ત્વચાવિદ્યા.
વધુ વાંચો >નખીવેલ
નખીવેલ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Doxontha unjuis – cati Rehd syn. Bignonia unjuiscati L. છે. તે ખૂબ મોટી સૂત્રારોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સંયુક્ત, બે પર્ણિકાઓ અંડાકાર કે ભાલાકાર, અગ્રસ્થ પર્ણિકા ત્રણ, વિભક્ત (partite) અંકુશ આકારના સૂત્રમાં રૂપાંતર પામેલી; પુષ્પો યુગ્મમાં, કક્ષીય, પીળા…
વધુ વાંચો >નગર
નગર : નગર એ સામાજિક સંગઠનની વિશિષ્ટ અભિવ્યક્તિ છે. નગર એ નાગરિકતાનું પ્રતિબિંબ છે. નગરનો વિકાસ નાગરિકો પર અવલંબે છે. જેવા નાગરિક હોય તેવો નગરનો વિકાસ થાય છે. નાગરિકોની રહેણીકરણીની નગર ઉપર અસર પડે છે. પ્રાચીન ભારતનાં અનેક નગરોની બાબતમાં આવું બન્યું છે. ભારતમાં નગર-આયોજન અને નગરનિર્માણની પરંપરા હડપ્પીય સભ્યતા…
વધુ વાંચો >નગર-આયોજન
નગર-આયોજન નગરની સ્થાપનાથી માંડીને તેના ભાવિ વિકાસ સુધીની સુવ્યવસ્થિત યોજના. નવા નગરની સ્થાપના સંબંધે તથા નગરના લોકોનું જીવન ઊંચી ગુણવત્તા ધરાવતું બને તે અંગે નગરના આયોજકો સ્થાનિક શાસનને માર્ગ સૂચવે છે. 5000થી વધારે વસ્તી તથા ચોકિમી. દીઠ આશરે 1000થી વધારે માણસોની ગીચતા ધરાવતા સ્થળને નગર ગણવામાં આવે છે. તેમાં 75…
વધુ વાંચો >નગરકર, કિરણ
નગરકર, કિરણ (જ. 2 એપ્રિલ 1942, મુંબઈ; અ. 5 સપ્ટેમ્બર 2019, મુંબઈ) : અંગ્રેજી અને મરાઠીના નવલકથાકાર, નાટ્યકાર, ફિલ્મ અને રંગમંચ-સમાલોચક અને પટકથાલેખક. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘કકૉલ્ડ’ (cuckold) માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘રાવણ ઍન્ડ એડ્ડી’ અને ‘કકૉલ્ડ’ તેમની અંગ્રેજી નવલકથાઓ છે. મરાઠી કૃતિ…
વધુ વાંચો >નગરધૂળ
નગરધૂળ : જુઓ, પ્રદૂષણ.
વધુ વાંચો >નગરપતિ (Mayor)
નગરપતિ (Mayor) : મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટાયેલા વડા. ભારતમાં મોટાં શહેરોનો વહીવટ ચલાવવા માટે કૉર્પોરેશનની રચના કરવામાં આવી છે. તે શહેરી સ્થાનિક સ્વશાસનની સંસ્થાનું એક મહત્ત્વનું અંગ છે. બધાં રાજ્યોમાં કૉર્પોરેશનની રચના શહેરી સ્થાનિક સરકારના ભાગ રૂપે કરવામાં આવે છે. કૉર્પોરેશનમાં બહુમતી ધરાવનાર પક્ષમાંથી નગરપતિ ચૂંટવામાં આવે છે. સામાન્યત: તેઓના હોદ્દાની…
વધુ વાંચો >નગરપંચાયત
નગરપંચાયત : લોકશાહી વિકેન્દ્રીકરણ દ્વારા ગ્રામવિકાસ સાધવા માટે ભારતમાં આઝાદી પછી રચવામાં આવેલ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો એક ઘટક. ભારતને આઝાદી મળ્યા પછી દેશના સર્વાંગી વિકાસ માટે સામુદાયિક વિકાસયોજનાઓ તથા રાષ્ટ્રીય વિસ્તરણ સેવાઓ દાખલ કરવામાં આવી હતી, જેમનું મૂલ્યાંકન કરવા માટે 1975માં ભારત સરકારે તે વખતના સંસદસભ્ય અને પાછળથી ગુજરાતના…
વધુ વાંચો >