ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નૌબહાર
નૌબહાર : સિંધી ભાષાનાં બાળકાવ્યોનો સંગ્રહ. બાળસાહિત્યના આગવા પ્રકારનો પ્રારંભ કિશનચંદ ‘બેબસ’(1935)ની બાળકવિતાથી થયો ગણાય છે પણ તે પૂર્વે ભેરૂમલ મહેરચંદે (1875–1950) બાળકાવ્યોની રચના કરી હતી. ‘નૌબહાર’ નામે તે બાળોપયોગી ગીતસંગ્રહની ભાષા એટલી સરળ અને મધુર હતી કે પાઠ્યપુસ્તકો ઉપરાંત તે ગીતો જનસામાન્યમાં પ્રચલિત બની ગયાં હતાં. ગમ્મત સાથે જ્ઞાન…
વધુ વાંચો >નૌમી (Noumea, Numea)
નૌમી (Noumea, Numea) : પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલા ટેરીટરી ઑવ્ ન્યૂ કેલિડોનિયાનું પાટનગર, બંદર તથા મોટામાં મોટું શહેર. આ પ્રદેશ ફ્રેન્ચોની વિદેશી વસાહત છે. ભૌગોલિક સ્થાન : 22° 16´ દ. અ. અને 166° 27´ પૂ. રે. ઊંડું પાણી ધરાવતું આ બંદર ત્રણ બાજુએ ભૂમિથી ઘેરાયેલું છે, દક્ષિણ તરફ પૅસિફિક…
વધુ વાંચો >નૌશાદ
નૌશાદ (જ. 25 ડિસેમ્બર 1919, લખનૌ અ. 5 મે 2006) : હિન્દી ચલચિત્રોના સંગીતનિર્દેશક. લખનૌમાં હાર્મોનિયમ દુરસ્ત કરતાં કરતાં નૌશાદને સંગીતમાં રસ પડ્યો. પિતા વાહીદ અલી સંગીતના ભારે વિરોધી. આ સંજોગોમાં 14 વર્ષની વયે નૌશાદે ઘર છોડ્યું. તેમણે સંગીત મંડળી બનાવી નાટકોમાં સંગીત આપવા માંડ્યું. ફરતાં ફરતાં વીરમગામ પણ આવેલા.…
વધુ વાંચો >નૌસ્થાપત્ય (naval architecture)
નૌસ્થાપત્ય (naval architecture) : ઇજનેરી વિદ્યાની એક શાખા. તેનો સંબંધ વિવિધ કદનાં જહાજોની ડિઝાઇન અને બાંધકામ સાથે છે. નાની હોડી કે લૉંચથી માંડીને મોટું પ્રવાસી જહાજ, વિરાટકાય તેલજહાજ (tanker) કે જથ્થાબંધ માલવાહક જહાજ હોય – આ બધાં સાથે આ વિદ્યાશાખાને સંબંધ છે. પોલાદ અને વરાળયંત્રના આગમન પૂર્વે હલેસાં અને સઢ…
વધુ વાંચો >ન્યાય
ન્યાય : કોઈ પણ ખરાખોટાની તપાસ તથા પરીક્ષા કરી વાજબીપણાને આધારે નિર્ણય કરવાની પ્રક્રિયા. કાયદાનું એક કાર્ય સમાજમાં ન્યાયની પ્રસ્થાપના અને જાળવણી કરવાનું છે. સમાજમાં શાસન માટે કાયદારૂપી નિયમો જરૂરી મનાયા છે, પણ તેવા નિયમો હોય તેટલું જ પૂરતું નથી, આવા નિયમો વાજબી, ઉચિત, યોગ્ય અને ન્યાયસંગત હોવા જોઈએ. નિયમના…
વધુ વાંચો >ન્યાયકોશ (1874)
ન્યાયકોશ (1874) : દાર્શનિક પરિભાષાઓની સમજૂતી આપતો, મહામહોપાધ્યાય ભીમાચાર્ય ઝળકીકરનો સંસ્કૃત કોશ. અહીં વસ્તુત: ફક્ત ન્યાયદર્શનનાં જ નહિ, પરંતુ વિવિધ દર્શનોના – એ દર્શનોમાં આવતા પારિભાષિક શબ્દો લેવામાં આવ્યા છે. એ શબ્દોની શાસ્ત્રીય વ્યાખ્યા, તેના પ્રકારો વગેરેની સમજ આપતો આ ગ્રંથ વિશ્વકોશની ઢબનો છે. લેખકે 1874માં સર્વપ્રથમ આ ન્યાયકોશની પ્રથમ…
વધુ વાંચો >ન્યાયતંત્ર
ન્યાયતંત્ર : દેશના બંધારણનાં વિવિધ પાસાંઓનું તથા દેશની સંસદે અને વિધાનસભાઓએ પસાર કરેલા કાયદાઓનું જરૂર પડે ત્યારે અર્થઘટન કરવા માટે તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે, રાજ્ય અને નાગરિકો વચ્ચે અને નાગરિકો નાગરિકો વચ્ચે ઊભા થતા વિવાદો અંગે ન્યાય આપવા માટે સત્યના પક્ષે ચુકાદો આપવા…
વધુ વાંચો >ન્યાયદર્શન
ન્યાયદર્શન : ભારતીય વૈદિક ષડ્દર્શનોમાંનું એક. તેની વિશેષતા એ છે કે તેમાં આ દૃશ્ય જગતને કેવળ ભ્રમ કે બુદ્ધિનો કલ્પનાવિલાસ માનવાને બદલે તેની યથાર્થતા સ્વીકારી તેના સ્વરૂપનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. એ રીતે તેના મૂળ કારણની મીમાંસા (ontology) તથા તેની યથાર્થતાની જ્ઞાનમીમાંસા (epistemology) અહીં એક વિશિષ્ટ પદ્ધતિથી થઈ છે. ન્યાયદર્શન…
વધુ વાંચો >ન્યાયપંચાનન જયરામ
ન્યાયપંચાનન જયરામ (આશરે 17મી સદી) : પ્રાચીન અને નવ્ય ન્યાયશાસ્ત્રના લેખક અને નૈયાયિક. જોધપુરના રાજા અજિતસિંહના શાસનકાળમાં થયેલા ભીમસેન દીક્ષિતે 1656માં રચેલા ‘એકષષ્ઠ્યલંકારપ્રકાશ’ અને ‘અલંકારસારસ્થિતિ’ ગ્રંથોમાં જયરામનો ઉલ્લેખ કર્યો છે. જયરામ ઈ. સ. 1657માં વારાણસીમાં રહેતા હતા અને ત્યાં તેમણે ‘પદાર્થમાલા’ નામનો ગ્રંથ રચ્યો હતો એવો પુરાવો મળે છે. આથી…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >