ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
ન્યાયપંચાનન વિશ્વનાથ
ન્યાયપંચાનન વિશ્વનાથ (આશરે 16મી સદી) : સંસ્કૃત નવ્યન્યાયના જાણીતા લેખક ને બંગાળના વતની. તેમની અટક ભટ્ટાચાર્ય હતી. તેમના પિતાનું નામ વિદ્યાનિવાસ ભટ્ટાચાર્ય. પ્રખર વિદ્વાન ઉદયનાચાર્યની ‘કિરણાવલી’ પર રઘુનાથ શિરોમણિએ લખેલી ‘ગુણપ્રકાશવિવૃતિ’ પર ‘ભાવપ્રકાશિકા’ નામની અને રઘુનાથ શિરોમણિની ‘દીધિતિ’ પર ટીકા લખનાર રુદ્ર ભટ્ટાચાર્ય તેમના ભાઈ હતા. વિશ્વનાથે ન્યાયદર્શનનાં ગૌતમ અક્ષપાદે…
વધુ વાંચો >ન્યાયાધીશ
ન્યાયાધીશ : સમાજના વિવિધ ઘટકો વચ્ચે ઉદભવતા વિવાદોમાં પૂરતી તપાસ કરી સત્યપક્ષને ન્યાય મળે એવો ચુકાદો આપનાર અધિકારી. તે જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે ઊભા થતા મિલકત, વારસા કે લેણદેણના ઝઘડાઓમાં સાચા પક્ષે દીવાની હક્કો નક્કી કરી હુકમનામું કરી શકે છે. કૌટુંબિક લગ્નાદિવિષયક તકરારોમાં સાચા પક્ષને રક્ષણ-લાભ મળે એવું કરી શકે…
વધુ વાંચો >ન્યાયિક તપાસ, મૃત્યુના કારણની (inquest)
ન્યાયિક તપાસ, મૃત્યુના કારણની (inquest) : શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના કારણ અંગેની તપાસ કે પૂછપરછ. જુદા જુદા સ્થળે જુદા જુદા અધિકારીઓને તે અંગે સત્તા અપાયેલી હોય છે; જેમ કે, એક્ઝિક્યુટીવ મૅજિસ્ટ્રેટ (executive magistrate), પોલીસ-અધિકારી, કૉરોનર અથવા તબીબ. ભારતમાં મુખ્યત્વે પોલીસ-અધિકારી આ કાર્ય કરે છે. સામાન્ય રીતે તેણે ક્રિમિનલ પ્રોસીજર કોડની…
વધુ વાંચો >ન્યાય્ય યુદ્ધ
ન્યાય્ય યુદ્ધ : યુદ્ધને લગતા નિયમો મુજબ લડવામાં આવતું યુદ્ધ. તેમાં યુદ્ધનું કારણ અને તેનું સંચાલન બંને ન્યાયપુર:સરનાં હોવાં જોઈએ એવો ભાવ રહ્યો છે. કયા સંજોગોમાં યુદ્ધનો આશ્રય ન્યાયી ગણાય અને ન્યાયી યુદ્ધ કેવી રીતે લડી શકાય, તેને લગતો સિદ્ધાંત મુખ્યત્વે મધ્યકાલીન ઈસાઈ વિચારમાંથી આવ્યો છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાયદાના વિકાસ(હ્યુગો…
વધુ વાંચો >ન્યુમોનિયા
ન્યુમોનિયા ફેફસાંનો શોથ. ફેફસાંની નાની શ્વસનિકાઓ (bronchioles), વાયુપોટા (alveoli) તથા તેની આસપાસની અંતરાલીય પેશી (interstitium) વગેરે લોહીના કોષો ભરાવાથી લાલ, સોજાયુક્ત અને ગરમ થાય તેને ફેફસાંનો શોથ (inflammation) કહે છે. તેને શાસ્ત્રીય રીતે ફેફસીશોથ અથવા ફુપ્ફુસી (pneumonia) કહે છે. કારણવિદ્યા (aetiology) : ન્યુમોનિયા થવાનું મુખ્ય કારણ ચેપ છે. ક્યારેક કોઈ…
વધુ વાંચો >ન્યુરમબર્ગ ખટલો
ન્યુરમબર્ગ ખટલો : દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નેતાઓએ આચરેલ યુદ્ધનાં ગુનાઇત કૃત્યોને કારણે તેમના પર કામ ચલાવવા માટે મિત્ર-રાષ્ટ્રોએ હાથ ધરેલ ખટલો. 1945–49 દરમિયાન ત્યાં આવા 13 ખટલાઓ ચલાવવામાં આવ્યા હતા. એડૉલ્ફ હિટલરના નેતૃત્વવાળા જર્મનીના નાઝી પક્ષે પોતાના પ્રચાર માટે ન્યુરમબર્ગને કેન્દ્ર બનાવી અનેક વાર વિશાળ રૅલીઓ યોજી હતી. આ…
વધુ વાંચો >ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની
ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની : ઓગણીસમી સદીની ગુજરાતી વ્યવસાયી નાટકમંડળી. વિક્ટોરિયા નાટક મંડળીની સફળતા પછી હીરજીભાઈ ખંભાતા, માણેકજી માસ્તર, જમશેદજી માદન વગેરે રંગભૂમિરસિકોએ આલ્ફ્રેડ નાટક મંડળીની ઈ. સ. 1870માં સ્થાપના કરી અને તખ્તાના કસબી કુંવરજી નાજરે મુંબઈના તખ્તા ઉપર ‘મિકૅનિકલ સિનેરી’નો પ્રથમ ઉપયોગ કર્યો. આ કંપની સફળતાપૂર્વક ચાલતી હોવા છતાં…
વધુ વાંચો >ન્યૂઇલ
ન્યૂઇલ : ગોળાકાર-સર્પાકાર નિસરણી બનાવવા માટેનો સ્તંભ. સામાન્ય રીતે તે લાકડું, ભરતર લોખંડ તથા કૉંક્રીટમાંથી બનાવાય છે. મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થરમાંથી પણ તે બનાવાતો. તેની ઉપર સર્પાકાર નિસરણીનાં પગથિયાં ટેકવાય છે. હેમંત વાળા
વધુ વાંચો >ન્યૂ ઑર્લીઅન્સ
ન્યૂ ઑર્લીઅન્સ : યુનાઇટેડ સ્ટેટ્સના લૂઇઝિયાના રાજ્યનું સૌથી મોટું શહેર અને ન્યૂયૉર્ક પછીનું બીજા ક્રમનું બંદર. તે મિસિસિપીના મુખથી 160 કિમી. અંતરે અંદરના ભાગમાં નદીના પૂર્વકાંઠે આવેલું છે. ભૌગોલિક સ્થાન: 29° 57´ ઉ. અ. અને 90° 04´ પ. રે.. શહેરનો મોટો ભાગ નદીના પૂર્વ કાંઠા અને પૉન્ચરટ્રેન સરોવર વચ્ચે ચંદ્રાકારે…
વધુ વાંચો >ન્યૂ કૅલિડોનિયા
ન્યૂ કૅલિડોનિયા : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં મેલાનેશિયા (Melanesia) તરીકે ઓળખાતા વિસ્તારમાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો ફ્રાન્સનાં દરિયાપારનાં સંસ્થાનો પૈકીનો ટાપુપ્રદેશ. નાના નાના ટાપુઓ ધરાવતો ન્યૂ કૅલિડોનિયા પ્રદેશ ઑસ્ટ્રેલિયાના સિડનીથી 2,000 કિમી. અંતરે ઈશાનમાં આવેલો છે. આખો પ્રદેશ ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ 19°થી 23° દ. અ. અને 163°થી 169° પૂ. રે. વચ્ચે આવેલો…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >